રાજ્યમાં હિટવેવ, તાપમાન 45 ડિગ્રીની શક્યતા, સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ

News18 Gujarati
Updated: April 19, 2018, 8:39 AM IST
રાજ્યમાં હિટવેવ, તાપમાન 45 ડિગ્રીની શક્યતા, સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ

  • Share this:
ગરમ પવનોની અસરથી સમગ્ર રાજ્ય કાળઝાળ ગરમીમાં લપેટાઇ ગયું છે.ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છનાં વિસ્તારોમાં ગરમીનો પારો 42 ડિગ્રી અને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 41.0 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. દરિયા કિનારના વિસ્તારોમાં હીટવેવની અસર જોવા મળી રહી છે. હજુ બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ અને દ.ગુજરાતમાં હિટવેવની આગાણી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, ગરમ પવનોની અસરોથી અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.2 ડિગ્રી વધીને 41.0 ડિગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 1.1 ડિગ્રી વધીને 25.1 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે શહેરમાં વહેલી સવારથી અકળાવી મૂકતા બફારાની સાથે દિવસ દરમિયાન માથું ફાડી નાંખે તેવી ગરમીથી લોકો ત્રાહિમામ્ પોકારી ગયા હતા.

સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી - ઉત્તર- પશ્ચિમના સૂકા ગરમ પવનો ફૂંકાયા હતા. આગામી દિવસોમાં દરિયા કિનારે ગરમ પવન ફુંકાશે. પોરબંદર, મહુવા, સુરત, દીવમાં તાપમાન સૌથી ગરમ રહેવાની શક્યતા છે. જેને લઇ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

પાશ્ચાત્ય વિક્ષેપ ભૂમધ્ય પ્રદેશમાં ઉદભવતું એક ઉચ્ચ ઉષ્ણકટીબંધીય વાવાઝોડું છે. આ વાવઝોડું સામાન્ય રીતે ભૂમધ્ય સમુદ્ર અને એન્ટેલાન્ટિક મહાસાગર પર ઉતરી આવે છે અને વાતાવરણનાં ઉપલા  ભાગમાં ચક્રવાત ઊભો કરે છે. ઉત્તર-પશ્ચિમ ભારતનાં અચાનક વરસાદ લાવે છે.

ગરમીમાં શું ધ્યાન રાખવું
સન સ્ક્રીન લોશનનો ઉપયોગ કરવોદિવસ દરમિયાન 3થી 4 લીટર લીક્વીડ અને પાણી પીવું
બપોરે 1 થી 5 સુધી દરમિયાન બહાર ન નીકળો
ઘરની બહાર નીકળવાનું થાય તો આખી બાંયના કોટનના કપડા, ટોપી-હેલ્મેટ અને ગોગલ્સ પહેરવા
વૃદ્ધો, સગર્ભા અને નાના બાળકોએ બપોરે ઘરની બહાર જવું નહીં
ટુવ્હીલર પર જતી વખતે દર પાંચથી સાત કિલોમીટર છાંયામાં ઊભા રહેવું.
હળવો ખોરાક લેવો, વધુ પ્રમાણમાં પ્રવાહી લેવું
First published: April 19, 2018, 8:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading