Home /News /madhya-gujarat /

ગેમ રમવા માટે કોમ્પ્યુટર કે પછી મોબાઈલ શું બેસ્ટ? સર્વેમાં સામે આવ્યું આ તથ્ય

ગેમ રમવા માટે કોમ્પ્યુટર કે પછી મોબાઈલ શું બેસ્ટ? સર્વેમાં સામે આવ્યું આ તથ્ય

આ સર્વે માર્ચ અને એપ્રિલ 2021માં કરવામાં આવ્યો હતો, જેમાં ભારતના 25 મેટ્રો, ટીયર-1 અને ટીયર-ટુ શહેરોને આવરી લેવામાં આવ્યા હતા

આ સર્વે માર્ચ અને એપ્રિલ 2021માં કરવામાં આવ્યો હતો, જેમાં ભારતના 25 મેટ્રો, ટીયર-1 અને ટીયર-ટુ શહેરોને આવરી લેવામાં આવ્યા હતા

અમદાવાદ : ભારતની સૌથી મોટી ગેમિંગ કમ્યુનિટી દર્શાવે છે કે, પીસી ગેમિંગ માટે તેમની પસંદગી વધતી રહી છે, આ અમે કહી રહ્યા નથી પણ એક સર્વેમાં સામે આવ્યું છે. કોમ્યુટર વેચતી એક કંપની દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં આ જણાવવામાં આવ્યું હતું. એચપી ઇન્ડિયા ગેમિંગ લેન્ડસ્કેપ રિપોર્ટ 2021 જણાવે છે કે, 89 ટકા જવાબ આપનારાઓ એવું માને છે કે, ગેમિંગ અનુભવ માટે સ્માર્ટફોન કરતા પીસી વધુ સારો અનુભવ આપે છે. વધુ મહત્વનું એ છે કે, દર 10માંથી 4 (37 ટકા) મોબાઈલ ગેમર્સ એ દર્શાવે છે કે, તેઓ ગેમિંગ માટે પીસી તરફ વળવા ઇચ્છે છે. જેથી તેમને વધુ સારો અનુભવ મળી રહે.

ભારતમાં જ્યાં મોબાઈલ ફોનની તુલનામાં પીસીની પહોંચ મર્યાદિત છે, ત્યારે આ અહેવાલ દર્શાવે છે કે, પીસી ગેમિંગ ઉદ્યોગમાં અદ્દભુત વૃદ્ધિની તકો પડેલી છે. ગેમિંગ માટે પીસી તરફ વળતી પસંદગીમાં સૌથી આગળ મિલેનિયલ્સ અને જેન ઝેડ જવાબ આપનારાઓ (70 ટકા) સાથે આગળ છે, સાથોસાથ કેઝ્યુઅલ અને ઉત્સાહિત ગેમર્સ (75 ટકા) છે. જબરદસ્ત બાબત તો એ છે કે 94 ટકા જવાબ આપનારા ટીયર ટુ શહેરના, જ્યારે 88 ટકા ટીયર 1 શહેરના અને 87 ટકા મેટ્રો શહેરના લોકો મોબાઈલ ફોનને બદલે પીસીને ગેમિંગ માટે પસંદ કરે છે.

શું છે કારણો ?

મોબાઈલમાંથી પીસી ગેમિંગ તરફ વળવા માટે ગેમર્સના ટોચના કારણોમાં વધુ સારી પ્રોસેસિંગ સ્પીડ, ડિસ્પ્લે અને સાઉન્ડએ મુખ્ય છે.

ગેમિંગ એક કારકીર્દીના વિકલ્પ તરીકે

ગેમિંગએ એક વ્યવહારૂ કારકીર્દીના વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે, જેમાં 90 ટકા જવાબ આપનારાઓ એ વાત સાથે સહમત થયા છે કે, ગેમિંગ ઉદ્યોગએ એક વ્યવહારૂ કારકીર્દીનો વિકલ્પ છે. આ થોડું આશ્ચર્યજનક છે, પણ દરેક મહિલા જવાબ આપનારાઓમાંથી 84 ટકા લોકો ગેમિંગને કારકીર્દી તરીકે લેવા ઇચ્છે છે, ત્યારબાદ 80 ટકા સાથે પુરુષ જવાબ આપનારાનો નંબર આવે છે, સાથોસાથ જેન એક્સ (91 ટકા)ની સાથે તથા શાળાના વિદ્યાર્થીઓ (88 ટકા)નો નંબર આવે છે. ટીયર ટુ શહેરના (84 ટકા) જવાબ આપનારાઓ તેની કારકીર્દી ગેમિંગ ઉદ્યોગમાં કરવાનું પસંદ કરી રહ્યા છે, તેની સામે મેટ્રો શહેરોના (78 ટકા) જવાબ આપનારાનો નંબર આવે છે.

આ પણ વાંચો - હોટલ, જીમ અને શોપિંગ સેન્ટર ખુલ્લા રાખવા મુદ્દે રાજ્ય સરકારની મોટી જાહેરાત

કેતન પટેલ, મેનેજિંગ ડિરેક્ટર- એચપી ઇન્ડિયા માર્કેટ કહે છે, લોકો ઘરે હવે વધુને વધુ સમય વિતાવી રહ્યા છે, ત્યારે, ગેમિંગમાં એક નાટ્યાત્મક ઉછાળો જોવા મળ્યો છે, એક ગ્રાહક તરફી દેખાવને લીધે અમે મનોરંજન, તનાવ દૂર કરનાર અને સોશિયલ મીડિયા કનેક્ટમાં એક નવા આયામ જોઈ શકીએ છીએ. આ પરિસ્થિતિમાં, પીસીએ એક પસંદગીના ડિવાઈસ તરીકે ઉભરી આવ્યું છે, જે એક સંપૂર્મ ગેમિંગ અનુભવ પૂરો પાડે છે. મોબાઈલથી પીસી પર શિફ્ટ થતા ગેમર્સએ સ્પષ્ટપણે દેખાડે છે કે, એચપી માટે એક મોટી બિઝનેસની તક પડેલી છે. અમારા પીસી પોર્ટફોલિયોમાં ગેમિંગએ સૌથી ઝડપથી વિકસતો હિસ્સો છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે, આ મૂમેન્ટમ આગળ વધશે તથા ભારતમાં પીસી ગેમિંગ બ્રાન્ડમાં અમે અગ્રણી સ્થાન એકત્રિત કરીશું.

ગેમિંગ ઉપરાંત, સર્વેમાં એ જવાબ આપનારાઓએ મનોરંજન (54 ટકા), ફોટો/ વિડીયો એડિટિંગ (54 ટકા) અને ગ્રાફિક ડિઝાઈન (48 ટકા)ને તેમના પીસીમાં મુખ્ય ટાસ્ક તરીકે પફોર્મ કરવા માટે પસંદ કર્યો હતો- જે ગેમિંગ ક્ષમતા સાથેના પીસીની વિવિધતાને દર્શાવે છે.

ગેમિંગ- તનાવમાં એક રાહત તરીકે: એચપી ઇન્ડિયા ગેમિંગ લેન્ડસ્કેપ રિપોર્ટ 2021માં વધુ એક તારણ નીકળ્યું છે કે, પીસી ગેમિંગનો વધારો એટલા માટે થયો છે કેમ કે તે તનાવમાં ઘટાડો કરે છે અને એક ટૂલ છે, જે મિત્રો અને પરિવારને સાથે જોડે છે, ખાસ તો, મર્યાદિત સામાજિક દૂરીના આ પડકારજનક સમયગાળામાં. 92 ટકા જવાબ આપનારાઓ આ બાબતની સાથે સહમત થયા હતા કે, તે કામ કે અભ્યાસના દબાણમાંથી રાહત આપવામાં મદદ કરે છે, જ્યારે તનાવ ઓછો કરે છે, સાથોસાથ સકારાત્મક અનુભવ આપે છે. વધુમાં 91 ટકા જવાબ આપનારા એવું માને છે કે, ગેમિંગએ સામાજિક્તાનું સ્તર વધુ સારું કરે છે અને નવા મિત્રો બનાવવામાં મદદ કરે છે. એ જ રીતે 91 ટકા જવાબ આપનારા એવું માને છે કે, ગેમિંગએ ધ્યાન અને ધ્યાન કેન્દ્રિત કરવાના સ્તરને વધુ વેગ આપે છે.

વિક્રમ બેદી, સિનિયર ડિરેક્ટર, પર્સનલ સિસ્ટમ્સ- એચપી ઇન્ડિયા માર્કેટ, જણાવે છે, તાજેતરના સમયમાં સામાજિક જોડાણ જાળવવામાં ટેકનોલોજીએ મહત્વનો ભાગ ભજવ્યો છે અને તે સકારાત્મક માનસિક આરોગ્યના ઉમેરો કરવામાં સર્વોચ્ચ બની ગયું છે. ગેમિંગએ એક સંપૂર્ણ એક્ટિવિટી તરીકે ઉભરી આવ્યું છે, ત્યારે સમગ્ર પરિવાર તેમાં ભાગ લઈ શકે છે અને મિત્રો તથા પરિવારની સાથે જોડાઈ સકે છે. પીસી ગેમિંગએ હવે એક વૈશ્વિક ઘટના બની ગઈ છે અને ઉદ્યોગમાં એક કારકીર્દીની તક તરીકે ઉભરી આવ્યું છે. આ ભારત માટે એક મોટી તક રજૂ કરે છે તેને વૈશ્વિક સ્ટેજ પર ચમકાવશે સાથોસાથ પીસીએ એક ડિવાઈસ તરીકેની આકર્ષક મૂલ્યને હાઈલાઇટ્સ કરશે, તે પણ તેની સંપૂર્ણ ક્ષમતા સાથે.”
એક પીસી ખરીદતી વખતે ગ્રાહકોની પ્રાથમિક્તા છે.

આ સર્વેમાં એક પીસીની પસંદગીમાં મુખ્ય પ્રાથમિક્તાને પણ સ્પર્શ્યો છે, ખાસ તો, ગેમિંગ માટે. દરેક પીસી વપરાશકર્તાના સર્વેમાં ત્રીજા ભાગના (33 ટકા) લોકો જ્યારે તેમની ખરીદીના નિર્ણય કરે ત્યારે ગેમિંગ ફિચર્સને પસંદ કરે છે. એક ગેમિંગ પીસીની પસંદગી કરવા માટેના ગ્રાહકોની મુખ્ય જરૂરિયાતમાં વધુ સારી પ્રોસેસિંગ સ્પીડ (65 ટકા) અને ગ્રાફિક્સ ક્ષમતા (64 ટકા) છે.

ગેમર્સએ ગેમિંગ પીસીમાં વધુ સારા ગ્રાફિક્સ, બેટરી અને આકર્ષક ડિસ્પ્લેની સાથે થર્મલ ઇનોવેશન્સની અપેક્ષા રાખે છે. સાર જોઈએ તો, એચપી ઇન્ડિયા ગેમિંગ લેન્ડસ્કેપ રિપોર્ટ 2021માં એવું જાહેર થયું છે કે, પીસી ગેમિંગએ ભારતમાં એક મુખ્ય એક્ટિવિટી તરીકે વિકસે છે અને ખાસ તો રોગચાળા દરમિયાન માનવીય સમાજમાં પીસીના એક રોલને અડરસ્કોર કરે છે. તે પીસી ગેમિંગ તરફ વલણ ધરાવતી વસ્તીના દર્શકોમાં વધારો કરી રહ્યો છે તથા સોશિયલ જોડાણ અને તનાન મુક્ત કરવા માટેના ટૂલ્સ તરીકે પણ વિકસીત થઈ રહ્યું છે.

1500 જવાબ આપનારાઓ સાથેનો આ સર્વે માર્ચ અને એપ્રિલ 2021માં કરવામાં આવ્યો હતો, જેમાં ભારતના 25 મેટ્રો, ટીયર-1 અને ટીયર-ટુ શહેરોને આવરી લેવામાં આવ્યા હતા. આ ઇન્ટરવ્યુમાં પુરુષ (72 ટકા) અને મહિલા (28 ટકા)ને આવરીને મિશ્રિત રીતે કરવામાં આવ્યો હતો, જેની ઉંમર 15-40ની વચ્ચેની હતી, જે એસઇસી એ1, એ2 અને બી1 હિસ્સાને આવરે છે. દરેક જવાબ આપનારાઓએ પીસી અને/અથવા મોબાઈલ ફોન વપરાશકર્તા છે, જેમાં પીસી અને સ્માર્ટફોન પર એક્શન અને એડવેન્ચર ગેમ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Game, Game in Computer, Game in Mobile, Survey, કોમ્પ્યુટર, મોબાઇલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन