ફ્લાયઓવરના લોકાર્પણ સમયે અમિત શાહે કહ્યુ, 'કોરોનાકાળમાં ગુજરાતની પ્રગતિ રોકાઇ નથી'

ફ્લાયઓવરના લોકાર્પણ સમયે અમિત શાહે કહ્યુ, 'કોરોનાકાળમાં ગુજરાતની પ્રગતિ રોકાઇ નથી'
71 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બંન્ને ફ્લાય ઓવરને ખુલ્લા મૂકાતા જ વાહનચાલકોને ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તિ મળશે.

71 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બંન્ને ફ્લાય ઓવરને ખુલ્લા મૂકાતા જ વાહનચાલકોને ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તિ મળશે.

 • Share this:
  અમદાવાદની (Ahmedabad) સૌથી મોટી સમસ્યાઓમાંથી એક ટ્રાફિક (Traffic) છે જેમાં આજે થોડી રાહત થશે. આજે ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) બે ઓવરબ્રિજનું (flyover) ઇ લોકાર્પણ કર્યું છે. આજે સિંધુ ભવન ફ્લાય ઓવર (Sindhu bhavan flyover)  અને સરખેજ સાણંદ સર્કલ ફ્લાયઓવરનું (Sarkhej Sanand circle flyover) લોકાર્પણ કરવામાં આવ્યુ. 71 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બંન્ને ફ્લાય ઓવરને ખુલ્લા મૂકાતા જ વાહનચાલકોને ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તિ મળશે. લોકો આ લોકાર્પણની કાગડોળે રાહ જોઇ રહ્યાં હતા.

  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી અમદાવાદમાં નિર્માણ પામેલા રૂ.71 કરોડના ખર્ચે બનેલા બે ફ્લાય ઓવરનું 30મી નવેમ્બરના રોજ સવારે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું. આ લોકાર્પણમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે આ પ્રસંગે મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, શહેરનાં મેયર બિજલબેન પટેલ સાસંદ સભ્યો, ધારાસભ્યઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  'ગુજરાત પહેલું રાજ્ય બન્યું જ્યાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે નેશનલ હાઇવે પર ટોલ નહીં ભરવો પડે'

  કોરોનાકાળમાં પણ ગુજરાતની પ્રગતિ રોકાઇ નથી, જાળવી રાખી છે : અમિત શાહ

  આ અવસરે ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, બંદરોને ગુજરાત સાથે જોડવાના હોય, તીર્થક્ષેત્રોને ગુજરાત સાથે જોડવાના હોય, ઈન્ડસ્ટ્રીયલ ટાઉનશીપને ગુજરાત સાથે જોડવાની હોય, મોટા મોટા રેલવે સ્ટેશનનોને ગુજરાત સાથે જોડવાના હોય, સાગર કિનારાને ગુજરાત સાથે જોડવાના હોય. ગુજરાતે ઔદ્યોગિક વિકાસમાં હંમેશા અગ્રેસર રહેવાની પરંપરા જાળવી રાખી છે. આ વિકાસની ગતિને આપણે સૌ સાથે મળીને આગળ લઇ જઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે, આગામી સમયમાં સરખેજથી ચિલોડા સુધી ટ્રાફિક જંકશન વગર સીધા જ પહોંચી શકાય તેવો માર્ગ તૈયાર થવા જઈ રહ્યો છે. ભારતભરમાં 50 કિલોમીટરના રસ્તા પર ક્યાંય પણ ટ્રાફિક જંકશન ના આવે એવી જગ્યા ઓછી હશે,કદાચ નોઈડા પછી પહેલીવાર દેશભરની અંદર આ વ્યવસ્થા આપણા ગુજરાતમા ઉભી થવા જઈ રહી છે. કોરોનાના કપરા કાળમાં પણ આપણે ગુજરાતના વિકાસને રુકવા દીધો નથી,ઝૂકવા દીધો નથી.

  મહામારીમાં પણ ઝડપી સ્તરે શ્રમિકોને બોલાવીને કામ શરૂ કર્યુ : નીતિન પટેલ 

  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અવસરે જણાવ્યું કે, સૌરાષ્ટ્રથી અમદાવાદથી જોડાયેલો રસ્તો, નેશનલ હાઇવે રસ્તો પહેલા બે માર્ગીય હતો પછી ચાર માર્ગીય થયો. આ રસ્તા પર ઘણો મોટો ટ્રાફિક પસાર થાય છે. જેથી અમે વિચાર્યું કે, આ રસ્તો છ માર્ગીય થાય તો આપણને ફાયદો થાય. જેથી તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મંજૂરીથી શરૂ થયું હતું. ત્યારે આ કામ 70 ટકા જેટલું પૂર્ણ થયું છે. જે બાદ 2017માં એક વિચાર આવ્યો કે, અમદાવાદનો હાઇવેથી છેક રાજસ્થાન, દિલ્હી તરફ જતો રસ્તો તે પણ ઘણો સાંકળો હતો. જેથી આ રસ્તાને પણ છ લેન રસ્તા પર કામ ચાલુ છે. કોરોના મહામારીમાં પણ ઝડપી સ્તરે શ્રમિકોને બોલાવીને કામ શરૂ કર્યો.

  71 કરોડનાં ખર્ચે બે ફ્લાય ઓવર તૈયાર

  નેશનલ હાઇવે 147 પર સરખેજ – ગાંધીનગર – ચિલોડાના કુલ 44 કિ.મી.ના માર્ગને 4 લેનમાંથી 6 લેનમા રૂપાંતરિત કરવાના તથા આ માર્ગ પર આવતા ચાર રસ્તાઓ પર અગિયાર જેટલા ફ્લાય ઓવર બનાવવાની કામગીરી કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. તદનુસાર 245 મીટરની કુલ લંબાઈનો સિંઘુભવન ચાર રસ્તા ફ્લાય ઓવર રૂ. 35 કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે.  તેમજ સાણંદ જંકસન ફ્લાય ઓવર બ્રિજ પણ 240 મીટરની કુલ લંબાઇ સાથે રૂ. 36 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે. એટલે બે ફ્લાયઓવરનો કુલ ખર્ચ 71 કરોડ રૂપિયાનો થયો છે. નોંધનીય છે કે, પકવાન ચાર રસ્તાનો ફ્લાયઓવર અંડરપાસથી ઓવરબ્રિજને કનેક્ટ કરતો પહેલો બ્રિજ છે.
  Published by:Kaushal Pancholi
  First published:November 30, 2020, 11:16 am

  ટૉપ ન્યૂઝ