પત્ની કહ્યુ માનતી ન હોવાથી પતિએ પોલીસને ફોન કર્યો, 'મેં પત્નીને મારી નાખી છે'

News18 Gujarati
Updated: October 11, 2019, 11:25 PM IST
પત્ની કહ્યુ માનતી ન હોવાથી પતિએ પોલીસને ફોન કર્યો, 'મેં પત્નીને મારી નાખી છે'
પ્રતિકાત્મક તસવીર

પોલીસે ઘટના સ્થળે તપાસ કરતા હત્યાની કોઇ ઘટના ન બનતા પોલીસે આરોપી પતિ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી

  • Share this:
ઋત્વિજ સોની, અમદાવાદઃ Ahmedabad શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં (Police control room)પોતાની પત્નીની છરીના ઘા મારીને હત્યા (murder) કરી દીધી હોવાનો એક મેસેજ મળતા જ પોલીસ દોડતી થઇ ગઇ હતી. જોકે, ખોટો મેસેજ (fake massage) કરના પતિની પોલીસે ધરપકડ (arrested) કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

મળતી માહિતી પ્રમાણે આજે શનિવારે બપોરે 3 વાગ્યાને 48 મીનિટએ મેઘાણીનગર પોલીસને મેસેજ મળ્યો હતો. ગીરિશ મેવાડાવાળાએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરી છે કે બાપાલાલ મોદીની ચાલી અસારવા ચમનપુરામાં મારી પત્નીને ચપ્પુથી મારી નાંખી છે.

જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મેઘાણીનગર પોલીસ ઘટના સ્થળ પર પહોચી હતી. પરંતુ આ મેસેજ ખોટો હોવાની જાણ થતાં જ પોલીસએ મેસેજ કરનાર શખ્સની શોધખોળ શરૂ કરી હતી. જે શખ્સ બાજુના મકાનમાંથી મળી આવતા પોલીસએ તેની પૂછપરછ શરૂ કરી હતી.

આ પણ વાંચોઃ-પ્રેમી સાથે પત્નીને સેક્સ માણતા જોઇ ગયો પતિ અને પછી...

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ચાલુ ગાડીમાં દારૂની પાર્ટી કરતા ચાર નબીરાઓને ઝોન-2ના DCP પકડ્યા

પોલીસ તપાસમાં આ શખ્સએ કબૂલ્યું હતું કે આવો કોઇ બનાવ બન્યો નથી. પરંતુ તેની પત્ની તેનું કહ્યું માનતી ન હોવાથી પોતે પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ કર્યો હતો. જેથી પોલીસે મેસેજ કરનાર શખ્સ ગીરિશભાઇ મેવાડાવાળાની વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરીને ધરપકડ કરી છે.આ પણ વાંચોઃ-જામનગરઃ પોલીસ કર્મચારી ઉપર સસરાએ છરી વડે કર્યો જીવલેણ હુમલો

ઉલ્લેખનીય છે કે, પોલીસ કંટ્રોલ રૂમ હોય કે, 108 ઇમર્જન્સી કંટ્રોલરૂમ કે પછી ફાયર કંટ્રોલ રૂમ હોય આ તમામ કંટ્રોલ રૂમાં નકલી કોલ આવવાની અનેક ઘટનાઓ બનતી રહે છે. આવા નકલી કોલ દિવસમાં અનેક વખત આવતા કંટ્રોલ રૂમમાં કામ કરતા કર્મચારીઓ માટે માથાનો દુઃખાવો બનતા હોય છે.
First published: October 5, 2019, 11:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading