અમદાવાદ : આત્મનિર્ભર લોનના ફોર્મ લેવા બેંકો બહાર લોકોની ભારે ભીડ


Updated: May 22, 2020, 4:24 PM IST
અમદાવાદ : આત્મનિર્ભર લોનના ફોર્મ લેવા બેંકો બહાર લોકોની ભારે ભીડ
અમદાવાદ : આત્મનિર્ભર લોનના ફોર્મ લેવા બેંકો બહાર લોકોની ભારે ભીડ

આત્મનિર્ભર યોજના અન્વયે 1 લાખ સુધીની લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસના વધતા કેસને પગલે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાયું છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર બનવાનો સંદેશ જનતાને આપ્યો જે માટે આત્મનિર્ભર યોજના અન્વયે 1 લાખ સુધીની લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં લોનના ફોર્મ લેવા બે દિવસથી લોકો બેંકો પર પડાપડી કરી રહ્યા છે.

કોરોના વાયરસના વધી રહેલા કેસો અને બે મહિનાથી કરવામાં આવેલા લોકડાઉનના કારણે ઘણા મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની હાલત કફોડી બની છે. તેવામાં કેન્દ્ર સરકાર દ્વારા લોકોને આત્મનિર્ભર કરવાની યોજના શરૂ કરી છે અને લોકોને 25 હજારથી માંડી 1 લાખ રૂપિયાની લોન કેન્દ્ર સરકારે જાહેર કરી છે. તે માટેના ફોર્મ લેવાની અને ત્યારબાદ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. જેને લઈને બેંકો પર ફોર્મ લેવા માટે લોકોનો ભારે ઘસારો કો. ઓપરેટિવ બેંકો પર થઇ રહ્યો છે. લોકોના ટોળે ટોળા બેંકો પર પહોંચી રહ્યા છે જેના કારણે બેંકોએ ટોળાને કન્ટ્રોલ કરવા અઘરા થઈ રહ્યા છે સાથે સાથે લોકોની ભીડ અને લાઈન થઈ રહી છે તેમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું નથી.

આ પણ વાંચો - કોંગ્રેસ પ્રવક્તા સંજય ઝાનો કોરોના પોઝિટિવ, કહ્યું વાયરસને હળવાશથી ન લો, કોઈને પણ થઈ શકે છેએક તરફ કોરોના સંક્રમિતના કેસો વધી રહ્યા છે તેવામાં શહેરના બાપુનગર વિસ્તારમાં સૌરાષ્ટ્ર કો. ઓપરેટિવ બેન્કના ભીડના દ્રશ્યો સામે આવ્યા છે. વહેલી સવારથી લોકો બેંક બહાર લાઈન લગાવી ઉભા રહી ગયા હતા અને 11 વાગે બેંક ખુલતા ખબર પડી કે લોન માટેના ફોર્મ નથી. જેથી કલાકો સુધી ફોર્મ માટે રાહ જોઈને ઉભેલા લોકોમાં રોષ ફેલાયો હતો. લોકોના ટોળા કન્ટ્રોલ કરવા પોલીસ પહોંચી હતી અને ટોળાને વિખેર્યા હતા.

અન્ય વિસ્તારોમાં પણ બેંકો બહાર લોકોની કતારો ફોર્મ લેવા માટે જોવા મળી હતી. મહત્વનું છે કે સરકાર દ્વારા આત્મનિર્ભર યોજના અંતર્ગત લોન આપવાની યોજના જાહેર કરાઈ છે.
First published: May 22, 2020, 4:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading