અમદાવાદ : હૉસ્પિટલ & નર્સિંગ હોમ્સ એસોસિએશનનો 'લેટર બોમ્બ', કોના આદેશથી ટેસ્ટિંગ પર નિયંત્રણ મૂકાયુ?

News18 Gujarati
Updated: May 24, 2020, 12:35 PM IST
અમદાવાદ : હૉસ્પિટલ & નર્સિંગ હોમ્સ એસોસિએશનનો 'લેટર બોમ્બ', કોના આદેશથી ટેસ્ટિંગ પર નિયંત્રણ મૂકાયુ?
આરોગ્ય સચિવ જયંતિ રવિની ફાઇલ તસવીર

અમદાવાદ હોસ્પિટલ & નર્સિંગ હોમ્સ એસોસિએશને આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવીને પત્ર લખી રાજ્ય સરકારની કામગીરી પરગંભીર સવાલ ઉઠાવ્યા છે

  • Share this:

અમદાવાદ હોસ્પિટલ & નર્સિંગ હોમ્સ એસોસિએશને આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવીને પત્ર લખી રાજ્ય સરકારની કામગીરી પરગંભીર સવાલ ઉઠાવ્યા છે . રાજ્યમાં ચાલી રહેલી કોરોનાના ટેસ્ટિંગ પોલિસીને મુદ્દે સરકાર પાસે જવાબ માંગ્યો છે. પત્ર મારફતે 3 સવાલોના જવાબ માગવામાં આવ્યા છે . 


અમદાવાદ હોસ્પિટલ & નર્સિંગ હોમ્સ એસોસિયેશન પ્રમુખ ડો ભરત ગઢવીએ પત્રમાં સરકાર સામે સવાલ ઉઠાવતા કહ્યું છે કે ખાનગીલેબમાં પરવાનગી બાદ  ટેસ્ટિંગ થઈ શકશે  નિર્ણય કોના દ્વારા લેવામાં આવ્યો છેજો કોઈ મુશ્કેલી સર્જાશે તો  નિર્ણય લેનારજવાબદાર રહેશે..  પોલિસીને અમલમાં મુકતા પહેલા કોઈ આરોગ્ય નિષ્ણાતનો અભિપ્રાય લેવાયો હતો?  ટેસ્ટિંગની સંખ્યાનેનિયંત્રણમાં રાખીને વધારે ટેસ્ટિંગ  કરવાનો નિર્ણય લેવા પાછળનો શું તર્ક છે?


સરકારના નિર્ણયથી ડોકટરો અને હોસ્પિટલોને પડતી સમસ્યાઓ અંગે પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે .મેડિકલ ઈમરજન્સી હોય તેવા દર્દીઓની સર્જરી પહેલા ટેસ્ટિંગ જરૂરી છે ત્યારે તેવા દર્દીઓના ટેસ્ટ્સ ઝડપથી કરવામાં આવે  ખૂબજરૂરી છે જેથી દર્દીઓને બીજી કોઈ સમસ્યા  થાય તેની તકેદારી કોણ રાખશે .આ પણ વાંચો :  વડોદરા : રાજસ્થાનથી લવાયેલું લાખો રૂપિયાનું મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ ઝડપાયું, સોના કરતાં પણ કિંમત વધુ

કોવિડ હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ માટે તેમણે કહ્યું હતું કે દર્દીઓને જલ્દીમાં હોસ્પિટલમાં લઇ લેવાય  જરૂરી છે નહિતર દર્દીને દાખલકરવામાં 2-3 દિવસનું મોડું થાય ત્યારે દર્દીના સગાવ્હાલાઓ ચિંતામાં મુકાય છે અને જો દર્દી પોઝિટિવ છે તો તેના સગાવ્હાલાઓ તેનીસાથે  રહેતા હોવાથી તેઓ સુપરસ્પ્રેડર બને તેવી સંભાવના રહેલી છે.


આ પણ વાંચો :  સુરત : 22 બાળકોને ભરખી જનાર તક્ષશિલાકાંડની પ્રથમ વરસી, વરાછાવાસીઓ 9 વાગ્યે દીવો પ્રગટાવશે

એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોકટર ભરત ગઢવીએ ગુજરાતના વધી રહેલાં મૃત્યુદર અંગે પણ ઓછા ટેસ્ટને જવાબદાર ગણાવ્યા છે . કોરોના સંકટમાં રૂપાણી સરકારના નિર્ણય પર સૌથી મોટો આરોપ લગાવતા  પત્રમાં જણાવાયું છે કે સરકારના અલગ અલગપરિપત્રના આદેશથી કોરોના ટેસ્ટિંગમાં સમય વધારે અને પરિણામ મોડા મળે છે.. સૌપ્રથમ સરકારે માત્ર સરકારી હેલ્થ સેન્ટર્સમાં ટેસ્ટિંગકરવાનો આદેશ આપ્યો હતો ત્યાર બાદ પ્રાઈવેટ લેબ્સમાં મંજૂરી આપી હતી.


 મંજૂરીને પગલે 1થી 10 મે દરમિયાન 6થી 8 કલાકમાં ટેસ્ટનું રિઝલ્ટ આવી જતું હતું અને 60થી 70 ટકા જેટલાં દર્દીઓના ટેસ્ટ માટેનીમંજૂરી મળતી હતીઆવામાં હવે નવા આદેશના પગલે   સમય ત્રણ દિવસનો થઈ જાય છે.. જ્યારે ટેસ્ટ કરવાની મંજૂરી માત્ર 10-20 ટકા દર્દીઓ માટે મળે છે.


એએમસીએ જણાવ્યું છે કે શહેરમાં 10 એપ્રિલથી7 મે સુધી સરેરાશ 7500 ટેસ્ટ કરવામાં આવ્યા છે .8 થી 14 મે સુધી 9410 ટેસ્ટકરાયા છે . જેમાં15 મે થી 21 મે સુધી 11320 ટેસ્ટ કરાયા છે . અમદાવાદ શહેરના 5 મે સુધી દર 10 લાખ વ્યક્તિએ 5344 ટેસ્ટીગ થયુંપરંતુ 23 મે સુધી  ટેસ્ટીગ રેટ વધી 77 ટકા થયો અને દર 10 લાખ વસ્તીએ ટેસ્ટ 9492 થયો છે .First published: May 24, 2020, 12:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading