હે રામ! ગરમી સહન ન થતાં પતિએ પત્નીને દહેજમાં પંખો, કુલર લાવવા ડિમાન્ડ કરી, પત્નીએ કરી નાંખી FIR
હે રામ! ગરમી સહન ન થતાં પતિએ પત્નીને દહેજમાં પંખો, કુલર લાવવા ડિમાન્ડ કરી, પત્નીએ કરી નાંખી FIR
પ્રતિકાત્મક તસવીર
Ahmedabad Crime News: એક પરિણીતાએ (Married woman) કરેલી ફરિયાદ પ્રમાણે પતિએ પંખો અને કુલર માંગી તેને ત્રાસ આપતા હતા. સમગ્ર બાબતે યુવતીએ ફરિયાદ આપતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.
અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) હાલ 40 ડીગ્રી આસપાસ પારો પહોંચતા લોકો ગરમીમાં (heat) શેકાવા લાગ્યા છે. ત્યારે દહેજ (dowry) ભૂખ્યા પતિએ એ એવી વિચિત્ર માંગ પરિણીતા સાથે કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક પરિણીતાએ (Married woman) કરેલી ફરિયાદ પ્રમાણે પતિએ પંખો અને કુલર માંગી તેને ત્રાસ આપતા હતા. સમગ્ર બાબતે યુવતીએ ફરિયાદ આપતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.
દરિયાપુર માં રહેતી 24 વર્ષીય યુવતી એકાદ માસથી તેના પિયરમાં રહે છે. જેના લગ્ન વર્ષ 2020 માં જમાલપુર ના એક યુવક સાથે થયા હતાં. લગ્ન જીવન દરમિયાન આ યુવતીએ એક દીકરીને જન્મ આપ્યો હતો જે હાલ નવ માસની છે. લગ્ન બાદ દોઢેક માસ સુધી સાસરિયાઓ એ સારી રીતે રાખ્યા બાદ સાસુએ દહેજ માંગવાનું શરૂ કર્યું હતું.
દહેજને લઈને સાસુ આ યુવતીને મહેણા મારતી અને જેઠાણી પણ સાસુનો સાથ આપી દહેજ બાબતે મહેણાં મારી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. યુવતીને તેના માતા પિતાએ કઈ આપ્યું નથી એમ કહી ત્રાસ આપતા અને તેનો પતિ પંખા અને કુલર લાવવાની ડિમાન્ડ કરી બોલાચાલી કરતો હતો.
આટલું જ નહીં યુવતીએ દીકરીને જન્મ આપ્યો તો સાસરિયાઓ એ દીકરી નહિ અમને દીકરો લાવી આપ કહીને તે બાબતે યુવતીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. દીકરો કરીને આપીશ તો જ સારી રીતે રાખીશું કહીને યુવતીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું.
યુવતીની નણંદ પણ ફોન કરીને ઘરખર્ચ નહિ આપવાનો અને તેને હેરાન કરો તેવી વાતો યુવતીની સાસુને અને પતિને કરતી હતી. એક વાર પતિએ બીજા લગ્ન કરવાના છે કહીને તારી અને દીકરીની જવાબદારી નહિ ઉઠાવું કહીને ત્રાસ આપ્યો હતો.
આટલું જ નહીં યુવતીના પતિએ એક્ટિવા લાવવા માટે પણ પિયરમાંથી પૈસા લાવવાનું કહેતા કંટાળીને યુવતીએ મહિલા પોલીસસ્ટેશન માં ફરિયાદ કરતા હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર