હોટેલ-રેસ્ટોરેન્ટ બિઝનેસમાં ખુશીનો માહોલ, નવું વર્ષ આવ્યું-તેજી લાવ્યું

News18 Gujarati
Updated: October 29, 2019, 11:20 PM IST
હોટેલ-રેસ્ટોરેન્ટ બિઝનેસમાં ખુશીનો માહોલ, નવું વર્ષ આવ્યું-તેજી લાવ્યું
હાલમાં દિવાળીના તહેવારોમાં ગ્રાહકોનો સારો પ્રતિષાદ છે. ઘણી હોટલોમાં તો કલાકોનુ વેઈટીંગ પણ છે

હાલમાં દિવાળીના તહેવારોમાં ગ્રાહકોનો સારો પ્રતિષાદ છે. ઘણી હોટલોમાં તો કલાકોનુ વેઈટીંગ પણ છે

  • Share this:
સંજય જોશી, અમદાવાદ: નવુ વર્ષ આવ્યું અને તેજી લાવ્યું. જીહાં, હોટેલ-રેસ્ટોરેન્ટ બિઝનેસમાં નવા વર્ષની સાથે જ તેજી જોવા મળી રહી છે. તેમનુ કહેવું છે કે, નવુ વર્ષ સારો બિઝનેસ આપશે. દિવાળીની સીઝન શરુ થતા જ રેસ્ટોરેન્ટ અને હોટેલ બિઝનેસમાં પોઝીટીવ માહોલ જોવા મળી રહ્યો છે. રેસ્ટોરેન્ટના બિઝનેસમાં ભારે મંદી બાદ સારી એવી ઘરાકી ખુલતા વેપારીઓમાં નવવર્ષની ઘરાકીને લઈને આંનદ જોવા મળી રહ્યો છે. તો લોકો પણ રેસ્ટોરેન્ટમાં કલાકો સુધી વેઈટીંગમાં બેસેલા જોવા મળે છે.

આંનદનગર રોડ પર આવેલી ગોપી રેસ્ટોરેન્ટના માલીક દિલીપ ઠક્કર જણાવે છે કે, છેલ્લા 3 જ દિવસથી અમે બહુ સારો પ્રતિષાદ મેળવી રહ્યા છે લોકોનો. બહુજ સારો આનંદ અને ઉત્સાહની લાગણી લોકોમાં જોવા મળી રહી છે. લોકોને બહાર નિકળવું છે, ફેમીલી સાથે જમવું છે, આનંદ કરવો છે અને તે બહુ જ સારી નિશાની છે આવનારા ગુજરાતી નવા વર્ષ કેલેન્ડર માટે. આવાનારુ આખુ વર્ષ આ હોટલ-રેસ્ટોરન્ટ બિઝનેસમાં બધાનુ ઉત્તમ રીતે જળવાઈ રહેશે.

તો હોટેલ રેસ્ટોરેન્ટ અને કેટરીંગના વ્યવસાય સાથે જોડાયેલી સંસ્થા આહારના ચેરમેન નરેન્દ્ર રાજપુરોહિત કહે છે કે, હોટેલ અને રેસ્ટોરેન્ટ બિઝનેસમાં છેલ્લે નવરાત્રી પછી અને હાલમાં દિવાળીના તહેવારોમાં ગ્રાહકોનો સારો પ્રતિષાદ છે. ઘણી હોટલોમાં તો કલાકોનુ વેઈટીંગ પણ છે. મળતી માહીતી પ્રમાણે શહેરમાં લોકોમાં ગજબનો ઉત્સાહ છે અને લોકો સારી રીતે હોટેલ અને રેસ્ટોરેન્ટમાં ઉજવણી કરી રહ્યા છે.

ઉલ્ખનીય છે કે, ચાલુ વર્ષની મંદીમાં હોટેલ રેસ્ટોરેન્ટ બિઝનેસને મોટો ધક્કો લાગ્યો હતો. જોકે, નવા વર્ષની શરુઆતની સાથે જ આ ધંધામાં નવા પ્રાણ ફુંકાયા છે. વેપારીઓને આશા બંધાઈ છે કે, આ વર્ષ તેમના માટે ધંધાની દ્રષ્ટીએ મહત્વનું બની રહેશે. દાલબાટી માટે જાણીતા શિવશક્તિ ઢાબા વાળા લક્ષ્મણભાઈ જણાવે છે કે, આ વખતે સારુ લાગે છે હાલમાં રુટીન પણ સારુ થઈ ગયુ છે. લાગે છે કે, આ વર્ષ વ્યવસ્થિત ચાલશે. ગયા વર્ષે ભારે મંદી હતી પણ આ વર્ષે લાગે છે ઘરાકી ખુલશે, અપેક્ષા છે આ વર્ષે સારુ ચાલે અને ધંધો ખુલી જાય.

ગ્રાહક બીના શાહ જણાવે છે કે, યુ.એસ. ન્યૂજર્સિથી સ્પેશિયલ ભાઈ-ભાભી ભાઈબીજ માટે ઈન્ડીયા આવેલા છે, અને અહીં ગુજરાતી જમવાનો આનંદ અનેરો લાગ્યો છે. એટેલે ખાસ અમે ભાઈ બહેનનો આવોને આવો પ્રેમ રહે તેના માટે રેસ્ટોરેન્ટમાં ખાસ ભાઈબીજી ઉજવવા આવ્યા છીએ.

તો ગ્રાહક ઉમંગીની જણાવે છે કે, દિવાળીનો તહેવાર છે એટલે ઘરે ખાઈ ખાઈને થોડા બોરીંગ થઈ ગયા, પરિવાર સાથે બધાને ઘરે નવા વર્,મા મળવા જવાનું હોય એટલે ફેમીલી સાથે રેસ્ટોરેન્ટમાં જમવા આવી ગયા, પરિવાર સાથે બહાર જમવા જવાની એક અલગ જ મજા છે, એટલે જમવા આવ્યા છીએ.હોટેલ અને રેસ્ટોરેન્ટ બિઝનેસમાં નવરાત્રી બાદથી અને દિવાળીના દિવસોમાં વિશેષ કરીને સારી એવી ઘરાકી ખુલી છે, અને ગ્રાહકોનો પણ વિશેષ ધસારો વધ્યો છે. પરીણામે પાછલા વર્ષની મંદીની રિકવરી આ વર્ષ કરી આપશે તથા નવો બિઝનેસ પણ વેપારીઓને મળી રહેશે તેવી નવી આશા હોટેલ રેસ્ટોરેન્ટ બિઝનેસ સાથે સંકળાયેલા વેપારીઓને બંધાઈ છે.
First published: October 29, 2019, 10:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading