Home /News /madhya-gujarat /અમદાવાદઃ dating appsમાં યુવતીઓ શોધતા યુવકો સાવધાન! યુવકોને ટાર્ગેટ કરતી સુંદર મહિલા કેવી રીતે ચલાવતી હતી આખું રેકેટ?

અમદાવાદઃ dating appsમાં યુવતીઓ શોધતા યુવકો સાવધાન! યુવકોને ટાર્ગેટ કરતી સુંદર મહિલા કેવી રીતે ચલાવતી હતી આખું રેકેટ?

પકડાયેલી મહિલાની તસવીર

બંને યુવતીએ 12 સુધી અભ્યાસ કરેલો છે. અને બંને યુવતીઓ કોલિંગ માટેના કસ્ટમરના ડેટા ઓનલાઈન સાઈટ જસ્ટ ડાયલ ઉપરથી મેળવતા હતા.

અમદાવાદઃ ટેકનોલોજીનો વ્યાપ વધતાં હવે લોકો હાઈ-ટેક (Hi-tech) બની રહ્યા છે. જ્યારે કેટલાક યુવાનો સમય પસાર કરવા કે પછી સાથીદારની શોધમાં ઓનલાઇન ડેટિંગનો (Online dating) સહારો લેતા હોય છે. જો કે આ ટાઈમ પાસ (Time pass) ક્યારેક યુવાનોને ભારે પડે છે. કારણ કે ડેટિંગના બહાને તેઓની પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે.  આવી જ રીતે ઓનલાઈન ડેટિંગ એપ દ્વારા યુવકો સાથે મિત્રતા કેળવી યુવકો પાસેથી રૂપિયા પડાવતી સુંદર મહિલાને (beautiful woman) સાઈબર ક્રાઈમ બ્રાન્ચે (cyber crime branch) ઝડપી પાડી હતી. કેવી રીતે યુવકોને ફસાવતી હતી એ અંગે જાણીને પોલીસ પણ ક્ષણવાર ચોંકી ગઈ હતી.

સોશિયલ મીડિયા (social media) હવે સમય જતા પ્રાથમિક જરૂરિયાત બનતી જાય છે. સોશિયલ મીડિયામાં અનેક ડેટિંગ એપ થકી યુવાનો ટાઈમ પાસ કે પછી સાથીદારની શોધ કરતા હોય છે. પણ આ પ્રકારની ડેટિંગ એપમા ફેક પ્રોફાઈલ (fake profile) દ્વારા નંબર પ્રોવાઇડ કરાય છે. અને આ નંબર પર યુવાનો ચેટ કરે ત્યારે તેમની પાસે પૈસા પડવાય છે. એટલું જ નહિ યુવાનોના અંગત ફોટા મગાવી તેમને બ્લેક મેલ કરી છેતરપીંડી પર કરાય છે.

અલગ અલગ ડેટિંગ એપમા આ પ્રકારે ફેક પ્રોફાઈલ બનાવી અથવા તો પ્રોફાઈલમાં નંબર ઉપલબ્ધ કરાવામાં આવે છે. જ્યારે આ યુવાનો નંબર પર મેસેજ કરે ત્યારે તેમને સુંદર છોકરીઓ સાથે મુલાકાત કરાવવાની કે પછી સુંદર છોકરીઓના ફોટા મોકલવાની કે નગ્ન ફોટા મોકલવાની લાલચ આપવામાં આવે છે. અને તેના માટે ઓનલાઇન પેમેન્ટ કરવાનું કહેવાય છે.

આ પણ વાંચોઃ-શોલે ફિલ્મ જેવો સીન! પત્ની સાથે ઝઘડો થયા બાદ પત્ની હાઈટેન્શન ટાવર ઉપર ચડી ગયો પતિ, 'તું પિયર જઈશ તો કૂદી જઈશ'

સાઈબર ક્રાઈમ બ્રાન્ચે ઠગ સુંદર મહિલાને પકડી
જોકે આ પેમેન્ટ થયા બાદ આ પ્રકારના ચીટરો કોઈ જવાબ આપવામાં આવતા નથી અને નંબર બ્લોક કરી દે છે. અને આ પ્રકારે યુવાનોને છેતરવામાં આવે છે. અમદાવાદમાં પણ આજ પ્રકારે ડેટિંગ એપ મારફતે યુવાનોને ફોટા મોકલવવાની લાલચ આપી ને  કે પછી સુંદર મહિલાની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. મહિલા પાસેથી 10 ફોન અમે 23 સિમ કાર્ડ મળી આવ્યા છે. ક્ષણિક મોજ મેળવવા માટે આ પ્રકારની ડેટિંગ સાઈડનો ઉપયોગ યુવાનો કરતા હોય છે. પણ આ પ્રકારની એપ એ યુવાઓ માટે ખીસા ખખેરનાર સાબિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ દેવ દિવાળીએ સોના-ચાંદીના ભાવમાં બોલાયો મોટો કડાકો, ફટાફટ જાણી લો નવા ભાવ, હજી પણ ભાવ ઘટવાના એંધાણ

આ પણ વાંચોઃ-સંબંધો શર્મશાર! 'સસરાએ મારો સંસાર ઉજાડી નાંખ્યો', સસરાએ પુત્રવધૂ સાથે દુષ્કર્મ આચર્યું, વિરોધ કરનાર પુત્રને મારી ગોળી

યુવતીઓ કેવી રીતે યુવકોને ફસાવતી હતી?
આ યુવતી પોતાની અન્ય મિત્ર સાથે મળીને Tantan, Datiing app, Qeep, TrulyMandly, Aisle, Dateway, DualSpace, Dating Bunch, facebook વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા ઉપર ફ્રેન્ડ રિવેક્ટ મોકલી અલગ અલગ નામથી મોબાઈલ ફોનથી ફ્રેન્ડશીપ કેળવી લલચામણી વાતો કરી છોકરીઓ સાથે મુલાકાત કરાવી આપવાનું જણાવી અલગ અલગ ચાર્જ પેટે યુવકો પાસેથી રૂપિયા પડાવતી હતી. બંને યુવતીએ 12 સુધી અભ્યાસ કરેલો છે. અને બંને યુવતીઓ કોલિંગ માટેના કસ્ટમરના ડેટા ઓનલાઈન સાઈટ જસ્ટ ડાયલ ઉપરથી મેળવતા હતા.
" isDesktop="true" id="1050743" >આરોપી યુવતી પાસે કેટલો મળ્યો મુદ્દામાલ
આરોપી યુવતી પાસેથઈ 10 નંગ મોબાઈલ ફોન, લેપટોપ, જુદા જુદા બેન્કના કાર્ડ, તેમજ અલગ અલગ કંપનીઓના સીમકાર્ડ, મોબાઈલ નંબરો લખેલી ડાયરી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
Published by:ankit patel
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन