અમિત શાહ બીજા નોરતે ગુજરાતની મુલાકાતે આવશે, જાણો આખો કાર્યક્રમ

News18 Gujarati
Updated: September 28, 2019, 7:07 PM IST
અમિત શાહ બીજા નોરતે ગુજરાતની મુલાકાતે આવશે, જાણો આખો કાર્યક્રમ
અમિત શાહની ગુજરાત મુલાકાતની ફાઇલ તસવીર

પેટા ચૂંટણીના ઉમેદવારોના નામની ચર્ચા કરી અમિત શાહ આવતીકાલે ગુજરાત આવશે. અને ત્યારબાદ ચર્ચા મુજબના નામોની સત્તાવાર જાહેરાત થવાની સંભાવના સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

  • Share this:
ગીતા મહેતા, ગાંધીનગરઃ અમિત શાહ (Amit shah) ગુજરાતની (Gujarat) એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેમની આ મુલાકાત રાજકીય તેમજ ધાર્મિક દ્રષ્ટિએ સૂચક માનવામાં આવી રહી છે. તો બીજી તરફ વિધાનસભાની (Assembly) ખાલી પડેલી 6 બેઠકોના ઉમેદવારોના નામ પણ આવતીકાલે જાહેર થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. ત્યારે જે ઉમેદવારને ટિકિટ મળશે તે અમિત શાહને મળવા તેમના નિવાસસ્થાને જશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

અત્રે નોંધનીય છે કે રાજ્યમાં ખાલી પડેલી ગુજરાત વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણી (by election) યોજાઈ રહી છે. આજે વડાપ્રધાન (PM)નરેન્દ્ર મોદી (Narendra modi) તેમના વિદેશ પ્રવાસથી પરત ફરી રહ્યા છે. ત્યારે પેટા ચૂંટણીના ઉમેદવારો ના નામની ચર્ચા કરી અમિત શાહ આવતીકાલે ગુજરાત આવશે. અને ત્યારબાદ ચર્ચા મુજબના નામોની સત્તાવાર જાહેરાત થવાની સંભાવના સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જ્યારે તેમનાના ૩૦મી સપ્ટેમ્બરના કાર્યક્રમ ઉપર નજર કરીએ તો અમિત શાહ 30મીએ સવારે 8:30 કલાકે અમદાવાદ વસ્ત્રાલ ખાતે આયોજીત સી.આર.પી.એફ. (C.R.P.F) (રેપિડ એક્શન ફોર્સ)ની 27મી વર્ષગાંઠની ઉજવણીના આયોજિત કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે અને ત્યારબાદ સવારે 10:00 કલાકે સાબરમતી વિધાનસભા જનસંપર્ક કાર્યાલયનું નવા વાડજ ખાતે ઉદઘાટન કરશે. અને મોડી સાંજે 8 કલાકે તેમના માદરે વતન માણસા ખાતે નવરાત્રી કાર્યક્રમ દરમિયાન આયોજિત મહાપૂજા અને મહાઆરતીમાં સહ પરિવાર ઉપસ્થિત રહેશે.

અમિત શાહ તેમના કુળદેવી બહુચર માતાના દર્શન કરવા સહ પરિવાર બહુચરાજી જાય તેમ મનાઈ રહ્યું છે. આમ અમિત શાહ ૩૦મી તારીખે એટલે કે નવરાત્રિના બીજા દિવસે સમગ્ર દિવસ દરમિયાન વ્યસ્ત રહેશે જોકે સવારે 8:30થી 10:30 કલાક સુધીના કાર્યક્રમો બાદ અમિત શાહ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપના પ્રદેશ અગ્રણીઓ સાથે છ વિધાનસભાની ખાલી બેઠકોની પેટા ચૂંટણીનું માર્ગદર્શન આપશે.

આ પણ વાંચોઃ-અમદાવાદ: તોડબાજ એસોજી PSI સહિત પાંચ પોલીસ કર્મી વિરુદ્ધ ગુનો દાખલ

ઉપરાંત છ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી મામલે પ્રદેશ ભાજપ (BJP) દ્વારા તૈયાર કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરશે. અને સાંજે 8 કલાકે માણસા ખાતે આયોજીત મહા પૂજા અને આરતીમાં સહ પરિવાર રવાના થશે.ઉલ્લેખનીય છે કે અમિત શાહ ગત વર્ષે પણ તેમના માદરે વતન માણસામાં તેમના નિવાસસ્થાન નજીક આવેલી માંડવી ચોકમાં પરિવાર સાથે પૂજા-અર્ચના કર્યા હતા ત્યારે આ વર્ષે પણ નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું હોવાથી અને જોગાનુ જોગ પેટાચૂંટણીઓ પણ આયોજીત થઇ હોવાના કારણે ફરીથી તેઓ પોતાની ગુજરાત મુલાકાત ચૂક્યા નહી હોવાનું મનાઈ રહ્યું છે.
First published: September 28, 2019
વધુ વાંચો
अगली ख़बर