Home /News /madhya-gujarat /

અમદાવાદમાં એન્ટ્રી કરવા 100 રૂપિયાની લાંચ માંગતો હતો હોમગાર્ડ, આવી રીતે આવ્યો પકડમાં

અમદાવાદમાં એન્ટ્રી કરવા 100 રૂપિયાની લાંચ માંગતો હતો હોમગાર્ડ, આવી રીતે આવ્યો પકડમાં

હોમગાર્ડ જવાન શાદાબ રશીદખાન શેખ (હોમગાર્ડ જવાન ) સામે કાર્યવાહી કરવામાં આવી

Ahmedabad news- એસીબીએ (acb)સફળ ડીકોય કેસ કરી આરોપીની ધરપકડ કરી લીધી

અમદાવાદ : એક તરફ દિવાળીને (Diwali-2021)લઈ પોલીસ ઉપર અનેક આરોપ લાગતા હોય છે કે અલગ અલગ લોકો પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે એવામાં acbએ એક પ્રેસ નોટ જાહેર કરીને કાર્યવાહી કરવા સૂચના પણ આપી હતી. આમ છતા રૂપિયા ઉઘરાવવાનું ચાલું છે. આ મામલે acbને એક સફળતા હાથ લાગી છે. જેમાં એક હોમગાર્ડનો જવાન (Homeguard jawan)100 રૂપિયાની લાંચ (bribe)લેતા પકડાઈ ગયો છે. એસીબીએ (acb)સફળ ડીકોય કેસ કરી આરોપીની ધરપકડ કરી લીધી છે.

મળતી માહિતી પ્રમાણે એક જાગૃત નાગરિક દ્વારા acbને માહિતી આપીને હોમગાર્ડ જવાન શાદાબ રશીદખાન શેખ (હોમગાર્ડ જવાન ) સામે કાર્યવાહી કરવામાં આવી છે. તે ઇસનપુર પોલીસ સ્ટેશન (Isanpur Police Station)પી.સી.આર વાનમાં કાર્યરત હતો. આરોપીએ લાંચ પેટે 100 રૂપિયાની માંગણી કરી હતી અને તેને 100 રૂપિયા સ્વીકારેલ પણ છે જે acbએ રિકવર પણ કર્યા છે. ACbએ નારોલ ચોકડી, ટ્રાફીક ચોકીની બહાર આ કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો - અમદાવાદ : લ્યો બોલો હવે કુતરાને રોટલી ખવડાવી પણ ગુનો છે? એક પુરુષની કરી નાખી દુર્દશા

ઘટનાની વાત કારીએ તો એસીબી અમદાવાદને ખાનગી રાહે આધારભૂત માહિતી મળી હતી કે રાત્રી દરમિયાન ફરજ પરના પોલીસ, હોમગાર્ડનાં જવાનો લોડીંગ વાહન ચાલકો પાસેથી એન્ટ્રીના નામે લાંચ પડાવે છે. જે હકીકતની ખરાઈ કરવા અને જરૂર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા આજ રોજ સહકાર આપનાર ડિકોયરનો સંપર્ક કરી લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - રાજકોટ : 52 વર્ષનો વાસના ભૂખ્યો આધેડ સગીર પાસે હસ્તમૈથુન કરાવી રહ્યો હતો અને...

આ કામના આરોપીએ સહકાર આપનાર ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી ડિકોયર પાસે એન્ટ્રી પેટે ગેરકાયદેસર લાંચની રકમ 100 રૂપિયાની માંગણી કરી હતી. આરોપી લાંચ સ્વીકારતા રંગે હાથ પકડાય ગયો છે. આ ડિકોય કરનાર અધિકારી એસ.એન.બારોટ પોલીસ ઇન્સ્પેક્ટર, અમદાવાદ ગ્રામ્ય હતા અને સુપરવિઝન કે.બી.ચુડાસમા મદદનીશ નિયામક અમદાવાદ એકમનું હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદઃ અન્ના 'રાઇડર' ગેંગ ઝડપાઈ

અમદાવાદ (Ahmedabad news) ઝોન 1 લોકલ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપી ઓની ધરપકડ કરીને ચોરીના દસ બાઈક કબ્જે કર્યા છે. આરોપીઓ બાઈક ચોરી કર્યા બાદ ચેન સ્નેચિગ, બેગ લીફટીંગ, મોબાઈલ સ્નેચિગ જેવા ગુનાને અંજામ આપતા હતા. આરોપીઓ જ્યારે પણ કોઈ ગુનો આચરવા જતાં ત્યારે ચોરીના વાહનની પણ નબર પ્લેટ કાઢીને ગુનો આચરતા હતા. અને બાદમાં બાઈક બિનવારસી મૂકીને ફરાર થઈ જતાં હતા.
Published by:Ashish Goyal
First published:

Tags: Bribe news, Homeguard, અમદાવાદ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन