ગૃહમંત્રી અમિત શાહે મતદાન કરીને કહ્યું, ' વિશ્વાસ છે, મતદાન કરીને મતદાતા વિકાસનો જ વિજય કરશે'

ગૃહમંત્રી અમિત શાહે મતદાન કરીને કહ્યું, ' વિશ્વાસ છે, મતદાન કરીને મતદાતા વિકાસનો જ વિજય કરશે'
અમદાવાદમાં મતદાન કર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે ભાજપના વિજયનો વિશ્વાસ દર્શાવ્યો હતો.

અમદાવાદમાં મતદાન કર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે ભાજપના વિજયનો વિશ્વાસ દર્શાવ્યો હતો.

 • Share this:
  આજે ગુજરાતની (Gujarat) છ મહાનગરપાલિરાનની (local body) 575 બેઠકો માટેની ચૂંટણી (local body Election) યોજાઇ રહી છે. જેના માટે 2276 ઉમેદવારોએ (candidates) પોતાની દાવેદારી નોંધાવી છે. આજે મહાનગરપાલિકાના (Mahanagarpalika) 1,14,66,973 મતદારો મતદાન (voters) કરશે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) પરિવાર સાથે અમદાવાદના (Ahmedabad) નારણપુરા વિસ્તારમાં આવેલા બૂથ નં.38માં મતદાન (voting) કર્યું છે. મતદાન બાદ અમિત શાહે મોટેરા સ્ટેડિયમની (Motera Stadium) મુલાકાત લીધી છે. જે બાદ તેઓ દિલ્હી જવા રવાના થવાના છે .

  'વિકાસનો જ વિજય થશે'  મતદાન કર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે ભાજપના વિજયનો વિશ્વાસ દર્શાવતા જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના શ્રીગણેશ થયા છે. ગુજરાતમાં જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા તે વખતે થી શહેરી વિકાસ, ગ્રામિણ વિકાસ તથા સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણાથી એક વિકાસયાત્રા શરૂ થઇ હતી. ગુજરાતનો જંગલ વિસ્તાર હોય કે, પહાડી વિસ્તાર હોય કે સાગર કિનારો હોય, શહેર હોય ગામ હોય દરેક જગ્યાએ સમગ્ર વિકાસ થાય તે માટે યાત્રા શરૂ થઇ હતી અને આજે આ યાત્રા સમગ્ર ભારત માટે અનુકરણીય યાત્રા બની છે. ભારતમાંથી અનેક રાજ્યો આ વિકાસ કરી રહ્યાં છે. મને ભરોસો છે કે, આજે ભારે સંખ્યામાં ગુજરાતનાં મતદાતા મતદાન કરશે અને અંતે વિજય વિકાસનો જ થશે. નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં ભાજપાએ સમગ્ર દેશમાં પોતાનો વિજય પડઝમ ફેલાયો છે. અને જ્યાંથી શરૂઆત થઇ તેવા ગુજરાતમાં ફરીથી બીજેપી વિજય થશે.  ગુજરાત મહાનગરપાલિકા ચૂંટણી: મતદાર કેટલા મત આપી શકે અને કેવી રીતે મતદાન કરી શકે?

  પૌત્રી સાથે અમિત શાહ 

  મહત્ત્વનું છે કે, ગૃહમંત્રી અમિત શાહ જ્યારે પણ અમદાવાદમાં આવે છે ત્યારે તેઓ પોતાની પૌત્રી સાથે અચૂક જોવા મળે છે. આજે પણ તેઓ જ્યારે મતદાન કરવા પરિવાર સાથે આવ્યાં ત્યારે પણ તેઓએ પોતાની પૌત્રીને ઊંચકી લીધી હતી. તેમનો દાદા અને પૌત્રીનો પ્રેમ આ પહેલા પણ અનેકવાર સામાન્ય જનતા જોઇ ચૂકી છે.  અમદાવાદમાં લોકશાહી પર્વની ઉજવણી, વરરાજાએ ઘોડે ચઢીને જાન લઇને પરિવાર સાથે કર્યું મતદાન

  સવારે 10 વાગ્યા સુધીમાં કુલ સાત ટકા મતદાન

  સવારે 10 વાગ્યા સુધીમાં કુલ સાત ટકા મતદાન નોંધાયું છે. અમદાવાદમાં 5.3 ટકા, વડોદરામાં 3.1 ટકા, સુરતમાં 3.9 ટકા, રાજકોટમાં 10 ટકા, જામનગરમાં 4.2  ટકા અને ભાવનગરમાં 4.6 ટકા મતદાન થયું છે.જ્યારે, સવારે 7થી 8 વાગ્યામાં એટલે છેલ્લા એક કલાકમાં અમદાવાદમાં અને ભાવનગરમાં સૌથી વધુ 5 ટકા મતદાન થયું છે. ત્યારબાદ વડોદરામાં 4 ટકા, સુરતમાં 4 ટકા, રાજકોટમાં 3 ટકા, જામનગરમાં 3 ટકા મતદાન થયું છે.  જ્યારે 9 વાગ્યા સુધીમાં અમદાવાદમાં 8 ટકા, વડોદરામાં 8 ટકા, સુરતમાં 9 ટકા, રાજકોટમાં 10 ટકા, જામનગરમાં 9 ટકા અને ભાવનગરમાં 9 ટકાટકા મતદાન થયું છે.
  Published by:Kaushal Pancholi
  First published:February 21, 2021, 10:42 am

  ટૉપ ન્યૂઝ