કેવી રીતે ભણશે ગુજરાત ? 29 જુલાઈથી એકમ કસોટી છે, ત્યારે વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો તો પહોંચ્યા નથી


Updated: July 15, 2020, 6:14 PM IST
કેવી રીતે ભણશે ગુજરાત ? 29 જુલાઈથી એકમ કસોટી છે, ત્યારે વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો તો પહોંચ્યા નથી
પ્રતિકાત્મક તસવીર

એટલું જ નહીં ટીવીના માધ્યમથી વિધાર્થી સમજ્યો છે કે નહીં અને તેને કોઈ પ્રોબ્લેમ છે તો તે સોલ્વ કેવી રીતે કરે તે પણ સવાલ છે.

  • Share this:
અમદાવાદ: એકતરફ શિક્ષણ વિભાગ દ્વારા 29મી જુલાઈથી વિધાર્થીઓની એકમ કસોટી લેવાનું આયોજન તો કરી દીધું છે. પણ જોવા જેવી વાત તો એ છે કે વિદ્યાર્થીઓ સુધી મહત્વના વિષયના પુસ્તકો તો પહોંચ્યા નથી. તો પછી વિદ્યાર્થીઓ એકમ કસોટી આપશે કેવી રીતે તે એક સૌથી મોટો સવાલ છે અને તંત્રના આવા અણઘડ આયોજનમાં કેવીરીતે ભણશે ગુજરાત તે સવાલ પણ ચર્ચાઈ રહ્યો છે.

નવુ શૈક્ષણીક વર્ષ શરૂ થયુને એક મહિનાથી વધુનો સમય થઇ ચુક્યો છે, તેમ છતાં સ્કુલોમા પુસ્તકો પહોચાડી શકાયા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલીત અનેક સ્કુલોમાં અંગ્રેજી માધ્યમના અમુક પુસ્તકોના સેટ પહોચ્યા નથી. જેથી એ પુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકાયા નથી.

કોરોનાને લઇને હાલમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ટીવીના માધ્યમથી શિક્ષણ આપવામા આવી રહ્યુ છે ત્યારે વિદ્યાર્થીઓ પુસ્તક વગર કેવી રીતે અભ્યાસ કરશે તે પ્રશ્ન છે. સ્કૂલ બોર્ડના સભ્ય નાગજીભાઈ દેસાઈ જણાવે છે કે પુસ્તકોની વાત કરવામા આવે તો સમાજશાસ્ત્ર, વિજ્ઞાન અને ભાષાના પુસ્તકોના અમુક સેટો વિદ્યાર્થીઓ સુધી પહોચી શક્યા નથી. તો પછી એ વિષયનું વિદ્યાર્થીઓ શું ભણશે.

રાજ્ય સરકાર દ્વારા આગામી 29મી જુલાઇથી એકમ કસોટી લેવાનુ આયોજન કરવામા આવ્યુ છે ત્યારે વિદ્યાર્થીઓ પુસ્તક વગર કેવી રીતે અભ્યાસ કરશે તે પ્રશ્ન છે. એક બાજુ શિક્ષકોને પણ કોરોનાના સર્વેની કામગીરી સોંપવામા આવી છે, જેનાથી વિદ્યાર્થીઓને નુકસાન થઇ રહ્યુ છે.

સ્કુલ બોર્ડના ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમર ખુદ માની રહ્યા છે કે, સ્કુલોમાં પુસ્તકો પહોંચ્યા નથી ત્યારે વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં ટીવીના માધ્યમથી વિધાર્થી સમજ્યો છે કે નહીં અને તેને કોઈ પ્રોબ્લેમ છે તો તે સોલ્વ કેવી રીતે કરે તે પણ સવાલ છે.

મહત્વનું છે કે, એક તરફ અમદાવાદ સ્કૂલ બોર્ડ અદ્યતન શાળા અને સ્માર્ટ એજ્યુકેશન વિદ્યાર્થીઓ ને આપી ખાનગી શાળાઓને હંફાવવાની વાતો કરે છે. બીજીતરફ સ્કૂલ અને વિદ્યાર્થીઓ સુધી પુસ્તક પહોંચવામાં તંત્રની જ કસોટી થઈ રહી છે. અધૂરામાં પૂરૂ સ્કુલો શરૂ થઇ નથી અને બીજીબાજુ પુસ્તકો વગર વિદ્યાર્થીઓએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આવી પરિસ્થિતીમાં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શુ આવી રીતે ભણશે ગુજરાત.
Published by: kiran mehta
First published: July 15, 2020, 6:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading