આસારામ પાસે રૂ.750કરોડ વસુલવા IT વિભાગ આશ્રમો,ફાર્મ હાઉસ ટાંચમાં લેશે!

News18 Gujarati | Pradesh18
Updated: April 21, 2016, 6:44 PM IST
આસારામ પાસે રૂ.750કરોડ વસુલવા IT વિભાગ આશ્રમો,ફાર્મ હાઉસ ટાંચમાં લેશે!
સુરતઃ બળાત્કાર કેસમાં જેલમાં કેદ આસારામ અને નારાયણ સાઈ પર કાયદાનો તથા આઇટીનો સંકજો કસાતો જાય છે. અમદાવાદ સ્થિત સાધકના ફલેટમાંથી પોલીસને મળી આવેલા દસ્તાવેજોના 42 પોટલામાંથી સુરત આવકવેરા વિભાગે રૂ. 2,500 કરોડના બેનામી હિસાબો શોધી રિપોર્ટ તૈયાર કરી અમદાવાદ આવકવેરાની મુખ્ય કચેરીએ મોકલી આપ્યો છે.

  • Pradesh18
  • Last Updated: April 21, 2016, 6:44 PM IST
  • Share this:
સુરતઃ બળાત્કાર કેસમાં જેલમાં કેદ આસારામ અને નારાયણ સાઈ પર કાયદાનો તથા આઇટીનો સંકજો કસાતો જાય છે. અમદાવાદ સ્થિત સાધકના ફલેટમાંથી પોલીસને મળી આવેલા દસ્તાવેજોના 42 પોટલામાંથી સુરત આવકવેરા વિભાગે રૂ. 2,500 કરોડના બેનામી હિસાબો શોધી  રિપોર્ટ તૈયાર કરી અમદાવાદ આવકવેરાની મુખ્ય કચેરીએ મોકલી આપ્યો છે.

દરમિયાન 30 ટકા લેખે નીકળતી રૂ. 750 કરોડની કર વસૂલાત માટે વિભાગે આસારામના દેશભરમાં આવેલા આશ્રમો, ફાર્મહાઉસ, બંગલા-ફલેટ સહિતની રૂ. 1,500 કરોડથી વધુની મિલકતો પર છ મહિના માટે પ્રોવિઝનલ એટેચમેન્ટ પણ મૂક્યું છે. હવે ઉચ્ચસ્તરીય નિર્દેશો બાદ કર વસૂલાતની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આસારામ સામેની કાર્યવાહી દરમિયાન પોલીસને અમદાવાદમાં એક સાધકને ત્યાંથી જપ્ત થયેલા 42  પોટલાં ભરીને દસ્તાવેજ મળ્યા હતા. આવકવેરા વિભાગે આ દસ્તાવેજોના પોટલા કોર્ટ મારફતે મેળવ્યા હતા અને તેના કનેક્શનમાં 9 સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ સુરત, અમદાવાદ, મોડાસા સહિત કુલ દેશભરમાં 70 જેટલા સ્થળોએ આસારામ-નારાયણના હાઇપ્રોફાઇલ સાધકોને ત્યાં સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા.

દેશભરમાં જમીન, ફાર્મહાઉસ, ફ્લેટ્સ, બંગલો વગેરે સ્થાવર મિલકતમાં હજારો કરોડનું રોકાણ કર્યું હતું. આવી 100થી વધુ મિલકતો આઈટીના ધ્યાન પર આવી હતી. જેના આધારે સુરત આવકવેરા વિભાગે રૂ. 2,500 કરોડના બેનામી હિસાબોનો એક રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટને આધારે આઈટીએ રૂ. 750 કરોડની ડિમાન્ડ કાઢી છે. ઉચ્ચસ્તરીય મંજૂરી બાદ વસૂલાતની પ્રક્રિયા કરવામાં આવશે.

First published: April 21, 2016
વધુ વાંચો
अगली ख़बर