Home /News /madhya-gujarat /હે ભગવાન! વહુ કામ કરે છે કે નહીં તે તપાસવા સસરાએ ઘરમાં લગાવ્યા CCTV, પછી...

હે ભગવાન! વહુ કામ કરે છે કે નહીં તે તપાસવા સસરાએ ઘરમાં લગાવ્યા CCTV, પછી...

ત્રણ વાર તલાક બોલીને ઘરમાંથી કાઢી મૂકી હતી (પ્રતિકાત્મક તસવીર)

Ahmedabad news: દીકરીના હૃદયના ધબકારા ઓછા અને તેની ગરદન થોડી વાંકી હોવાથી સારવાર બાબતે તેના પતિને અને સાસરિયાઓને કહેતા એ લોકોએ સારવાર કરાવવાની ના પાડી દીધી હતી.

અમદાવાદ: શહેરમાં (Ahmedabad) રહેતી એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતી (married woman) ઘરે કામ કરે છે કે નહિ તે તપાસવા માટે સસરાએ ઘરમાં સીસીટીવી (CCTV) ફૂટેજ લગાવ્યા હતા. એટલું જ નહીં, અવારનવાર દહેજ માંગી સાસરિયાઓ યુવતીને ત્રાસ આપતા હતા અને તેનો પતિ પણ તેને ખૂબ માર મારતો હતો. જ્યારે યુવતીએ બાળકીને જન્મ આપ્યો ત્યારે તેને શારીરિક ખોડ હતી તો સાસરિયાઓએ તેની સારવાર કરાવવાની પણ મનાઈ કરી દીધી. આખરે કંટાળીને યુવતીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના જુહાપુરામાં રહેતી 25 વર્ષીય યુવતીના વર્ષ 2019માં બોટાદ ખાતે રહેતા એક યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ આ યુવતી તેના સાસરે રહેવા ગઇ હતી અને લગ્ન બાદ તેના પતિથી સંતાનમાં એક દીકરી નો જન્મ થયો હતો. લગ્નના છ મહિના સુધી સાસરિયાઓએ તેને સારી રીતે રાખી હતી. બાદમાં યુવતીની સાસુ 'તારા બાપની ખુબ રિક્ષાઓ ફરે છે તેમ છતાં સાવ ઓછું દહેજ આપ્યું છે' તેમ કહી કામકાજ બાબતે ઝઘડો કરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આટલું જ નહીં તેનો પતિ પણ તેને માર મારી મારા માતા-પિતાના કહેવાથી લગ્ન કર્યા છે તું મને બિલકુલ ગમતી નથી તેમ કહી અવારનવાર શારિરીક માનસિક ત્રાસ આપતો હતો.

યુવતીના સસરાએ યુવતી ઘરમાં કામ કરે છે કે નહીં, તેની દેખરેખ રાખવા માટે ઘરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. ત્યારે યુવતી થાકીને આરામ કરે તો તેના સસરા તેની પાસે આવીને બોલાચાલી ઝઘડો કરી કહેતા હતા કે, તું જ્યાં સુધી તારા પિયરમાંથી પૈસા નહીં લાવે ત્યાં સુધી તને નોકરાણીની જેમ કામ કરાવીશું. જ્યારે પણ યુવતી બીમાર પડે ત્યારે તેના પતિને સારવાર કરાવવાનું જણાવે તો તેનો પતિ તારા બાપા પાસેથી પૈસા લઈ આપ તેમ કહી ઝઘડો કરતો હતો.

તેનો પતિ રાત્રે મોડો આવે અથવા ક્યારેક આખી રાત ઘરે ન આવે અને આ યુવતી તેને તે બાબતે પૂછે તો પણ તેને માર મારતો હતો. યુવતીએ દીકરીને જન્મ આપ્યો તો તેના સાસરિયાઓએ જણાવ્યું કે, અમારે તો દીકરો જોઈતો હતો આનો ખર્ચ કોણ ઉપાડશે તમે દહેજમાં કંઈ જ આપ્યું નથી. તેમ કહી તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો - અમદાવાદની મહિલાનો ચોંકાવનારો આક્ષેપ, 'બાયસેક્સ્યુઅલ પતિ હોટલોમાં લઈ જઈને ગુજારતો રેપ, મિત્ર સંબંધ બાંધતો વીડિયો બનાવતો'

યુવતીએ દીકરીને જન્મ આપ્યા બાદ દીકરીના હૃદયના ધબકારા ઓછા હોવાથી અને તેની ગરદન થોડી વાંકી હોવાથી સારવાર બાબતે તેના પતિને અને સાસરિયાઓને કહેતા એ લોકોએ સારવાર કરવાની મનાઈ કરી દીધી હતી અને જિયાણામાં આવેલા રૂપિયા પાછા માંગી સારવાર કરાવવાનું કહેતા સાસરિયાઓએ દીકરી કાલે મરતી હોય તો આજે મરી જાય તમારું બાળક છે તમારે વધારે ચિંતા હોય તો તમે જ સારવાર કરાવી લો તેમ કહી ઝઘડો કર્યો હતો.

આ પણ વાંચો - બેદરકાર વાહન ચાલકો, 79% લોકો E memo ભરતા જ નથી

જ્યારે એકવાર યુવતીના પતિ સાથે યુવતીના પતિએ તેની સાથે ઝઘડો કરી તું મને છૂટાછેડા આપી દે મારે તારી સાથે રહેવું નથી અને બીજા લગ્ન કરવા છે તેમ કહી ઉશ્કેરાઈ તેને લાફા મારી બધાની હાજરીમાં ત્રણ વાર તલાક કહી દેતા યુવતીએ કંટાળીને આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Pati patni aur woh, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन