Home /News /madhya-gujarat /

અજાણી મહિલાને મોબાઈલ નંબર આપવો અમદાવાદના વેપારીને ભારે પડ્યો, વાંચો honey trapનો ફિલ્મી કિસ્સો

અજાણી મહિલાને મોબાઈલ નંબર આપવો અમદાવાદના વેપારીને ભારે પડ્યો, વાંચો honey trapનો ફિલ્મી કિસ્સો

હનીટ્રેપ કેસમાં પકડાયેલા આરોપીઓ

Ahmedabad crime news: મહિલાએ (woman) વેપારીનો મોબાઈલ નંબર (trader mobile number) પણ લીધો અને બાદમાં આવીશ તેમ કહીને આરોપી મહિલા વેપારીને દુકાન માંથી જતી રહી. અને બાદમાં સમગ્ર હની ટ્રેપનો ફિલ્મી પ્લાન (Honey Trap's film plan) તૈયાર કરવામાં આવ્યો હતો.

વધુ જુઓ ...
  અમદાવાદઃ શોર્ટકટ રીતે પૈસા કમાવવાનો રસ્તો (shortcut way to make money) કા તો બરબાદી તરફ લઈ જતો હોય છે. કાંતો જેલના સળિયા સુધી લઈ જતો હોય છે અને આવું જ કંઈક બન્યું છે શહેરના કૃષ્ણનગર (krushnanagar) વિસ્તારમાં જેમાં એક મહિલા સહિત કુલ 06 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને જેમાં પોલીસે હાલ બે આરોપીઓની ધરપકડ (accused arrested) કરી લીધી છે અન્ય ફરાર ચાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

  સોનીની ચાલી પાસે લેડીઝ ડ્રેસ મટિરિયલનો ધંધો (business of ladies dress material) કરતા વેપારીને ત્યાં એક મહિલા ડ્રેસ જોવા આવી અને પોતે સુરતથી (surat) આવે છે અને ડ્રેસનો ધંધો કરવા માટે ડ્રેસ લેવા છે તેમ કહીને સુતીબેન નામની મહિલાએ વેપારીનો મોબાઈલ નંબર પણ લીધો અને બાદમાં આવીશ તેમ કહીને આરોપી મહિલા વેપારીને દુકાન માંથી જતી રહી. અને બાદમાં સમગ્ર હની ટ્રેપનો ફિલ્મી પ્લાન (Honey Trap's film plan) તૈયાર કરવામાં આવ્યો હતો.

  થોડા દિવસ બાદ આરોપી મહિલાએ વેપારીને ફોન કરીને ડ્રેસના મટીરીયલના પોસ્ટર ફોટા લઈને બોલાવ્યો હતો પરંતુ વેપારી પોતે વ્યસ્ત હોવાનું કહીને મુલાકાતને ટાળી દીધી હતી પરંતુ ચાલક મહિલાએ પોતાની યુક્તિપ્રયુક્તિ વાપરીને આખરે વેપારીને એક ફ્લેટમાં બોલાવ્યો અને વેપારી પણ પોતાના ધંધાની લાલચમાં મહિલાએ બોલાવેલા ફ્લેટ પર પોહચી ગયો હતો.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ પત્નીના લફરાંથી કંટાળી પતિ છરી લઈને તૂટી પડ્યો, છરી તૂટી ત્યાં સુધી મારતો રહ્યો ઘા, છતાં ન ધરાયો તો સાફા વડે ટૂંપો આપ્યો

  સુતીબેન નામની મહિલાએ વેપારીને એક ફ્લેટમાં બોલાવ્યો ત્યારબાદ મહિલા દ્વારા ફ્લેટ નો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો અને બાદમાં થોડીવાર પછી ફ્લેટનો દરવાજો ખખડવાનો આવાજ આવે છે અને દરવાજાની બીજે છેડે બે અન્ય લોકો ઉભેલા જોવા મળી છે અને તેઓ પોતે ક્રાઇમ બ્રાન્ચમાંથી આવ્યા હોવાની ઓળખાણ આપીને વેપારીને માર મારીને રૂપિયા 10 લાખની માંગણી કરવામાં આવે છે અને બાદમાં આખોય મામલો રૂપિયા ચાર લાખમાં સેટલમેન્ટ કરવાની વાત વેપારી અને આરોપીઓ વચ્ચે થાય છે.

  આ પણ વાંચોઃ-Viral: વિદ્યાર્થીએ પરીક્ષામાં લખ્યો એવો જવાબ કે પેપર ચેક કરી શિક્ષક પહોંચી ગયા કોમામાં!

  કૃષ્ણનગરના આ હનીટ્રેપના કિસ્સામાં વેપારી અને આરોપીઓ વચ્ચે થયેલી વાતચીતના અંતે વેપારી રૂપિયા ચાર લાખ લેવા દુકાને જવું પડશે તેવુ કહેતા આ ગેંગના સભ્યો માંથી બે સભ્યો વેપારીને ગાડી બેસાડીને વેપારીની દુકાને લઈ જાય છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદના ભદ્ર પરિવારનો કિસ્સો! 'સાહેબ, મારી તબિયત સારી ના હોય તોય પતિ સેક્સ કરવા જબરદસ્તી કરે છે'

  અને ત્યાં વેપારીએ પોતાના દીકરાને સમગ્ર હકીકતની જાણ કરી હતી અને બાદમાં વેપારીએ પણ ચાલાકી વાપરીને રૂપિયાની સગવડ કરવા જવું પડશે તેમ કહીને છટકી ગયો હતો. અને બાદમાં ફરિયાદી એવા વેપારીએ પોતાના વકીલ મારફતે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ એ અરવિંદભાઈ, ચિંતનભાઈ, નરેશભાઈ, સુતીબેન અને અન્ય એક અજાણી મહિલા તેમજ પુરુષ એમ છ લોકો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ ચેતવણી રૂપ કિસ્સો! બેકાર પતિ માટે ભાડે રીક્ષાનું પૂછવું પત્નીને ભારે પડ્યું, મહિલાને રીક્ષા ચાલકનો થયો કડવો અનુભવ

  અને આ મામલે પોલીસે નરેશભાઈ અને અરવિંદભાઈની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે. વધુમાં હાલ પોલીસે ફરાર આરોપીઓની ધરપકડ કરવામાં માટે તપાસ હાથ ધરી છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Ahmedabad news, Gujarati News News, HoneyTrap

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन