Home /News /madhya-gujarat /

અમદાવાદ : 'તું રંગે કાળી અને અસંસ્કારી છે, પિયરમાંથી 50 લાખ લઈ આવ મારે ધંધો કરવો છે,' પરિણીતા પર ક્રૂર ત્રાસ

અમદાવાદ : 'તું રંગે કાળી અને અસંસ્કારી છે, પિયરમાંથી 50 લાખ લઈ આવ મારે ધંધો કરવો છે,' પરિણીતા પર ક્રૂર ત્રાસ

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદના સુથી સંપન્ન ભદ્ર સમાજનોનો શરમજકન કિસ્સો, પરિણીતા પર પતિ અને સાસુએ અસહ્ય ત્રાસ આપતા આખરે મામલો પોલીસ મથકમાં પહોંચ્યો

અમદાવાદ : સમાજ ભલે 21મી સદીમાં પહોંચી ગયો હોય અને 5G મોબાઇલ ટેસ્ટીંગ અને વર્ચ્યૂઅલ રિયાલિટીનો વાત કરતો હોય પરંતુ સમાજના અનેક વર્ગમાં 18મી સદીની માનસિકતા હજુ ભૂસાઈ નથી. દહેજ પ્રથા, છૂત-અછૂત અને રંગભેદની આ વરવી માનસિકતા સામાજિક પાયે ઘર કરી ગઈ છે. જોકે, વાત જો દહેજની કરવામાં આવે તો સૌથી વધુ શિકાર મહિલાઓ બની રહી છે અને તેમાં ક્યારેક તેમને પોતાના પર વંશીય અને રંગભેદની ટિપ્પણીઓ પણ સહન કરવી પડી શકે છે. રૂપરૂપના અંબાર જેવી પત્નીના સ્વપ્ન સેવતા એક સુખી સંપન્ન પરિવારે અમદાવાદમાં પુત્રવધુ પર અસહ્ય ત્રાસ ગુજરાતી અને દહેજ માંગ્યો હોવાના આરોપ સાથે પરિણીતાએ પોલીસનો સહારો લીધો છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસની વાત કરીએતો ઘરેલુ હિંસાના (Domestic Violence Ahmedabad) કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. નાની નાની બાબતોમાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી જતો હોય છે. ત્યારે શહેરના વેજલપુર (VejalPur Ahmedabad) વિસ્તારમાં આ પ્રકારનો વધુ એક બનાવ સામે આવ્યો છે. પરિણીતાને (Wife)પતિ અને સાસુ-સસરા અને માનસિક અને શારીરિક ત્રાસ આપતા પરિણીતાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

આ પણ વાંચો :    સુરત : અડાજણના વેપારીના આપઘાતનો મામલો, પત્નીનાં ચારિત્ર્યની આશંકામાં દંપતી વચ્ચે ઝઘડા થતા હતા

આ બનાવમાં ભોગ બનનારી પરિણીતાનો આરોપ છે કે લગ્નના એક મહિના સુધી તેને તેના પતિ અને સાસુ-સસરા એ સારી રીતે રાખી હતી બાદમાં ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેના પતિ રાત્રે મોડા ઘરે આવતા જો પરિણીતા મોડા આવવાનું કારણ પૂછતી તો તેની સાથે સાથે ઝઘડો કરીને તેને ગડદા પાટુ માર મારતા હતા.

પરિણીતાનો આરોપ છે કે તેના પતિ અન્ય સ્ત્રી મિત્રો સાથે ફરવા માટે જતા હતા. તેના સાસુ-સસરા તેને મેણા ટોણા મારતા હતા કે 'તું રંગે કાળી અને અસંસ્કારી છે મારા દીકરાને સમાજ ની છોકરી સાથે લગ્ન કરવા હતા પરંતુ તારી સાથે કરી લીધા.'

આ પણ વાંચો :  મહેસાણા : કડીના પટેલ સ્ટોર સંચાલકની USAમાં ગોળી મારી હત્યા, વતનમાં પરિવારનો કલ્પાંત

એટલું જ નહીં તેના પતિએ તેને કહ્યું હતું કે આપણા લગ્ન આ વખતે તને પિયરમાંથી દહેજમાં કોઈ રોકડ રકમ આપેલ નથી, જેથી તું તારા પિયરમાંથી રૂપિયા 50 લાખ લઈ આવ તો હું મારી ઓફિસ શરૂ કરીને ધંધો કરી શકું. જોકે આ પરિણીતાએ તેના પિતા આટલી મોટી રકમ આપવા માટે સક્ષમ ન હોવાનું કહેતાં જ તેના પતિ તેની સાથે ઝઘડો કર્યો હતો. તેના સાસુ-સસરા પણ રૂપિયા લઇ આવવા માટે દબાણ કરતા હોવાનો પરિણીતાનો આરોપ છે. પરણીતાએ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે હાલમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Jay Mishra
First published:

Tags: Ahmedabad police, Crime news, Husband wife fight, ગુજરાતી ન્યૂઝ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन