Home /News /madhya-gujarat /

Fraud case: અમદાવાદમાં પતિ-પત્નીએ ભેગા મળી કરી નાખ્યું કરોડોનું કૌભાંડ, મકાન બંધ કરી થઈ ગયા ફરાર

Fraud case: અમદાવાદમાં પતિ-પત્નીએ ભેગા મળી કરી નાખ્યું કરોડોનું કૌભાંડ, મકાન બંધ કરી થઈ ગયા ફરાર

આ ઠગ દંપત્તિએ આટલે ન અટકતા પોતાના જ પાડોથીને ફ્લેટ વેચવાના નામે ચૂનો લગાડ્યો છે.

Ahmedabad Fraud: આ બંટી બબલીએ આ જ  પ્રકારે અન્ય લોકો સાથે પણ કરોડો રૂપિયાની ઠગાઈ આચરી હોવાની ચર્ચા ચાલી રહી છે. તેવામાં આરોપી ચિંતન શાહની અમદાવાદનાં સિંધુ ભવન રોડ પર આવેલી વૈભવી ઓફિસનું ભાડુ પણ ન આપી ફરાર થઈ જતા ઓફિસની બહાર જાહેર નોટીસ લગાડવામાં આવી છે.

વધુ જુઓ ...
અમદાવાદ  (Ahmedabad News) ગ્રામ્યનાં બોપલ પોલીસ સ્ટેશન (Bopal Police)માં ઠગ દંપતિ સામે ફરીયાદ નોંધાઈ છે. આરોપીએ ભેગા મળી પોતાનો કરોડો રૂપિયાની કિંમતનો બંગ્લો અને ફ્લેટ વેચવાના નામે બે અલગ અલગ લોકો પાસેથી કરોડો રૂપિયા લઈને છૂમંતર (Fraud) થઈ ગયા છે. મહત્ત્વનું છે કે એક જ દિવસમાં આ મામલે બે ફરીયાદ નોંધાતા પોલીસે દંપતિને શોધવાની તજવીજ તેજ કરી છે. આરોપી ચિંતન શાહ અને હિરવા શાહ આ બન્ને દંપતિએ પોતાનાં બંગ્લો અને ફ્લેટ વેચવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ઘટના બની છે.

પાટણમાં રહેતા દેવચંદ પટેલને પોતાનાં કેનેડા ખાતે રહેતા ભાઈ માટે અમદાવાદમાં બંગ્લો લેવાનો હતો, જેથી બોપલની સ્કાય સિટીમાં ચિંતન શાહ અને હિરવા શાહની માલિકીનો બંગ્લો પસંદ પડતા સાડા નવ કરોડમા ખરીદવાનું નક્કી કર્યું હતું, ચિંતન શાહે દેવચંદ પટેલ પાસે નોટરાઈઝ બાનાખત કરાવી 2.23 કરોડ રૂપિયા લઈ લીધા હતા. થોડા સમય બાદ ફરિયાદીએ દંપતિનો સંપર્ક કરતા ફોન બંધ આવ્યો ત્યારે તેઓને જાણ થઈ કે બન્ને દંપતિ પોતાની તમામ ગાડીઓ વેચીને ફરાર થઈ ગયા છે અને મકાનનો પાવર ઓફ એટર્ની પોતાની માતાના નામે કર્યો હતો. જે બાદ તે બંગ્લો અન્યને રજીસ્ટર દસ્તાવેજ કરી આપી છેતરપીંડી આચરી હતી.

આ પણ વાંચો- બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ, સપાટીથી સપાટી પર પ્રહાર કરવાની ક્ષમતા

આ ઠગ દંપત્તિએ આટલે ન અટકતા પોતાના જ પાડોથીને ફ્લેટ વેચવાના નામે ચૂનો લગાડ્યો છે. વેજલપુરમાં આવેલા આશા કીરણ એપાર્ટમેન્ટમાં ઈશ્વર દેસાઈ જેઓ ચિંતન શાહની પાડોશમાં રહેતા હતા. જેઓને ચિંતન શાહે બોપલમાં સફલ ગાલા રીયલ્ટીમા આવેલો ફ્લેટ 60 લાખમાં વેચવાનું કહીને ટુકડે ટુકડે 30 લાખ પડાવ્યા હતા. ફરિયાદીએ દસ્તાવેજ માટે કહેતા ચિંતન શાહ બહાના બતાવતો હતો અને બાદમાં નવેમ્બરમાં દસ્તાવેજ કરી આપવાનું કહીને પતિ પત્ની ફરાર થઈ ગયા હતા. જે બાદ ફરીયાદીને જાણ થઈ હતી કે આ દંપતિએ તેમને વેચેલા ફ્લેટનો દસ્તાવેજ યતેન્દ્ર શાહ નામનાં વ્યક્તિને કરી આપ્યો છે. જેથી આ મામલે બોપલમાં ફરીયાદ નોંધાઈ હતી.

આ પણ વાંચો- Ahmedabad Crime: ચાંદખેડામાં નાગા સાધુએ કરામત કરી, હાથ મિલાવ્યો અને વીંટી ગાયબ કરી ફરાર

મહત્ત્વનું છે આ બંટી બબલીએ આ જ  પ્રકારે અન્ય લોકો સાથે પણ કરોડો રૂપિયાની ઠગાઈ આચરી હોવાની ચર્ચા ચાલી રહી છે. તેવામાં આરોપી ચિંતન શાહની અમદાવાદનાં સિંધુ ભવન રોડ પર આવેલી વૈભવી ઓફિસનું ભાડુ પણ ન આપી ફરાર થઈ જતા ઓફિસની બહાર જાહેર નોટીસ લગાડવામાં આવી છે. જેમાં ચિંતન શાહ ઓફિસનો સામાન મુકીને ફરાર થઈ ગયો હોવાનો ઉલ્લેખ કરાયો છે. તેવામાં અનેક લોકોને ઠગનાર અને નવેમ્બર મહિનાથી ફરાર આ દંપતિ પકડાય છે તે જોવાનું રહ્યું.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, Ahmedabad police, Bopal Area, Gujarati news, છેતરપિંડી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन