પાટીદાર નેતા હાર્દિક પટેલે પોતાના અનિશ્ચિત ભૂખ હડતાળના નવમા દિવસે રવિવારે પોતાની વસિયત જાહેર કરી છે. તે પોતાના સમાજ માટે આરક્ષણ અને ખેડૂતોના દેવા માફીની માંગને લઈ ભૂખ હડતાલ પર છે. એક પાટીદાર નેતાએ કહ્યું કે, હાર્દિકે પોતાના માતા-પિતા, એક બહેન, 2015માં કોટા આંદોલન સમયે મરી ગયેલા 15 યુવાનોના પરિવારજનો અને પોતાની ગામ પાસે આવેલી એક પાંજરાપોળ વચ્ચે પોતાની સંપત્તિ વહેંચી છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રવક્તા મનોજ પનારાએ અમદાવાદમાં હાર્દિક પટેલના નિવાસ સ્થાન પર પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, હાર્દિકે પોતાના મૃત્યુ બાદ પોતાની આંખો દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અહી તે 25 ઓગષ્ટથી ભૂખ હડતાળ પર છે. તૃણમૂલ કોંગ્રેસ, રાકાંપા અને રાજદ સહિત વિભિન્ન રાજકિયદળોના નેતાઓ અને પ્રતિનીધિઓએ છેલ્લા નવ દિવસમાં હાર્દિક પટેલની મુલાકાત કરી છે. જોકે, ભાજપ સરકાર તરફથી હજુ સુધી કોઈ પ્રતિનીધિએ મુલાકાત કરી નથી.
પનારાએ દાવો કર્યો છે કે, હાર્દિક પટેલનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. તેણે છેલ્લા નવ દિવસથી કઈ જ ખાધુ નથી. તેણે 36 કલાક સુધી પાણીનો પણ ત્યાગ કર્યો હતો. તેમણે કહ્યું કે, હાર્દિક પટેલે પોતાના ખરાબ સ્વાસ્થ્ય માટે ડોક્ટરની સલાહ પર વિચાર કરીને વસિયત તૈયાર કરી છે.
સરકારી હોસ્પિટલના ડોક્ટર હાર્દિક પટેલની સારવાર માટે ગયા હતા, તેમણે જણાવ્યું કે, અમે હાર્દિક પટેલને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી છે. તેનું યુરિન અને બ્લડ પ્રેશર સામાન્ય છે. પરંતુ તે લોહીનો ટેસ્ટ કરાવવા માટે તૈયાર નથી.
શું છે હાર્દિકના વસિયતનામામાં?
હાર્દિકે ગઈ કાલે રવિવારે પોતાનું વસિયતનામું જાહેર કર્યું છે. તેના વસિયતનામામાં વારસદારમાં તેના માતા-પિતા અને બહેન છે. હાર્દિક પાસે એક્સિસ બેન્કમાં 50 હજારની રોકડ રકમ છે. આ રકમમાંથી 20 હજાર માતા-પિતા અને 30 હજાર વીરપુરની ગૌશાળામાં આપવાનું વસિયતમાં લખવામાં આવ્યું છે. હાર્દિક પાસે એક મેક્સ લાઈફ ઈન્શ્યોરન્સ પણ છે. હાર્દિક પાસે એક કાર છે. હાર્દિકના વસિયતનામામાં લખવામાં આવ્યું છે કે, તેના જીવન આધારિત પુસ્તકની જે રોયલ્ટી આવે તેમાંથી માતા-પિતા, બહેન અને 14 શહીદ પાટીદાર પરિવારને આપવામાં આવશે. હાર્દિક પટેલે આ સિવાય તેના મૃત્યુ બાદ નેત્રદાન કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર