અમદાવાદ: 'ઢબુડી મા' ઉર્ફે ધનજીને 10થી 15 દિવસમાં મકાન ખાલી કરવા નોટિસ

News18 Gujarati
Updated: September 3, 2019, 2:30 PM IST
અમદાવાદ: 'ઢબુડી મા' ઉર્ફે ધનજીને 10થી 15 દિવસમાં મકાન ખાલી કરવા નોટિસ
ધનજી ઉર્ફે ઢબુડીમાની તસવીર

ધનજીની પત્ની પવનબેન દ્વારા ભાડા કરારના નિયમનો ભંગ કરવામાં આવ્યો છે. અને જેનાથી મકાન મલિકને તકલિફ પડી રહી છે.

  • Share this:
નવીન ઝા, અમદાવાદઃ ઢબુડીમાના નામે ધતિંગ કરતો ધનજી ઓડ ભૂગર્ભમાં ઉતરી ગયો છે ત્યારે હવે ધનજીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ધનજીના ભાડાના મકાન ખાલી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. મકાન માલિકે ધનજીને નોટીસ ફટકારી છે અને 10-15 દિવસમાં મકાન ખાલી કરવા જણાવ્યું છે. ધનજી અત્યારે ફરાર છે અને નિવેદન લેવા માટે પણ પોલીસ ધનજીને શોધી રહી છે. મકાન માલિક સુશીલ કુમાર યાદવ દ્વારા લીગલ નોટિસ ફટકારવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે મકાન મલિક સુશીલ કુમાર યાદવ દ્વારા જે નોટીસ આપવા માં આવ્યું છે. એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ધનજીની પત્ની પવનબેન દ્વારા ભાડા કરારના નિયમનો ભંગ કરવામાં આવ્યો છે. અને જેનાથી મકાન મલિકને તકલિફ પડી રહી છે. અને હેરાન થવાનો વારો આવ્યો છે.જેથી મકાન ખાલી કરવા કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, હાલ પેથાપુર પોલીસ રૂપાલ ગામમાં ઢબુડી માતાનો જ્યાં દરબાર ભરાતો હતો એની બાજુનાં રહીશોની પૂછપરછ કરી રહી છે. તેમણે પાંચ લોકોનાં નિવેદન નોંધ્યા છે. જ્યારે બીજી બાજુ અમદાવાદમાં પોલીસે 4 લોકોના નિવેદન નોંધ્યા છે. અમદાવાદમાં ધનજીનાં ભાડાનાં બંગલાની આસપાસમાં રહેતા રહીશોનાં પણ નિવેદન નોંધ્યા છે.

નોટિસની તસવીર


શું હતી ધનજી સામે ફરિયાદ

મહત્વનું છે કે બોટાદનાં ગઢડા શહેરમાં રહેતા ભીખાભાઇ માણિયાનાં 22 વર્ષીય દીકરાને કેન્સર થયું હતું. ભીખાભાઈ માણિયાએ પોતાના દીકરાને બચાવવા માટે દવા અને દુવા બંનેના રસ્તા અપનાવ્યા હતા. આવામાં કોઈએ તેમને ઢબુડી માતાનો સંપર્ક કરવા કહ્યું હતું. ઢબુડી માતા કેન્સરની તથા અન્ય બીમારી દૂર કરવાનો તથા નોકરી, લગ્નના પ્રશ્નો ઉકેલવાનો દાવો કરે છે. જેથી તેઓ ત્યાં ગયા હતાં. ઢબુડી માએ તેમના પુત્રની દવાઓ બંધ કરાવી દીધી હતી. જે બાદ તેનું મૃત્યું નીપજ્યું હતું. ઢબુડી માનો કિસ્સો પ્રકાશમાં આવ્યાં બાદ તેમણે ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, કોઇપણ ઢબુડી માનાં ધતિંગમાં ન ફસાસો. કોઇપણ બીમારીમાં પહેલા ડોક્ટર જે કહે તે જ કરજો. મારા જેવી ભૂલ કોઇ ન કરતાં.આ પણ વાંચોઃ-'ઢબુડી મા' ફરિયાદ બાદ ભૂગર્ભમાં, પોલીસ લઇ રહી છે પાડોશીઓનાં નિવેદન

ધનજીએ ફરિયાદ બાદ શું કહ્યું હતું

પેથાપુરમાં થયેલી પોલીસ ફરિયાદ બાદ 'ઢબુડી મા' ઉર્ફે ધનજી ઓડે મીડિયા સામે આવી કહ્યું હતું કે 'મારી સામેના આક્ષેપો ખોટા છે, હું લોકોની સેવા કરું છું અને વડીલોની મર્યાદા રાખવી તેવું જણાવું છું, હું કોઈને ઢબુડી માતાનો દીવો કે અગરબત્તી કરવાનું કહેતો નથી. બે લાખ લોકો કહેશે ત્યારે ચૂંદડી હટાવીશ.' આ ઉપરાંત તેણે જણાવ્યું કે, આજે બોટાદમાં મારી સામે જે ફરિયાદ કરવામાં આવી છે, તે ફરિયાદી મને મળ્યા નથી. જો તે મને ત્રણ વર્ષ પહેલા મળ્યા હોય તો પૂરવાર કરીને બતાવે. મેં દવા બંધ કરવાનું ક્યારેય કહ્યું નથી. આ શ્રદ્ધાનો વિષય છે. લોકો સામેથી આવે છે, હું કોઈને બોલાવતો નથી. મારા પ્રસાદમાંથી ગરીબો ભોજન લે છે. મારી પાસે એક કરોડનો બંગલો છે, 50 લાખનો બંગલો અને ગાડી છે તેવા આક્ષેપો થયા છે, તો તેને સાબિત કરી બતાવે.'
First published: September 3, 2019, 2:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading