ગર્ભવતી પત્નીને પતિએ માર માર્યો; બાળકી મસ્ક્યુલર ડિસઓર્ડર જન્મી

News18 Gujarati
Updated: November 6, 2019, 11:24 AM IST
ગર્ભવતી પત્નીને પતિએ માર માર્યો; બાળકી મસ્ક્યુલર ડિસઓર્ડર જન્મી
પ્રતિકાત્મક તસવીર

2015માં યુવતી ગર્ભવતી થઈ ત્યારે યુવક ડિપ્રેશનમાં આવી ગયો હતો અને મારે છોકરું નથી રાખવું તેમ કહી અને પેટ પર લાત મારી હતી.

  • Share this:
હર્મેશ સુખડિયા: અમદાવાદ: મેમનગરમાં (Memnagar)રહેતી યુવતીના સાસરિયાઓએ (In-laws) યુવક માનસિક અસ્થિર (mentally disorder) હોવાની વાત છુપાવી લગ્ન કરાવી દીધાં હોવાની ઘટના સામે આવી છે.

પતિની (husband) મગજની બીમારીના કારણે ઘણીવાર ડિપ્રેશનમાં (Depression) આવી જતો હતો અને માનસિક સંતુલન ખોઈ બેસતો હતો. જેથી યુવતી જ્યારે ગર્ભવતી હતી ત્યારે માર મારતા ગર્ભમાં રહેલી બાળકી મસ્ક્યુલર ડિસઓર્ડર જન્મી હતી. અવાર-નવાર ઘરે આવી હેરાન કરતા યુવતીએ પતિ, સાસુ અને સસરા સામે મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મેમનગરમાં રહેતી 31 વર્ષની યુવતીના લગ્ન 2013માં મહારાષ્ટ્રની પુણેની હોટલમાં થયા હતા. લગ્ન બાદ તેના માતા-પિતાએ તેને દહેજમાં વસ્તુઓ આપી હતી.

લગ્ન બાદ સાસરિયાંઓએ તમે ગામડાવાળા છો તેમ કહી હેરાન કરવાનું શરૂ કર્યું હતું. પતિને મગજની બીમારી હોવાની વાત છુપાવી હતી. જે દવા યુવક લેતો હતો તે એન્ટી ડિપ્રેસન તરીકે કામ કરતી હતી. નર્વસ સિસ્ટમ માટે આ દવા હતી. જ્યારે યુવતીએ આ બાબતે વાત કરી, તો બોલાચાલી કરી અને દવાને દૂધ કે દહીંમાં નાખીને આપતા હતા જેથી યુવકને વધુ ગુસ્સો આવતો અને મારામારી કરતો હતો.

2015માં યુવતી ગર્ભવતી થઈ ત્યારે યુવક ડિપ્રેશનમાં આવી ગયો હતો અને મારે છોકરું નથી રાખવું તેમ કહી અને પેટ પર લાત મારી હતી. એબોર્શન કરાવી લેવાનું કહયુ હતું જો તેમ નહિ કરે તો ઘર છોડી દેવાની ધમકી આપી હતી.

જેથી મેમનગરની ખાનગી હૉસ્પિટલમાં યુવતીએ એબોર્શન કરાવ્યું હતું. જેથી યુવતીની તબિયત બગડી હતી. 2017માં જ્યારે ફરી ગર્ભવતી થઈ ત્યારે યુવકે ફરી એબોર્શનની વાત કરી હતી જે બાબતે ના પાડતા ગુસ્સો કરી મારવા લાગ્યો હતો. જેની અસર બાળક પર થઈ હતી અમે બાળકી મસ્ક્યુલર ડિસઓર્ડર જન્મી હતી. જેની અલગ અલગ ફિઝિયોથેરાપીસ્ટ પાસે સારવાર કરાવવી પડી રહી છે.યુવતીના પિતાની અમદાવાદ પાસે એન્જિનિયરિંગ કૉલેજ છે તેમ ભાગીદાર બનાવવા માટે પણ યુવક દબાણ કરતો હતો. જ્યારે યુવતી પુણેમાં સારવાર માટે ગઈ, તો તેને છોડી એકલો રહેવા જતો રહ્યો હતો. એક હોટલમાં જ્યારે બાળકીને લઈ યુવતી કેક લેવા ગઈ ત્યારે ત્યાં આવી યુવકે ઝઘડો કરી બાળકીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. યુવતી તેની મિત્રના ગઈ હતી ત્યારે ત્યાં આવીને પણ ઝઘડો અને તોડફોડ કરી હતી.
First published: November 6, 2019
વધુ વાંચો
अगली ख़बर