ખેતીના પાકમાં ક્યારે અને કેટલું નુકસાન થાય તો વીમાના પૈસા મળે? 

News18 Gujarati
Updated: October 9, 2019, 10:40 PM IST
ખેતીના પાકમાં ક્યારે અને કેટલું નુકસાન થાય તો વીમાના પૈસા મળે? 
પ્રતિકાત્મક તસવીર

ધંધુકા અને ધોળકામાં 12 ટીમ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. તો વિરમગામ નજીક 100 એકરમા નુકસાન થયુ હોવાની ફરિયાદ મળી છે.

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદ: ખેડૂતો પોતાના વાવણી કરતા રહેલા સિઝનની શરૂઆતમાં પાકનાં વાવેતર માટે બૅંક અથવા તો સહકારી મંડળી પાસેથી ધિરાણ લે છે. ખેતી વરસાદ આધારિત હોય ત્યારે વરસાદ થાય નહી અથવા તો વધારે વરસાદ થાય અને પાકને નુકસાન થાય ત્યારે ખેડૂતોના રૂપિયા ડુબે નહી અને ખેડૂતોના નુકસાનુ વળતર મળે અને બેંકોનુ ધિરાણ સમયસર ચુકવી શકે તેના માટેની આયોજના છે.

આ યોજનામાં બે પાક એક મુખ્ય અને એક ગૌણ પાકને માન્યતા મળેલી છે. અને ખેડૂત ધિરાણ લે ત્યારે ધિરાણની રકમાંથી પાક વીમાનુ પ્રિમિયમ જે તે બૅંક કે સહકારી મંડળી કાપીને વીમા કંપનીને મોકલી આપે છે.

પાક વિમો ક્યારે મળે ?

કોઈ પણ કુદરતી આફત એટલે કે વધારે પડતા વરસાદના કારણે અથવા તો વરસાદ ન થવાના કારણે અથવા તો આગ લાગવાના કારણે, જો પાકને નુકસાન થાય ત્યારે ખેડૂતોના પાકને જેટલુ નુકસાન થયુ હોય એટલી રકમ વીમા કંપની આપવા માટે બંધાયેલી છે. અને જો નુકસાન થયુ હોય, તો ઑનલાઈન અરજી કરી શકાય છે. આ સિવાય, ખેતીવાડી અધિકારીને લેખિતમા જાણ કરી શકાય છે. તદઉપરાંત, ખેડૂતે જ્યાંથી ધિરાણ લીધુ છે ત્યા પણ લેખિતમા જાણ કરી શકાય છે અને વીમા કંપની ક્લેઈમ કર્યાના 15 દિવસમા મુલ્યાકન કરવા બંધાયેલી છે, અને 30 દિવસમા વળતર આપવા માટે બંધાયેલી છે.

વીમા માટેના માપદંડ શુ હોય છે ?

સામાન્ય રીતે વરસાદ,દુષ્કાળ,અતિવૃષ્ટિના સરકારના માપદંડ છે તે માપદંડ પ્રમાણે વીમાનુ મુલ્યાકંન થાય છે. 25 ટકા કરતા વધારે વરસાદ હોય તો અતિવૃષ્ટિ ગણા ,25 ટકા કરતા ઓછો વરસાદ હોય તો મધ્યમ દુષ્કાળ અને 50 ટકાથી પણ ઓછો વરસાદ હોય તો સંપૂર્ણ દુષ્કાળ જાહેર કરાય છે. તેમ 25 ટકા કરતા વધારે નુકસાન થયેલુ હોય તો વીમા કંપની વળતર આપવા માટે બંધાયેલી છે.મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં અત્યાર સુધીનો 141 ટકા વરસાદ નોંધાયો છે. જોકે, ગુજરાતમાં સરેરાશ 41 ટકા વધુ વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે ખેતીના પાક અને ખેતરો ધોવાયા છે. જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયુ છે.

ખેડૂતોએ પાક વીમો લીધો છે તેમને વળતર મળે, તે માટે સર્વે શરૂ કરવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લાના બે તાલુકા છે જેમા ધંધુકા અને ધોલેરામાંથી ખેડૂતોની વધુ ફરિયાદ આવી છે. આ બંને વિસ્તાર નિચાણવાળા છે. જેના કારણે પાણીનો નિકાલ તાત્કાલિક થયો નથી. ત્યારે ખેડૂતોએ માંગ કરી હતી કે નુકસાનનુ વળતર આપવામાં આવે. અમદાવાદ જિલ્લાના 2600 હેકટરમાં સર્વે શરૂ કરાયો છે.

ધંધુકા અને ધોલેરામાં 12 ટીમ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. તો વિરમગામ નજીક 100 એકરમા નુકસાન થયુ હોવાની ફરિયાદ કરાય છે.

માંડલ અને વિરમગામ વિસ્તારમા બાગાયતી પાકને નુકસાન થયુ છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશબાબુ એ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, એક સપ્તાહમાં સર્વે પુરો કરાશે અને સરકારમા રજુઆત કરાશે. 30 ટકાથી વધુ નુકસાન થયુ છે તેવા ખેડૂતોને વળતર મળે તે માટે વીમા કંપનીને આદેશ કરીશુ.

ખેડૂત આગેવાન સાગરભાઈ જણાવ્યુ હતુ કે, આ વખતે મોંઘવારીના પ્રમાણમા જેમ ધારાસભ્યોના પગાર વધારમા જે માપદંડ નક્કી કરાયા હતા તે માપદંડ પ્રમાણે ખેડૂતોને વળતરમા વધારો કરવામાં આવે અને તમામ ખેડૂતોને વળતર ચુકવાય તો જ સરકારની નિયત સાફ છે તેવુ કહી શકાય,”.
First published: October 9, 2019, 6:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading