અમદાવાદ: પત્નીના પ્રેમમાં ભાન ભૂલ્યો પતિ, પત્નીના મોતનો બદલો લેવા ડોક્ટર પર કર્યું ફાયરિંગ

News18 Gujarati
Updated: October 21, 2019, 10:22 PM IST
અમદાવાદ: પત્નીના પ્રેમમાં ભાન ભૂલ્યો પતિ, પત્નીના મોતનો બદલો લેવા ડોક્ટર પર કર્યું ફાયરિંગ
ફાઈલ ફોટો

ગુનેગારોને જાણે પોલીસનો ડર જ નથી રહ્યો. ગઇકાલે વટવામાં નજીવી તકરારમાં યુવાનની હત્યા બાદ આજે ઓઢવમાં ફાયરીંગનો બનાવ સામે આવ્યો

  • Share this:
રુત્વિજ સોની, અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં જાણે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરડાઈ હોય તેમ લાગી રહ્યું છે. દિવસેને દિવસે ગુનાઓની સંખ્યા વધી રહી છે. ગુનેગારોને જાણે પોલીસનો ડર જ નથી રહ્યો. ગઇકાલે વટવામાં નજીવી તકરારમાં યુવાનની હત્યા બાદ આજે ઓઢવમાં ફાયરીંગનો બનાવ સામે આવ્યો છે.

ઓઢવ મહેશ્વરી નગરમાં કુંવરબા હોસ્પિટલમાં પ્રેક્ટીસ કરતાં મુકેશ પ્રજાપતિ આજે બેંકનું કામકાજ કરવા માટે રબારી વસાહત કરશન નગર ગેટ નંબર 10 પાસેથી પસાર થઇ રહ્યાં હતાં તે દરમિયાન અચાનક જ બુલેટ પર આવેલા વિપુલ વ્યાસ નામના શખ્સે તેમના પર ફાયરીંગ કર્યું હતું. જેમાં મુકેશ પ્રજાપતિને ડાબા હાથના ભાગે ઇજા પહોચી હતી. જેમને તાત્કાલિક સારવાર માટે રખીયાલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

પોલીસ ફરિયાદ પ્રમાણે ગત વર્ષે ઓગષ્ટ 2018માં વિપુલ વ્યાસની પત્ની રૂપલબેનને પ્રસુતિ માટે તેમની હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં. જોકે વીઝીટિંગ ડોક્ટર સફલતાબેન ગુપ્તાએ તેમની સોનોગ્રાફી પણ કરી હતી. જેમાં પાણીનું પ્રમાણ ઓછું આવ્યું હતું. જોકે વિપુલ વ્યાસની મંજુરી બાદ ડોક્ટરે સીઝેરીયન કરીને સફળ ડીલીવરી કરી હતી.

ત્યારબાદ રૂપલબેનની તબિયત લથડતા તેમને વસ્ત્રાલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતાં. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત થતાં વિપુલ વ્યાસે ડોક્ટર મુકેશ પ્રજાપતિની બેદરકારીથી તેમની પત્નીનું મોત થયું હોવાનો આરોપ લગાવ્યો હતો, અને તેની અદાવત રાખીને વિપુલ વ્યાસએ તેમની પર ફાયરીંગ કર્યું છે.
First published: October 21, 2019, 10:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading