અમદાવાદ : પતિનું affair પકડ્યું, તો સાસુ-સસરા અને પતિએ પરિણીતાને ઉપરથી નીચે ફેંકી હત્યાની કોશિશ કરી


Updated: July 10, 2020, 11:27 AM IST
અમદાવાદ : પતિનું affair પકડ્યું, તો સાસુ-સસરા અને પતિએ પરિણીતાને ઉપરથી નીચે ફેંકી હત્યાની કોશિશ કરી
પ્રતિકાત્મક તસવીર

મહિલાને 2 બાળકો પણ છે, પરંતુ આરોપીને અન્ય સ્ત્રી સાથે અફેર હોવાનું સામે આવતા તે ઉશ્કેરાઈ ગયો અને હત્યાની કોશિશ કરી નાખી

  • Share this:
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક પરિણીતાને તેના પતિ, સાસુ,સસરાએ ઉપરથી નીચે ફેંકી હત્યાની કોશિશ કરી છે. આરોપી પતિ પત્ની ઉપર શંકા કરતો હતો પરંતુ પત્નીએ પતિના અન્ય યુવતી સાથેનુ સંબંધ પકડી પાડ્યું અને તે વાતથી ગુસ્સે થઈ આરોપીઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે.

મહિલાએ એ આરોપ સાથે ફરિયાદ દાખલ કરી છે કે, તેના સાસુ, સસરા અને પતિએ પેહલા માળેથી તેને નીચે પટકી હત્યાની કોશિશ કરી છે. મહિલાનો આરોપ છે કે, તેના પતિનો અન્ય સ્ત્રી સાથે સંબંધ છે અને જે તેને મોબાઈલમાં પકડી પાડ્યું. આ મામલે તેને પોતાના સસરા અને સાસુને જાણ કરી હતી. સાસુ, સસરાને જાણ કરતા પતિ ઉશ્કેરાઈ ગયો અને પત્નીને માર મારી બબાલ કરવા લાગ્યો.

આ પણ વાંચો  - રાજકોટ : ચોથા પ્રેમલગ્ન માટે પતિએ પત્નીને કારની અડફેટે લઈ હત્યાનો કર્યો પ્રયાસ, Live અકસ્માત Video

મળતી માહિતી પ્રમાણે મહિલાના, ફરિયાદી મહિલાના લગન 2010માં થયેલ અને 2 મહિના બધું સારું ચાલ્યા બાદ પતિ મહિલા પર શંકા રાખી બબાલ કરતો હતો. પરંતુ ઘર ના તૂટે તે માટે મહિલાના માતા-પિતાએ સમજાવી ઝગડો શાંત કરાવતા હતા.

મહિલાને 2 બાળકો પણ છે, પરંતુ આરોપીને અન્ય સ્ત્રી સાથે અફેર હોવાનું સામે આવતા તે ઉશ્કેરાઈ ગયો અને હત્યાની કોશિશ કરી નાખી. મહિલાનો આરોપ એ પણ છે કે, તેના સાસુ-સસરા પિયરમાંથી 5 લાખ લાવવાનું દબાણ પણ કરી રહ્યા હતા. નોંધનીય છે કે સમગ્ર મામલે પોલીસે હાલ ફરિયાદ લઈ આરોપીને પકડવા કાર્યવાહી શરૂ કરી છે.
Published by: kiran mehta
First published: July 9, 2020, 7:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading