જાણો કેવી રીતે ગાંધીજીએ સ્વરાજ મેળવવા સ્વદેશી આંદોલન શરૂ કર્યું હતું?

News18 Gujarati
Updated: October 2, 2019, 12:56 PM IST
જાણો કેવી રીતે ગાંધીજીએ સ્વરાજ મેળવવા સ્વદેશી આંદોલન શરૂ કર્યું હતું?
વણાટ શાળા

મહાત્મા ગાધીજી માનતા હતા કે અંગ્રેજી હુકુમતના પાયા હચમચાવવા હશે તો સૌથી પહેલા વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો પડશે.

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ અંગ્રેજો સામે લડત માટે સત્યાગ્રહની શરુઆત અમદાવાદ ખાતેના આશ્રમથી કરી હતી. તેમણે વર્ષ 1920માં વિદેશી કાપડની હોળી કરી હતી અને તેની સાથે જ સ્વદેશી કાપડ વણાટની પ્રવૃતિ શરૂ થઈ હતી. મહાત્મા ગાધીજી માનતા હતા કે અંગ્રેજી હુકુમતના પાયા હચમચાવવા હશે તો સૌથી પહેલા વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો પડશે. આથી જ વિદેશથી આવતા કાપડના બહિષ્કારથી આ આંદોલનની શરુઆત થઈ હતી. ગાંધીજીએ 31 જુલાઈ 1920ના રોજ મુંબઈમાં વિદેશી કાપડની હોળી કરી હતી.

વર્ષ 1915માં ગાંધીજી સ્વદેશ પરત ફર્યા અને ભારત ભ્રમણ વખતે મુંબઈમાં તેઓની મુલાકાત લાઠીના રામજી બઢિયા સાથે થઈ હતી. વિદેશથી આવતા કાપડના બહિષ્કાર અને સ્વદેશી કાપડ માટે ગાંધીજીએ રામજી બઢિયાને વતનમાં જઈ વણાટ કામગીરી શરુ કરવા જણાવ્યુ હતું. 1919માં રામજીભાઈના પરિવારને લાઠીથી સાબરમતી આશ્રમ બોલાવી ખાદીનો પ્રચાર કરવા વણાટ શાળા સ્થાપી હતી. તે સમયના નેતાઓ આશ્રમ આવતા ખાદી વણાટનું કામ શીખતા અને પોતાના રાજ્યમાં જઈને અન્ય લોકોને પણ તે વણાટ કામગીરી શીખવતા હતા.આ અંગે રામજી બઢિયાના પ્રપૌત્ર અને આશ્રમવાસી ધીમંત બઢિયાએ જણાવ્યું કે, ગાંધીજીને અંગ્રેજો સામે લડત લડવા માટે સૌપ્રથમ વખત કાપડનો વિચાર આવ્યો હતો. આ કાપડ વિદેશથી આવતું હતું પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ હતો કે સ્વદેશી કાપડ બનાવે કોણ? 1915માં મુંબઈમાં ગાંધીજી સાથે મારા પરદાદાની મુલાકાત થઈ અને આશ્રમનું સુત્તર ગાંધીજીએ લાઠીમાં મોકલ્યું. બાદમાં 1919માં રામજીભાઈને લાઠીથી અહીં બોલાવી ખાદીનો પ્રચાર કરવા અહીં વણાટ શાળા સ્થાપી હતી.

બીજી તરફ 4 માર્ચ 1929ના રોજ કોલકાત્તા ખાતે પણ આવી જ એક હોળી કરતા ગાંધીજીએ કહ્યું હતું કે, આખા ભારતમાં ભ્રમણ કર્યા પછી હુ નિર્ણય પર આવ્યો છું કે વિદેશી કાપડના બહિષ્કારથી જ ગરીબોનું દુઃખ દૂર થશે. આ પ્રકારે વિદેશી કાપડના બહિષ્કાર સાથે સ્વદેશી કાપડ વણાટનું આંદોલન ચલાવ્યું.
First published: October 2, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading