વિરમગામ-ધ્રાંગધ્રા હાઇવે પર 15 ફૂટ ઊંડા નાળામાં કાર ખાબકી, પતિ પત્નીનાં મોત

News18 Gujarati
Updated: March 11, 2020, 11:34 AM IST
વિરમગામ-ધ્રાંગધ્રા હાઇવે પર 15 ફૂટ ઊંડા નાળામાં કાર ખાબકી, પતિ પત્નીનાં મોત
કાર 15 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી

આ લોકોની કાર વણી અને કાંકરવાડી ગામ પાસેનાં નાળામાં ખાબકી હતી.

  • Share this:
અમદાવાદ : વિરમગામ-ધ્રાંગધ્રા હાઇવે (Viram Dhandandhra highway) પર કાર 15 ફૂટ નીચે નાળામાં પડતા પતિ અને પત્નીનાં (husband wife) મોત નીપજ્યાં છે. આ લોકોની કાર (car) વણી અને કાંકરવાડી ગામ પાસેનાં નાળામાં ખાબકી હતી. બનાવની જાણ થતા જ આસપાસનાં લોકો ઘટના સ્થળે ભેગા થયા હતાં. જે બાદ વિરમગામ પોલીસને (Viramgam police) જાણ કરવામાં આવી હતી.

હાલ પોલીસ આ મૃતકો અંગે તપાસ કરી રહી છે. તેઓ આ ઘટના કઇ રીતે બની તે અંગે કાર્યવાહી ધરીને તપાસ શરૂ કરી છે.

કાર


આ પણ વાંચો : LRD મહિલા ઉમેદવારોનું પરિણામ જાહેર કરાયું, ત્રણ દિવસ સુધી વાંધા રજૂ કરી શકાશે

મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા પણ આવો એક બનાવ સામે આવ્યો હતો. જેમા વડોદરાનો પરિવાર સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોઇને પરત આવતા હતા ત્યારે ડભોઇ પાસે આવેલી એક નર્મદા કેનાલમાં તેમની કાર ખાબકી હતી. જેમાં પતિ, પત્ની, બે બાળકો અને માતાનાં મોત નીપજ્યાં હતાં. આ લોકોનાં મૃતદેહ પાંચ દિવસ બાદ મળ્યા હતાં.

 
First published: March 11, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading