પત્નીએ સુહાગરાત મનાવવાનો ઇન્કાર કરતા પતિએ માર માર્યાની ફરિયાદ

News18 Gujarati
Updated: May 2, 2019, 11:03 AM IST
પત્નીએ સુહાગરાત મનાવવાનો ઇન્કાર કરતા પતિએ માર માર્યાની ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદના કૃષ્ણનગરની ઘટના, પતિએ અન્ય પુરૂષ સાથેના સંબંધની શંકા વ્યક્ત કરી પત્નીને માર માર્યો હોવાનો આક્ષેપ

  • Share this:
રૂત્વીજ સોની, અમદાવાદ : અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા એક યુગલના લગ્નના 24 કલાકમાં જ કંકાસ થયો હતો. કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા એક યુવકે દિલ્હીની યુવતી સાથે 29મી એપ્રિલે લગ્ન કર્યુ હતું. દિલ્હીથી પરત આવેલા યુગલ વચ્ચે ઘરમાં આવતાની સાથે જ કંકાસ થયો હતો. પત્નીએ નોંધાવેલી ફરિયાદ મુજબ પત્નીએ તબિયત ખરાબ હોવાથી સુહાગ રાત મનાવવાનો ઇન્કાર કર્યો હતો જેનાથી ઉશ્કેરાઈ ગયેલા પતિએ અન્ય વ્યક્તિ સાથેના સંબંધની શંકા રાખી પત્નીને માર માર્યાનો આક્ષેપ કરાયો છે.

બનાવની વિગત એવી છે કે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા કલ્યાણ ચોક પાસે રહેતા એક યુવકના પોતાના સમાજની યુવતી સાથે 27 એપ્રિલના રોજ લગ્ન થયા હતા. લગ્ન બાદ પત્ની અને પરિવાર સાથે તે ટ્રેનમાં અમદાવાદ પરત આવ્યા હતા. પત્નીની ફરિયાદ મુજબ ટ્રેનની મુસાફરીના અને લગ્નના થાકના કારણે તેણે પતિની સુહાગ રાતની માંગણી સામે ઇન્કાર કર્યો હતો તેનાથી ઉશ્કેરાઈ ગયેલા પતિએ પત્નીની બહેને ફોન કરીને મોટા અવાજે વાતો કરી હતી અને આ ઘટનાના બીજા દિવસે તેણે પત્નીને માર માર્યો હતો. પતિના મારથી ડરી ગયેલી પત્નીએ પોલીસને ફોન કરીને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને આવી પહોંચ્યો હતો.

પત્નીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે તેના પતિએ ઉશ્કેરાઈ જઈન તેને ગડદા પાટુ અને મુક્કાનો માર માર્યો હતો. પોલીસે આ ઘટનામાં પત્નીના ફરિયાદના આધારે કલ્યાણચોક વિસ્તારમાં રહેતા પતિ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે.
First published: May 2, 2019, 9:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading