અમદાવાદ : ડિસેમ્બર મહિનો શરૂ થતાની સાથે જ રાજ્યમાં NRI લગ્નોની મોસમ ખીલશે. દીકરીને વિદેશમાં પરણાવા માંગતા વાલીઓ માટે અમદાવાદનો એક કિસ્સો લાલબત્તી સમાન છે. અમદાવાદના મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં નારણપુરા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ અમેરિકામાં રહેતા સાસુ-સસરા, પતિ અને નણંદ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથેની ફરિયાદ નોંધાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની પરિણીતાને લગ્ન કરી અમેરિકામાં હ્યુસ્ટન લઈ ગયેલો પતિ તેને અસહ્ન વેદના આપતો હતો. પતિ એટલો વિકૃત થઈ ગયો હતો કે તે પત્નીને જબરદસ્તી બ્લૂ ફિલ્મ બતાવી શારીરિક સંબંધ બાંધતો હતો. પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે એવું કહી પતિ અમદાવાદની મહિલાને અમેરિકાથી મંબઈ મૂકી ગયો હતો અને ત્યારબાદ તેને તરછોડી દીધી હતી. આ સમગ્ર મામલે પરિણીતાએ અમદાવાદમાં પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનો અહેવાલ છે.
અમેરિકામાં લગ્ન અને વિશ્વાસઘાત
અમદાવાદના નારણપુરામાં રહેતી એક પરીણિતા જુહી (નામ બદલ્યું છે)નું લગ્ન હ્યસ્ટન અમેરિકામાં રહેતા સુહાસ (નામ બદલ્યુ છે) સાથે વર્ષ 2015માં થયું હતું. સુહાસ મુંબઈનો રહેવાસી હતો અને અમેરિકાના હ્યુસ્ટનમાં સ્થાયી થયો હતો. લગ્નના બીજા દિવસે સુહાસ અને તેનો પરિવાર અમેરિકા જતો રહ્યો હતો. લગ્ન બાદ અમેરિકા ગયેલી જુહીને સાસરિયા અને પતિ સારી રીતે રાખતા નહોતા. જુહીને અમદાવાદ માતાપિતા સાથે વાતચીત પણ કરવા દેતા નહોતા. આમ અમદાવાદની આ યુવતીને અમેરિકાના લગ્નમાં વિશ્વાસઘાત થયો હતો.
આ પણ વાંચો : રૂપાણી સરકારની કબૂલાત : ગુજરાતમાં દર સાત કલાકે એક દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે
પતિ બ્લૂ ફિલ્મ બતાવતો, પત્ની નોનવેજ ન ખાતી હોવાથી ભુખી રહેતી!
આ જઘન્ય ઘટનાક્રમમાં જુહીએ એવો પણ ખુલાસો કર્યો છે કે તેનો પતિ સુહાસ નોનવેજ ખાતો હતો અને તે વેજીટેરિયન હતી. દરમિયાન સુહાસ બહારથી નોનવેજ મંગાવી લેતો અને જુહીને ભુખ્યા રહેવું પડતું હતું. સુહાસની વિકૃતી એટલી હદે વધી ગઈ હતી કે તે પત્નીને બ્લૂ ફિલ્મ દર્શાવી શારીરિક સંબંધો બાંધતો હતો.
આ પણ વાંચો : અમદાવાદમાં 335 કરોડ રુપિયાના ખર્ચે નવા 7 ફલાય ઓવરબ્રીજનું નિર્માણ થશે
પત્નીના અંગત ફોટા મંગાવ્યા કેસ કર્યો તો વાઇરલ કરવાની ધમકી આપી
દરમિયાન જુહીના વિઝા ન થયા હોવાથી તે પિયરમાં જ રહેતી હતી ત્યારે પતિએ ગત નવેમ્બરમાં તેની પાસે અંગત તસવીરો મંગાવી હતી. આ સમગ્ર મામલે જ્યારે તેણે ફરિયાદ કરી તો પતિ સુહાસે તેની અંગત તસવીરો વાઇરલ કરી દેવાની ધમકી પણ આપી હતી.