Home /News /madhya-gujarat /

રાજ્યમાં વધશે ગરમીનો પ્રકોપ, આગામી 3 દિવસ હિટવેવની આગાહી

રાજ્યમાં વધશે ગરમીનો પ્રકોપ, આગામી 3 દિવસ હિટવેવની આગાહી

પ્રતિકાત્મક તસવીર

રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે આગામી દિવસોમાં પણ હીટવેવની સ્થિતિ રહેશે

    ન્યૂઝ18 ગુજરાતી: રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે આગામી દિવસોમાં પણ હીટવેવની સ્થિતિ રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, સૌરાષ્ટ્રમાં હીટવેવની સ્થિતિ રહેશે.

    જ્યારે અમદાવાદ સહિત રાજ્યના 10 શહેરમાં 42 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઇ હતી. જેમાં સુરેન્દ્રનગર 44.4 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં 43.3 ડિગ્રી ગરમી નોંધાઇ હતી.

    અમદાવાદમાં છેલ્લા ચાર દિવસમાં બીજીવાર ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થયો છે. અગાઉ 23 એપ્રિલે 43.3 ડિગ્રી ગરમી નોંધાઇ હતી. ગયા વર્ષે એપ્રિલમાં એકપણ વખત ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થયો નહોતો.

    આ પણ વાંચો: વિસનગર અને નડિયાદને નવી બે મેડિકલ કોલેજો માટે ૩૦૦ બેઠકો મંજૂર : Dy CM નીતિન પટેલ

    જ્યારે આગામી પાંચ દિવસમાં અમદાવાદમાં ગરમી વધી શકે છે. 27એપ્રિલથી 1મે દરમિયાન શહેરમાં ગરમીનો પારો 43થી 44 ડિગ્રી રહી શકે છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Hit wave, Next three days, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन