Home /News /madhya-gujarat /

હિતુ કનોડિયાનું રેલવે સ્ટેશન પર ભવ્ય સ્વાગત, પદ્મશ્રી લઈને ટ્રેનમાં આવવાનું ખાસ છે કારણ

હિતુ કનોડિયાનું રેલવે સ્ટેશન પર ભવ્ય સ્વાગત, પદ્મશ્રી લઈને ટ્રેનમાં આવવાનું ખાસ છે કારણ

પિતા નરેશ કનોડિયાનો પદ્મશ્રી પદક લઇ ટ્રેનમાં પરત આવ્યાં હિતુ કનોડિયા

હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે 1947થી ઓરક્રેસ્ટ્રાથી શરૂઆત કરી હતી. અને ત્યાર બાદ 50 વર્ષ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ યોગદાન આપ્યું. કેન્દ્ર સરકારે મહેશભાઈ અને નરેશભાઈની કામની કદર કરી.અને બંને ભાઈને પદ્મશ્રી સાથ આપ્યો છે.

ગુજરાતના ગૌરવવંતા મહેશભાઈ અને નરેશભાઈ કનોડિયાને મરણોપરાંત  પદ્મશ્રી આપવામાં આવ્યો છે.નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયા પરિવાર સાથે પદ્મશ્રી એવોર્ડ લેવા માટે દિલ્હી ગયા હતા.મહેશભાઈ અને નરેશભાઈ કનોડિયાને મળેલા મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડને લઈ હિતુ કનોડિયા તેમના પરિવાર સાથે કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.રેલવે સ્ટેશન પર હિતુ કનોડિયા અને તેના પરિવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.રેલવે સ્ટેશન પર ઢોલ નગરા સાથે સ્વાગત કરાયું.

આ પણ વાંચો-સાસુ-સસરાનો વહુ પર ત્રાસ-'તું અમારી શાન પ્રમાણે દહેજ લાવી નથી, એટલે સહન કરવું જ પડશે'

હિતુ કનોડિયા પદ્મશ્રી લઈને દિલ્હીથી રાજધાની ટ્રેનમાં કાલુપુર રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા.હિતુ કનોડિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આજે એવોર્ડ લઈને ટ્રેનમાં આવવાનું પણ ખાસ કારણ હતું.જો કે દિલ્હીથી ફ્લાઈટમાં પણ આવી શકતા હતા.પરંતુ મહેશભાઈ અને નરેશભાઈની બંનેની સફર  ટ્રેનમાં ગીત ગાઈને થઈ હતી.અને તેમને મળેલા પદ્મશ્રી એવોર્ડને લઈ આજે ટ્રેનમાં આવ્યા છીએ.બંને ભાઈઓ નથી પરંતુ તેની યાદ છે.

આ પણ વાંચો-ખાસ ઝુંબેશ: મતદાર યાદીમાં નામ નોંધણી અથવા સુધારો કરવા શુ કરવું જોઈએ, જાણી લો

હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે 1947થી ઓરક્રેસ્ટ્રાથી શરૂઆત કરી હતી. અને ત્યાર બાદ 50 વર્ષ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ યોગદાન આપ્યું. કેન્દ્ર સરકારે મહેશભાઈ અને નરેશભાઈની કામની કદર કરી.અને બંને ભાઈને પદ્મશ્રી સાથ આપ્યો છે. બંને ભાઈઓનો પ્રેમ મિશાલ બની ગયો છે સાથે બંને ભાઈઓને પદ્મશ્રી એવોર્ડ પણ સાથે મળ્યો આ એક ઐતિહાસિક ઘટના છે.અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રથમ વખત એવું બન્યું છે કે બંને ભાઈઓને સાથે પદ્મશ્રી એવોર્ડ મળ્યો હોય.સાથે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનનો આભાર પણ માન્યો.

આ પણ વાંચો-દિવાળી બાદ કોરોનાનો કેર વર્તાયો, અમદાવાદમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન ઉમેરાયા

હિતુ કનોડિયા અને તેનો પરિવાર રેલવે સ્ટેશન પર રાષ્ટ્રપતિ ભવનમાંની મુમેન્ટને યાદ કરી હતી.હિતુ કનોડિયા,મોના કનોડિયા અને રતન કનોડિયા ભાવુક થયા.એક બાજુ ગર્વ અને બીજું બાજુ મહેશ નરેશ કનોડિયા ન હોવાનું દુઃખ હતું.મહેશભાઈ અને નરેશભાઈ બંને ભાઈઓની કલાની કદર કરી અને મરણોપરાંત પદ્મશ્રી આપવામાં આવ્યો.જે પરિવાર માટે તો ગર્વની વાત છે પરંતુ ગુજરાત માટે પણ ગર્વની વાત છે.
Published by:Margi Pandya
First published:

Tags: Hitu Kanodia, Mahesh Kanodia, Naresh Kanodia, Padmshri Award

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन