શરમજનક ઘટના! અમદાવાદઃ પરિણીતાએ નવ વાગ્યે જમવાનું તૈયાર ન રાખ્યું, વિફરેલા પતિએ વાળ પકડી ફેંટો મારી

શરમજનક ઘટના! અમદાવાદઃ પરિણીતાએ નવ વાગ્યે  જમવાનું તૈયાર ન રાખ્યું, વિફરેલા પતિએ વાળ પકડી ફેંટો મારી
પ્રતિકાત્મક તસવીર

યુવતીની સાસુ આવી જતા તેમણે પણ યુવતીના પતિનો સાથ આપી તેને લાફા ઝીકી દીધા હતા. બાદમાં આજે તો તારા હાથ પગ તોડી નાખી તારા બાપાના ઘરે મૂકી આવવી છે કહેતા યુવતી ગભરાઈ ગઈ હતી.

  • Share this:
અમદાવાદ: શહેરના જુહાપુરામાં રહેતી એક પરિણીતાએ તેના પતિ અને સાસુ સામે પોલીસ ફરિયાદ (police complaint) નોંધાવી છે. આ યુવતીએ આક્ષેપ કર્યો છે કે નોકરીએથી તેના પતિ ઘરે આવ્યા ત્યારે તેને રસોઈ બનાવવાની બાકી હતી પણ પતિ જમવાનું માંગતો હતો અને તે બાબતે તેને વાળ પકડી ફેંટો (husband beaten wife) મારી હતી. આટલું જ નહીં યુવતીની સાસુએ પણ તેને લાફા મારી હાથ પગ તોડી બાપાના ઘરે મોકલવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

જુહાપુરામાં રહેતી 23 વર્ષીય યુવતી તેના સાસરિયાઓ સાથે રહે છે. વર્ષ 2017માં તેના લગ્ન થયા હતા. યુવતીનો પતિ ટ્રાવેલ્સમાં મેનેજર તરીકે નોકરી કરે છે. લગ્નના દોઢેક વર્ષ બાદ યુવતીનો પતિ જમવાની અને કામની બાબતોમાં ઝગડા કરતો હતો.પતિ આ યુવતીને તેની માતાએ કઈ શીખવાડ્યું નથી તેમ કહી મહેણાં મારતો હતો. જ્યારે યુવતી કંટાળીને તેની સાસુને આ બાબતે ફરિયાદ કરે તો સાસુ તેના વાળ પકડી તેને ક્રૂરતા પુર્વક માર મારતી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પાંચ કૂવા સાઈકલ ખરીદવા જતા પહેલા સાવધાન, કસરત કરવાની સાઈકલ વેપારીને રૂ.3.50 લાખમાં પડી

આ પણ વાંચોઃ-મારી પત્ની.... હવે સહન નથી થતું છે' FB પર પોસ્ટ મૂકી, સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કરી ચૂકેલા એક્ટર સંદીપ નાહેરની આત્મહત્યા

સોમવારે આ યુવતીનો પતિ નોકરીએથી નવેક વાગ્યે ઘરે આવ્યો હતો. ત્યારે તેણે જમવાનું કાઢવાનું તેની પત્નીને કહ્યું હતું. જેથી યુવતીએ તેના પતિને જણાવ્યું કે જમવાનું હજુ બન્યું નથી જમવાનું બનતા વાર લાગશે. જેથી તેનો પતિ આવેશમાં આવી ગયો અને તેને જમીને બહાર જવાનું હોવાનું કહી જમવાનું કેમ હજુ બનાવ્યું નથી કહી તેને વાળ પકડીને મોઢાના ભાગે ફેંટો મારી હતી.

આ પણ વાંચોઃ-ખેડાઃ Valentine Day પર જ બાળપણના ત્રણ મિત્રોને એક સાથે મળ્યું મોત, એક જ ગામના અને સાથે કરતા હતા કામ

આ પણ વાંચોઃ-Valentine day પર માતાના હાથ પુત્રના લોહીથી રંગાયા, પ્રેમલગ્ન કરનાર પુત્ર અને પુત્રવધૂની કરી નાંખી હત્યા

ત્યારે જ યુવતીની સાસુ આવી જતા તેમણે પણ યુવતીના પતિનો સાથ આપી તેને લાફા ઝીકી દીધા હતા. બાદમાં આજે તો તારા હાથ પગ તોડી નાખી  તારા બાપાના ઘરે મૂકી આવવી છે કહેતા યુવતી ગભરાઈ ગઈ હતી.બાદમાં યુવતી કોઈને કહ્યા વગર જ પોલીસ સ્ટેશન પહોંચી ગઈ અને પોલીસ સમક્ષ પોતાની કહાની સંભળાવી હતી. જેથી પોલીસે આ મામલે યુવતીના પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:February 17, 2021, 00:44 am

ટૉપ ન્યૂઝ