હાઇ સિક્યોરિટી નંબર પ્લેટના નામે છેતરાય છે ગ્રાહકો, ડિલરોને લાગી લૂંટની લોટરી

News18 Gujarati
Updated: May 8, 2018, 6:24 PM IST
હાઇ સિક્યોરિટી નંબર પ્લેટના નામે છેતરાય છે ગ્રાહકો, ડિલરોને લાગી લૂંટની લોટરી

  • Share this:
કરપ્શન પર કાબુ કરવા અને ક્રાઇમને રોકવા. સરકારે હાઇસિક્યોરીટી નંબર પ્લેટ ફરજીયાત કરી, પરંતુ નંબર પ્લેટ બદલવા માટે આવતા ઘસારાને તંત્ર પહોંચી ન વળ્યું, અને ડિલરોને નંબર પ્લેટ બદલવાની સત્તા આપી, અને જાણે કે, ડિલરોને લાગી લૂંટની લોટરી. આવો જોઇએ RTOનો આંધળો પાટો.

વાહનોમાં સમયસર સિક્યોરીટી લાગી જાય તે માટે સરકારે ડીલરોને હાઈસિક્યુરિટી નંબર પ્લેટ લગાવવાની અપ્રુવલ આપી, અને આ અપ્રુવલ સાથે જાણે કે, ડિલરોને લૂંટની લોટરી લાગી. નિયમોને નેવે મુક્યા અને કાયદાનો કાગળ ઘોળીને પી ગયા, અને ચાલુ કરી દીધી ઉઘાડી લૂંટ. સરકારે ટુ વ્હીલરની નંબર પ્લેટ માટે ૨૪૫.૦૨, થ્રી વ્હીલર માટે ૨૮૫.૦૨ જ્યારે ફોર વ્હીલર માટે ૫૭૭ રૂપિયા નક્કી કર્યા છે, પરંતુ આ નિયમને ડિલરોએ કાગળનો વાઘ બનાવી દીધો. અનેક ફરિયાદો બાદ ન્યુઝ ૧૮ ગુજરાતી રિયાલીટી ચેક કરવા બોપલના વ્રજ શોરૂમ પર પહોંચ્યું. તો જોઈએ અહીં મેડમે શું કહ્યું.

રિપોર્ટર: મેડમ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવી છે

ડીલર: બનાવવાની છે ?
રિપોર્ટર: હા
ડીલર: ટુવ્હીલરના ૬૦૦ અને ફોર વ્હીલરના ૧૦૦૦રિપોર્ટર: તો આપણે અપોઇમેન્ટ લેવાની હોય છે ?
ડીલર: ના. અહીં તમે આર.સી.બુક અને આઇડી પ્રુફની ઝેરોક્ષ આપી દેજો
રિપોર્ટર: તો શનિવારના ચાલે ?
ડીલર: શેના માટે ?
રિપોર્ટર: નંબર પ્લેટ માટે
ડીલર: એ તો અમે ફોન કરી દઇશું પ્લેટ આવી જશે એટલે. ફોન નંબર લઇ જ લઇએ છીએ કસ્ટમરના

NEWS 18 GUJARATIની ટીમ બોપલથી ચાંદલોડીયાના રેન્જ હોન્ડા શો રૂમ પર પહોંચી. જ્યાં પણ ટુ વ્હીલર અને ફોર વ્હીલર નંબર પ્લેટ માટે સરખા ભાવ સાંભળવા મળ્યા. શો રૂમના અધિકારીએ પાવતી આપવાની પણ વાત કરી એટલે અમે ૬૦૦ રૂપિયા ભરી દીધા, અને અમને જે પાવતી આપવામાં આવી તેમના ના તો ક્યાંય શો રૂમનું નામ હતું ના તો કંપનીનું.

સરકારે ડિલરોને નિયત કરેલા ભાવ જ લેવા અને દુકાન બહાર સર્વિસ ચાર્જનું બોર્ડ મુકવા પણ આદેશ કર્યો છે, પણ ડિલરોને જાણે કે લૂંટનો પરવાનો મળી ગયો. જેનાથી સરકાર પણ અજાણ નથી. ત્યારે પ્રજાની તિજોરી પર પડતા આ માર માટે જવાબદાર કોણ. ડિલરોને કોણે આપ્યો લૂંટનો પરવાનો. આ સવાલનો જવાબ મેળવવા પ્રજાજનો મથી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આજે HSRP નંબર પ્લેટ લગાવવાની મુદ્દત વધારવામાં આવી છે. 31 જુલાઈ સુધી HSRP નંબર પ્લેટ લગાવી શકાશે. 30 એપ્રિલે મુદ્દત થઈ હતી પૂર્ણ.
First published: May 8, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading