પેટમાં બીજાનું બાળક હોવાનું કહી સાસરિયાએ મહિલાની હત્યા કર્યાનો આક્ષેપ

News18 Gujarati
Updated: October 19, 2018, 7:57 AM IST
પેટમાં બીજાનું બાળક હોવાનું કહી સાસરિયાએ મહિલાની હત્યા કર્યાનો આક્ષેપ

  • Share this:
અમદાવાદના ચાંદખેડામાં ગર્ભવતી મહિલાને તેના સાસરીયાઓ સતત ત્રાસ આપતા પરંતુ પુત્રીનો સંસાર ન બગડે તે માટે પિયરમાંથી તેને દર વખતે સમજાવવામાં આવતી હતી. આ ત્રાસ એટલી હદે હતો કે પરિણિતા પર તેના સગા સસરા પણ ઘણી વખત બદદાનત રાખતા હોવાનો આક્ષેપ પરિણિતાએ તેના પરિવારજનોને જણાવ્યું હતું. તારા પેટમાં મારું બાળક નથી તેમ પતિ તેની પત્નીને હેરાન કરતો હતો. અંતે તેના પતિએ અને સાસરિયા મળી પરિણિતાની હત્યા કર્યા હોવાનો આક્ષેપ મૃતકના પિતાએ કર્યો છે.

આ દરમિયાન પરિણિતા ગર્ભવતી હતી અને તેને તેના સાસરીયાઓ પોતાના વતનમાં લઇ જવાનુ કહીને ઘરેથી નીકળ્યા હતા. એકાએક પરિણિતાના પરિવારજનોને ફોન આવ્યો કે તમારી દીકરી ટ્રેનમાં ક્યાંય નથી જેથી પરિણિતાના પિયરના સભ્યોએ અમદાવાદમાં પોલીસને જાણ કરી પરંતુ થોડા દિવસ બાદ પરિણિતાના લાશ ઉત્તર પ્રદેશથી મળતા આખરે સાસરીયા સામે હત્યાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, લાલસિંહ પ્યારેલાલ દિવાકર (ઉવ,54,રહે નાગોરીની ચાલી, ગોમતીપુર) સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેમને સાત સંતાન છે જેમાં ટીના (ઉવ,25)ના લગ્ન સામાજીક રીતિ-રિવાજો સાથે ચાંદખેડામાં રહેતા અને મુળ ઉત્તરપ્રદેશમાં રહેતા શંકર નામના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ તેને તેના સાસરીયામાં અવાર નવાર પરેશાન કરવામાં આવતી હતી. આ અંગેની જાણ ટીનાએ અનેક વાર તેના પિતાને કરી હતી, પરંતુ ઘર સંસાર તુટે નહી તે માટે તેઓ તેને સમજાવીને પરત મોકલી દેતા હતા.

શું છે ઘટના ?

ટીનાએ(મૃતક) ઘણી વાત તેના પિતાને જણાવ્યું હતું કે તેના સસરા તેની સામે ખરાબ નજર નાખે છે. તેમજ તેનો પતિ શંકર તેને કહે છે કે તેની ગર્ભમાં જે બાળક છે તે તેનુ નથી. આ વાતોથી સતત પરેશાન રહેતી ટીના રોજ રોજ ત્રાસ સહન કરતી હતી. આ દરમિયાન 5મી ઓગષ્ટના રોજ ટીનાના સસરા ટીનાના પિતાને મળતા તેમના ઘરે ગયા હતા. અને જણાવ્યું કે તમારી દીકરી ટીના પતિ શંકર અને તેમની દિકરી મિષ્ટી સાબરમતી રેલ્વે સ્ટેશનનેથી ગોરખપુર એક્સપ્રેસમાં તેમના વતન ઉત્તર પ્રદેશ જવા નીકળ્યા હતા. છેલ્લે તેમણે ટ્રેનમાં સાથે જમ્યા હતા બીજા દિવસે સવારે ઉઠતા ટીના ટ્રેનમાં ન હતી. જે અંગેની જાણ તેમણે પોલીસમાં કરી ન હતી. બાદમાં એક દિવસ ટીનાના સસરાનો ફરીથી ફોન આવ્યો કે અમારા એક સ્વજને ટીનાને દિલ્હીમાં રીક્ષામાં જોઇ હતી. ટીના ગુમ થઇ ત્યારે સાત મહિનાની ગર્ભવતી હતી.પોતાની દીકરી ગુમ થઇ છે અને તેના સાસરીયાઓ યોગ્ય વાત ન કરતા ટીનાના પિતાએ તેની દીકરી ગુમ થવા અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
First published: October 18, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading