અમદાવાદ : લગ્ન પહેલાં જ iPhone, દાગીના ગાડીના દહેજની માંગણી, પોલીસ ફરિયાદ નોંધાઈ!

News18 Gujarati
Updated: November 15, 2019, 10:51 AM IST
અમદાવાદ : લગ્ન પહેલાં જ iPhone, દાગીના ગાડીના દહેજની માંગણી, પોલીસ ફરિયાદ નોંધાઈ!
પ્રતિકાત્મક તસવીર

ખાનગી ફાર્મા કંપનીની મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ, આર્થિક શક્તિ ન હોવાથી યુવતીએ સાસરિયાઓની માંગણી ન સ્વીકારી

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : સામાન્ય રીતે એવા બનાવ સામે આવે છે જેમાં લગ્ન બાદ (Marriage) સાસરિયાઓ (In laws) વહુ (Bride) પાસે એના પિયરમાંથી દહેજ (Dowry) લાવવા દબાણ કરે છે અને માનસિક શારીરિક ત્રાસ આપે છે. પણ અમદાવાદના રામોલમાં વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં સાસરિયાઓ એ લગ્ન પહેલાં જ યુવતીના પરિવાર પાસેથી દહેજ માંગી ત્રાસ આપી ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું.

વસ્ત્રાલમાં રહેતી 24 વર્ષીય યુવતી ચાંગોદર ખાતે ખાનગી ફાર્મા કંપનીમાં નોકરી કરે છે. પાંચ વર્ષ અગાઉ આ યુવતીની કૃષ્ણનગર ના એક યુવક સાથે સગાઈ થઈ હતી. સગાઈ થયા બાદ પરિવાર અને મંગેતર સાથે યુવતી મંદિર તથા ફરવા જતી હતી અને ફોનમાં વાતો પણ કરતી હતી. સગાઇના એક વર્ષ બાદથી જ મંગેતરે એના હાથ યુવતી સમક્ષ ફેલાવ્યા હતા.

આ પણ વાંચો : રોગચાળાની દહેશતના પગલે AMCનો સપાટો, અમદાવાદની 9 શાળા-કૉલેજ સીલ

મંગેતરે યુવતીને કહ્યું કે તે તેના પિતા પાસેથી આઇફોન લાવીને આપે. પણ યુવતીના પિતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેણે મનાઈ કરી હતી. બાદમાં યુવકના માતા પિતા સહિતના લોકો યુવતીના ઘરે ગયા હતા. પોતાના દીકરાને ફોન, દાગીના અને ગાડીઓ આપવી જ પડશે તેવી માંગણીઓ કરી હતી. જોકે યુવતીના પરિવારની શક્તિ ન હોવાથી મનાઈ કરી હતી.

બાદમાં યુવક તેના મિત્રો અને પરિવારજનોએ આ માંગણીઓ શરૂ રાખી હતી. દોઢ વર્ષથી આ માંગણીઓ ન સ્વીકારતા સસરિયાઓ એ સંપર્ક કરવાનું બન્ધ કરી દીધું હતું. આટલુ જ નહિ યુવતીના સાસરિયાઓએ ધમકી આપી કે યુવતી અને તેના ભાઈના સમાજમાં કેવી રીતે બીજે લગ્ન કરે છે તે જોઈ લેશે. આખરે યુવતી અને પરિવારથી આ વાતો અને ત્રાસ સહન ન થતા યુવતીએ છ લોકો સામે રામોલ પોલીસસ્ટેશનમાં આઇપીસી 506(1),114 અને દહેજ ધારા હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 
First published: November 15, 2019, 8:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading