Home /News /madhya-gujarat /

અમદાવાદઃ HLCAAની HL સોકર લીગ આવતીકાલ થી શરુ થશે, 48 ટીમોમાં 450 થી વધુ ખેલાડીઓ ભાગ લેશે

અમદાવાદઃ HLCAAની HL સોકર લીગ આવતીકાલ થી શરુ થશે, 48 ટીમોમાં 450 થી વધુ ખેલાડીઓ ભાગ લેશે

સોકર લીગ

Ahmedabad news: દરેક લીગમાં પાંચ ટીમ સાથે એચએલ સોકર લીગમાં (Soccer League) 450થી વધુ ખેલાડીઓ ભાગ લેશે, જે અમદાવાદ, ગુજરાતના અન્ય સ્થળો અને અન્ય રાજ્યોની 48 ટીમોનું પ્રતિનિધિત્વ કરશે.

અમદાવાદ: એચએલ કોલેજ એલ્યુમની એસોસિયેશન (HLCAA) દ્વારા આયોજિત એચએલ સોકર લીગ (HSL) 18થી 20 ફેબ્રુઆરી દરમિયાન એચએલ કોલેજ ઓફ કોમર્સના હરિયાળા હેરિટેજ ક્રિકેટ ગ્રાઉન્ડ (Green Heritage Cricket Ground) ખાતે યોજાશે. દરેક લીગમાં પાંચ ટીમ સાથે એચએલ સોકર લીગમાં 450થી વધુ ખેલાડીઓ ભાગ લેશે, જે અમદાવાદ, ગુજરાતના અન્ય સ્થળો અને અન્ય રાજ્યોની 48 ટીમોનું પ્રતિનિધિત્વ કરશે.

ગુજરાતમાં ક્રિકેટરોના પારણા સમાન ગણાતા આ ક્રિકેટ ગ્રાઉન્ડમાં અનેક દિગ્ગજ ક્રિકેટર્સ પોતાની રમતનું કૌશલ દર્શાવી ચૂક્યા છે અને હવે તેમાં હાઈ લેવલનો રોમાંચ ધરાવતી ફૂટબોલની રમત જોવા મળશે.

ત્રણ દિવસીય ટૂર્નામેન્ટ દરમિયાન 100થી વધુ મેચમાં ટીમો ટકરાશે. આ મેચો અંડર-15, અંડર-18 અને ઓપન કેટેગરી અને સંસ્થા/કોર્પોરેટ કેટેગરી જેવી વિવિધ કેટેગરીમાં રમાશે. તમામ કેટેગરી માટે અલગ અલગ વિજેતાઓ અને ઇનામો નિર્ધારિત કરાયા છે.

આ લીગમાં વિજેતાઓ અને રનર્સ અપ માટે ટ્રોફીઓ, આકર્ષક વ્યક્તિગત પુરસ્કારો અને ચંદ્રકો અને તમામ સહભાગીઓ માટે પ્રમાણપત્રો ઉપરાંત રૂ.1.50 લાખનું રોકડ ઇનામ પણ રાખવામાં આવ્યું છે. મોજ-મસ્તી અને રમતો, સંગીત, ફૂડ જોઇન્ટ્સ અને અન્ય મનોરંજન સાથે કાર્નિવલ જેવી અનુભૂતિ પણ ટૂર્નામેન્ટના આકર્ષણમાં વધારો કરશે.

"એચ.એલ. સોકર લીગનો હેતુ આજના યુવાનોની બદલાતી પસંદગીઓને પૂર્ણ કરવાનો તથા જોશપૂર્ણ ખેલાડીઓના સમુદાયને પ્રોત્સાહન આપવાનો છે. એચએલસીએએના સેક્રેટરી જૈનિલ શાહે જણાવ્યું હતું કે, અમે લીગ માટે મોટી યોજનાઓ ધરાવીએ છીએ, અને તે પ્રીમિયર ફાઇવ-એ-સાઇડ લીગ બને તથા આગામી પાંચ વર્ષમાં તેને એક રાષ્ટ્રીય ઇવેન્ટ તરીકે પ્રસ્થાપિત કરવાનું ધ્યેય ધરાવીએ છીએ.

1989માં સ્થપાયેલું એચએલ કોલેજ એલ્યુમની એસોસિયેશન 7,000થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને 2,000 વર્તમાન વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરે છે. એચએલસીએએ એક વર્ષમાં ૩૦ થી વધુ કાર્યક્રમોનું આયોજન કરે છે.

ક્લેરિસ, મિર્ચી લવ, ડીએચએસ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ, કભી બી, ખિચડી , અમદાવાદ લાઇવ, સિમ્યુલેશન્સ પીઆર, થિંકિંગ ડોટ્સ સ્ટુડિયો, અરિહંત ઇન્સ્ટિટ્યૂટ, 361 ડિગ્રી માર્કેટિંગ, અક્રોસ, મેઘધનુષ, બેકેસ્પાયર, સોકરજી, રાઇઝિંગ સન સોકર એકેડમી, નવકાર ઇન્સ્ટિટ્યૂટ, એક્શન પાર્ટી સેલ્સ, ધ ફેક્ટરી સ્ટોર, સ્ટેલર ટેલેન્ટ મેનેજમેન્ટ, ગોડિયાવાલા સ્ટુડિયો અને એચઆરઆઈ ક્રિએશનનો એચએલ સોકર લીગના પ્રાયોજકો અને ભાગીદારોમાં સમાવેશ થાય છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Gujarati news

આગામી સમાચાર