અમદાવાદ : પત્નીએ તેના ભાઈ સાથે નણંદના લગ્નનું દબાણ કરતા પતિનો આપધાત

News18 Gujarati
Updated: August 28, 2019, 9:31 AM IST
અમદાવાદ : પત્નીએ તેના ભાઈ સાથે નણંદના લગ્નનું દબાણ કરતા પતિનો આપધાત
પ્રતિકાત્મક તસવીર

પત્નીની ધમકીથી કંટાળી પતિએ રિવરફ્રન્ટમાં ઝંપલાવ્યું. સાસરિયાઓએ આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાની ફરિયાદ નોંધાવી

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : અમદાવાદમાં એક પતિએ પત્નીની ધમકીઓથી કંટાળીને સાબરમતીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. આ મામલે પત્ની પતિને નણંદના લગ્ન પોતાના ભાઈ સાથે કરવા માટે દબાણ કરતી હોવાની ફરિયાદ સાસસરિયાઓએ નોંધાવી છે. પત્નીને ફરિયાદથી કંટાળીને પતિએ નદીમાં કૂદીને મોતને વહાલું કર્યુ છે.

આ બનાવની વિગત એવી છે કે શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા એક યુવાને કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પરિવારની સંમતિ પહેલાં જ કોર્ટ મેરેજ કર્યા હતા. દરમિયાન પત્નીના પરિવારજનોએ તેમના સંતાન સાથે પતિની બહેનના લગ્ન કરવા માટે કહ્યું હતું. પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે આરોપીના પરિવારજનોએ મૃતકના પરિવારને કહ્યું હતું કે જો તમે અમને દીકરી આપો તો અમે સામે દીકરી આપીશું.

જોકે, મૃતક યુવાન અને આરોપી વચ્ચે પ્રેમ બંધાયેલો હોવાથી તેમણે કૉર્ટમાં લગ્ન કરી લીધું હતું. લગ્ન બાદ પત્નીએ પતિ પર પોતાના ભાઈ સાથે નણંદનું લગ્ન કરવાનું દબાણ કર્યુ હતું. પતિના માતાપિતાએ વહુના ભાઈની ઉંમર વધારે હોવાથી આ સંબંધ થઈ શકે તેમ ન હોવાથી ઇન્કાર કર્યો હતો. આ તબક્કે પત્નીએ પતિને અવારનવાર છૂટાછેડાની ધમકી આપી હતી. આ ધમકીઓથી કંટાળી પતિએ સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું. આ મામલે સાસરિયાઓની ફરિયાદના આધારે પોલીસે 30 વર્ષીય આરોપી સામે ફરિયાદ નોંધી છે.

આ પણ વાંચો :  પોલીસ ફરિયાદ બાદ 'ઢબુડી મા' ઉર્ફે ધનજી ઓડે કહ્યુ, 'બે લાખ લોકો કહેશે ત્યારે જ ચૂંદડી ઉતારીશ'

આવું છું કહીને દિકરો નીકળ્યો અને રિવરફ્રન્ટ પરથી લાશ મળી

મૃતકના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમનો દિકરો પત્નીની ધાકધમકીથી પરેશાન હતો પરંતુ તે છૂટાછેડા આપવા માંગતો નહોતો. જોકે, દિકરાની પત્નીએ તેની વિરુદ્ધ માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. અવારનવાર પત્નીની ધમકીઓથી કંટાળેલા મૃતકે ઘરે કહ્યું હતું કે આવું છું અને તેમ કહી તે એક્ટિવા લઈને જતો રહ્યો હતો. દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટના પોલીસ થાણેથી પરિવારને ફોન આવ્યો હતો જેમાં પુત્રની લાશ મળી આવી હોવાનું જણાવ્યું હતું.
First published: August 28, 2019, 9:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading