અમદાવાદ : હોમ ક્વૉરન્ટાઇન કરેલા Corona પોઝિટિવ વૃદ્ધે આરોગ્યની ટીમને દોડાવી, 14 દિવસ બાદ હૉસ્પિટલમાંથી મળી આવ્યા

અમદાવાદ : હોમ ક્વૉરન્ટાઇન કરેલા Corona પોઝિટિવ વૃદ્ધે આરોગ્યની ટીમને દોડાવી, 14 દિવસ બાદ હૉસ્પિટલમાંથી મળી આવ્યા
પ્રતિકાત્મક તસવીર

અનેક લોકો શહેર અને રાજ્યમાં કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ ના રામોલ માં એક એવો કિસ્સો બન્યો જે જાણીને અર્બન હેલ્થ સેન્ટરની ટિમ દોડતી થઈ ગઈ હતી.

  • Share this:
અમદાવાદ: અનેક લોકો શહેર અને રાજ્યમાં કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ ના રામોલ માં એક એવો કિસ્સો બન્યો જે જાણીને અર્બન હેલ્થ સેન્ટરની ટિમ દોડતી થઈ ગઈ હતી. એક વૃદ્ધ ને કોરોના પોઝિટિવ આવતા તેઓને હોમ ક્વોરોન્ટાઇન કરાયા હતાં. આ પિરિયડ પૂરો થતાં ટિમ તપાસ માટે ગઈ તો વૃદ્ધ મળી આવ્યા ન હતા. આખરે વૃદ્ધ ખાનગી ડોકટરના ત્યાં જ સારવાર માટે ગયા હોવાનું જણાતા તેમણે નિયમ ભંગ કરતા રામોલમાં તેમની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા જલકબહેન ચૌધરી પાંચ વર્ષથી નોકરી કરે છે. હાલ કોવિડ 19 ને લઈને તેઓ તેમના મેલેરિયા ડોકટર સહિતની ટિમ સાથે આ અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવે છે. તેઓનું કામ કોવિડ ટેસ્ટ કરાવવા આવતા લોકોનો ટેસ્ટ કરી જરૂર પડયે હોસ્પિટલ ખસેડવાનું છે.આ પણ વાંચો :   અયોધ્યામાં 3 કે 5 ઑગસ્ટથી શરૂ થશે રામ મંદિર નિર્માણ! PM મોદી કરશે ભૂમિ પૂજનની તારીખનો નિર્ણય

સાથે સાથે સિવિલમાંથી જે દર્દીઓ આવે તેઓને તથા તેમના પરિવારજનોને 14 દિવસ હોમ ક્વોરોન્ટાઇન કરવાની કામગીરી કરે છે. ગત 27મી જુનના રોજ એક 47 વર્ષીય વૃદ્ધે સિવિલમાં પોતાનો ટેસ્ટ કરાવ્યો હતો. આ ટેસ્ટ પોઝિટિવ પણ આવ્યો હતો. પરંતુ તેઓને કોઈ લક્ષણ ન જણાતા તેઓને હોમ ક્વોરોન્ટાઇન થવા સૂચના આપવામાં આવી હતી. 13મી જુલાઈના રોજ ક્વોરોન્ટાઇન પિરિયડ પૂરો થતો હતો. જેથી વૃદ્ધ ના ઘરે જઈને તપાસ કરતા તેઓ મળી આવ્યા ન હતા.

આ પણ વાંચો :  રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સાજા વધારે થયા, 960 કેસ સામે 1061 દર્દીઓ સ્વસ્થ થયા

બાદમાં તપાસ કરી તો વસ્ત્રાલ ખાતે કોઈ ખાનગી ડોકટરના ત્યાં તેઓ દાખલ થઈ ગયા હોવાનું આ મેડિકલ ટીમને જાણવા મળ્યું હતું. જેથી તાત્કાલિક રામોલ પોલીસનો સંપર્ક સાધતા આ વૃદ્ધ સામે રામોલ પોલીસે આઇપીસી 188,270 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:July 19, 2020, 07:27 am

ટૉપ ન્યૂઝ