Home /News /madhya-gujarat /

Holi 2022: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હોળીની જ્વાળ પરથી આપ્યો વર્ષનો વરતારો

Holi 2022: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હોળીની જ્વાળ પરથી આપ્યો વર્ષનો વરતારો

અંબાલાલ પટેલ હોળીની જ્વાળ

Holi Festiva weather forecast: ભવિષ્યનું અનુમાન કરી શકાય જ્યારે હોળીની જ્વાલા (holi fire) ઉપરથી પણ અનુમાન લગાવી શકાય છે કે આગામી સમય કેવો રહેશે

Holi 2022: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હોળીની જ્વાળ પરથી આપ્યો વર્ષનો વરતારોઅમદાવાદઃ હોળીના તહેવારમાં (Holi festival) પવનની દિશા મહત્વની માનવામાં આવે છે. એમાં પણ હોળીમાં પવનની દિશાથી શાંતિ-સમૃદ્ધિ અને ભવિષ્યનું અનુમાન કરી શકાય જ્યારે હોળીની જ્વાલા (holi fire) ઉપરથી પણ અનુમાન લગાવી શકાય છે કે આગામી સમય કેવો રહેશે ત્યારે  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Meteorologist Ambalal Patel) પવનની દિશા અને તેની અસરો અંગેના વલણો અંગે ન્યુઝ18 ગુજરાતીને  મહત્વની માહિતી આપી હતી.

ચોમાસુ ક્યારે બેસશે?
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ વર્ષે હોળીમાં વાયવ્ય દિશાનો પવન ફુંકાયો છે જેથી વરસાદ સારો રહેશે.  જોકે આ વર્ષે ચોમાસામાં વરસાદ શરૂઆતમાં જ સારો રહેશે.વધુમાં તેમણે જણાવ્યું કે

સૌરાષ્ટ્ર કચ્છ અને અમદાવાદમાં સૌથી વધારે ગરમી નો અનુભવ રહેશે.
ગ્રહોની અસરના કારણે ગરમી વધુ રહેવાનું અનુમાન છે.આ વર્ષે એપ્રિલ મે અને જૂન મહિનામાં વાવાઝોડા સૌથી વધારે રહેશે....સાથે ૨૬ એપ્રિલ બાદ 47 ડિગ્રી ગરમી રહેશે તેમજ ચોમાસાને લઈને પણ તેમને આગાહી કરી છે.

 આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! 77 વર્ષના ડોસાએ 13 વર્ષના બાળકના ઘરમાં ઘુસી કર્યું પોર્ન ફિલ્મ જેવું કામ

પશ્ચિમ ઉતરના પવનના કારણે વંટોળ અને વાવાઝોડાનું પ્રમાણ રહેશે જેમાં એપ્રિલ મે અને જૂન મહિના માં સૌથી વધુ વાવાઝોડા રહેશે. શરૂઆતમાં વરસાદ રહેશે બાદમાં અનિયમિત વરસાદ રહેશે.જ્યારે  મે મહિનામાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી રહેશે.ઓગસ્ટમાં અને સપ્ટેમ્બરમાં વરસાદ અનિયમિત રહેશે  હોળી ના જ્યોત પરથી અંબાલાલ પટેલ દ્વારા  આગાહીકરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પુત્ર-પુત્રી સામે જ માતાની છરી વડે કરાઈ હત્યા, દીકરીએ કહ્યું મારા પિતા અને કાકાએ કરી હત્યા, ફાંસીએ ચડાવો

રાજનેતાઓ માટે આ વર્ષે કેવું ?
હોળીમાં ઘૂમાડો સીધો ઉપર જાય તો રાજગાદી-નેતાને મુશ્કેલી આવે અને આ વર્ષે અંબાલાલ પટેલના માટે રાષ્ટ્રીય નેતાઓ માટે મુશ્કેલી સમાન વર્ષ હશે.આ વખતે હોળીમાં વિષ્ટિ યોગ જોવા મળી રહ્યો છે કારણ કે હોળીમાં વિષ્ટિ સાથે ભદ્રા પણ જોવા મળી રહી છે.



હોળીમાં ભદ્રા નિષેધ કહેવાય છે. જે બીમારી ને નોતરું આપી શકે છે.હોળીમાં ભદ્રા અને વિષ્ટિ યોગ હોવાથી યુદ્ધ, ભય, આતંકી ઘટના વગેરે બની શકવાના પૂરેપૂરા એંધાણ છે. ધૂળેટીના દિવસે સંપૂર્ણ કાલસર્પ યોગ છે જે યુદ્ધ અને ભય લાવી શકતો હોવાનું અંબાલાલ પટેલ નું અનુમાન છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Ambalal Patel, Ambalal Patel Agaahi, Gujarati news, Holi 2022

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन