અમદાવાદ : હૉસ્પિટલમાં સાસુની સેવા કરતા પુત્રવધૂને લાગ્યું ઇન્ફેક્શન, કોરોના હોવાનું માની સાસરિયાઓએ કાઢી મૂકી


Updated: July 8, 2020, 9:12 AM IST
અમદાવાદ : હૉસ્પિટલમાં સાસુની સેવા કરતા પુત્રવધૂને લાગ્યું ઇન્ફેક્શન, કોરોના હોવાનું માની સાસરિયાઓએ કાઢી મૂકી
પ્રતિકાત્મક તસવીર

મહિલાએ પતિ પાસે બાળકોના ભણતર માટે ખર્ચ માંગતા પતિએ છૂટાછેડા લેવાનું કહી દીધું અને મકાન પણ ખાલી કરવા દબાણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. 

  • Share this:
અમદાવાદ : શહેરના (Ahmedabad) પોષ વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ (Woman) તેના સાસરિયાઓ (in laws) સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના સાસરિયાઓ તેને ત્રાસ આપતા હતા. જ્યારે તેની સાસુને એટેક આવ્યો ત્યારે તેમની સેવા કરવા તે ગઈ હતી. ત્યાં હોસ્પિટલની અવર જવર કરતા તેને કોઈ પ્રકારનું ઇન્ફેક્શન લાગ્યું હતું. સાસરિયાઓએ આ પુત્રવધૂને કોરોનાનું ઇન્ફેકશન લાગ્યું હોવાનું માનીને કાઢી મૂકી હોવાનો આક્ષેપ કર્યો છે. આટલું જ નહીં પણ બાદમાં મહિલાએ પતિ પાસે બાળકોના ભણતર માટે ખર્ચ માંગતા પતિએ છૂટાછેડા લેવાનું કહી દીધું અને મકાન પણ ખાલી કરવા દબાણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે.

આનંદનગર રોડ પર આવેલા એક ફ્લેટમાં 35 વર્ષીય મહિલા તેના બે બાળકો સાથે રહે છે. આ મહિલાના વર્ષ 2010 માં લગ્ન થયા હતા. મહિલાનો પતિ સિવિલ એન્જીનીયરીંગને લગતો વ્યવસાય કરે છે. વડોદરા ખાતે લગ્ન થયા બાદ મહિલા તેના પતિ સાથે અમદાવાદ ખાતે રહેવા આવી હતી. મહિલાનો આક્ષેપ છે કે, તેનો પતિ વર્ષ 2014માં બિઝનેસ માટે દુબઈ ગયો  હતો. ત્યારે સાસુએ તેને કાઢી મૂકી માતાના ઘરે મોકલી દીધી હતી. આટલું જ નહીં પણ મહિલા પહેલા જ્યારે નોકરી કરતી હતી ત્યારે તેનો પગાર પણ સાસરિયાઓ લઈ લેતા અને ઝગડા કરી માર મારતા હતા. લૉકડાઉન સમયે મહિલાની સાસુ બીમાર રહેતા તેનો પતિ મહિલાને મૂકીને વડોદરા જતો રહ્યો હતો.

ગત 3 મેના રોજ મહિલાના પતિએ જાણ કરી કે, તેમની માતાને એટેક આવ્યો છે. જેથી આ મહિલા સાસુની સેવા ચાકરી કરવા વડોદરા ગઈ હતી. બાદમાં મહિલાની સાસુને બાયપાસ સર્જરી કરાવી હતી. આ દરમિયાન મહિલાને હૉસ્પિટલ અવાર નવાર આવવા જવાનું થતા તેને કોઈ ઇન્ફેક્શન લાગી ગયું હતું. જેથી મહિલાની સાસુ, પતિ, નણંદ અને નણદોઈએ આ મહિલાને કોરોના વાયરસનું ઇન્ફેક્શન હોવાનું માનીને તેને કાઢી મુકી હતી.

આ પણ વાંચો - સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે ખંભાળિયામાં 12 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો

પતિએ અમદાવાદ સારવાર કરાવવાનું કહીને કાઢી મુકતા આ મહિલા 30 મેના રોજ અમદાવાદ આવી ગઈ હતી.  અહીં આવી મહિલાએ તેની સારવાર ફેમિલી ડૉકટર પાસે કરાવી હતી. બાદમાં બાળકોના ભણતર માટે ખર્ચ માંગતા પતિ આવેશમાં આવી ગયો અને તેને સાથે નથી રહેવાનું ડિવોર્સ લેવાના છે તેમ કહી વકીલની સલાહ લેશે તેવું કહી દીધું હતું. આટલુ જ નહીં પણ અમદાવાદનું ઘર તેની માલિકીનું હોવાનું કહીને પતિએ ખાલી કરવા દબાણ કર્યું હતું.

આ પણ જુઓ - 

આખરે મહિલાનો કોઈ આશરો ન રહેતા તેણે આનંદનગર પોલીસનો સંપર્ક સાધી પતિ, સાસુ, નણંદ અને નણંદોઈ સામે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - અલર્ટ! WHOએ સ્વીકાર્યું- કોરોના સંક્રમણ હવાથી ફેલાવાના પુરાવા મળ્યા
Published by: Kaushal Pancholi
First published: July 8, 2020, 9:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading