અમદાવાદ : શહેરની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્કોડે દાણીલીમડાના ઇન્ડ્રસ્ટ્રીયલ હબમાંથી 37 બાળકોને બાળક મજૂરીમાંથી મુકત કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે. અમદાવાદની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્કોડને એક બાતમી મળી હતી કે, અમદાવાદના દાણીલીમડાના ઇન્ડ્રસ્ટ્રીયલ હબની અમુક ફેકટરીઓમાં બાળકોને બાળમજૂરી કરાવવામાં આવી રહી છે, જેને પગલે એન્ટીહ્યુમન ટ્રાફિકિંગ સ્કોડે ગઈ સાંજે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ.
સ્કોડને અલગ અલગ એકમોમાંથી કુલ 37 બાળકો બાળમજૂરી કરતા મળી આવ્યા હતા. જે તમામ બાળકોને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્કોડે સહી સલામત છુટકારો કરાવી બાળ સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવ્યા હતા.
હ્યુમન ટ્રાફિકિંગ સ્કોડે દાણીલીમડાના સિકન્દર માર્કેટના આસપાસના 5થી 7 એકમમાં રેડ કરી હતી, જેમાં જીન્સ બનાવવાની ફેકટરી ડાઇંગની ફેક્ટરી સહીતના એકમમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડા કરતા બિહાર ઉત્તરપ્રદેશ સહીત વેસ્ટ બંગાળના 37 બાળકોનો કબ્જો મળ્યો હતો, જેમાં આ તમામ બાળકો ને 12 કલાક કામ કરવામાં આવતું હતુને માત્ર 6 હજારનો જ પગાર આપવા માં આવતો હતો.
પોલીસે હાલ એ તપાસ શરુ કરી છે કે, આ તમામ બાળકો કોના માધ્યમથી ગુજરાત આવ્યા હતા અને આ તમામ એકમના માલિક કોણ કોણ છે. આ મામલે મહિલા ક્રાઈમ બ્રાન્ચના acp મીની જોસેફનું કહેવું છે કે, હાલ તપાસ ચાલુ છે અને અન્ય લોકોના નામ પણ સામે આવી શકે છે.