ગુજરાતમાં પણ ચાલ્યું બુલડોઝર, રામ નવમી હિંસાના આરોપીઓની સંપત્તિ ધ્વસ્ત કરવામાં આવી
ગુજરાતમાં પણ ચાલ્યું બુલડોઝર, રામ નવમી હિંસાના આરોપીઓની સંપત્તિ ધ્વસ્ત કરવામાં આવી
ગુજરાતમાં ખંભાત અને હિમ્મતનગરમાં રામનવમીએ તોફાનનો મામલો
હિમ્મતનગર (Himmatnagar) અને ખંભાત (Khambhat) માં રામનવમીએ હિંસા (Ram Navmi Violence) પાછળનો માસ્ટર માઈન્ડ એક મૌલવી છે જે ઘટના બાદ ફરાર થઈ ગયો છે. આ આરોપી મૌલવી રજક પટેલ હોવાનું જણાવાયું છે. હિંસાની ઘટના માટે સ્લીપર સેલ મોડ્યુલ પણ સક્રિય કરવામાં આવ્યું હતું અને મોટા ષડયંત્ર હેઠળ હુમલાની તૈયારીઓ કરવામાં આવી હતી
નવી દિલ્હી. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં તોફાનીઓ સામે બુલડોઝરની કાર્યવાહી બાદ ગુજરાત (Gujarat) માં પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. રાજ્યના ખંભાત (Khambhat) માં રામ નવમી પર હિંસા (violence on Ram Navami) ના આરોપીઓની મિલકતો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. જિલ્લા પ્રશાસને આ કાર્યવાહી કરી છે. વહીવટીતંત્રનું કહેવું છે કે, આરોપીઓએ કરેલા અતિક્રમણને તોડી પાડવામાં આવ્યું છે. રામ નવમી પર ગુજરાતના હિંમત નગર (Himmatnagar) અને આણંદ (Anand) જિલ્લામાં હિંસા થઈ હતી, જેના પર નિયંત્રણ મેળવવા માટે પોલીસે કાર્યવાહી કરવી પડી હતી. હિંસક લોકોને વિખેરવા માટે ટીયરડ્રોપ ગેસના શેલ છોડવા પડ્યા હતા. પોલીસે કેટલાક બદમાશોની ધરપકડ કરીને પૂછપરછ કરી હતી.
જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ટ્રાફિકને અડચણરૂપ બનેલા અતિક્રમણને દૂર કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે કહ્યું કે, સ્થાનિક મૌલવીઓ અને અન્ય લોકોએ સમુદાય પર વર્ચસ્વ સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી હિંસાનું કાવતરું ઘડ્યું હતું.
Gujarat | Properties belonging to the accused in Khambhat violence were demolished by the administration
The encroached properties belonging to accused are being demolished: District Admin pic.twitter.com/JAzBMjTM8i
પોલીસે જણાવ્યું કે, આ આરોપીઓને ગુજરાત બહારથી બોલાવવામાં આવ્યા હતા. તેઓ અહીં મોટો ગુનો કરવાના હતા. આ આરોપીઓને પૈસા આપવામાં આવ્યા હતા અને જો પકડાશે તો કાયદાકીય સહાય આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. આરોપીઓએ કબ્રસ્તાનની અંદરથી પથ્થરમારો કરવાની યોજના બનાવી હતી જેથી પથ્થરોની અછત ન રહે. પોલીસે જણાવ્યું કે, આરોપીઓએ માત્ર 3 દિવસમાં જ સમગ્ર કાવતરું ઘડી કાઢ્યું હતું. આ લોકોને ખબર હતી કે, રામનવમી પર શોભાયાત્રાને મંજૂરી આપવામાં આવી છે.
મુખ્ય સૂત્રધાર મૌલવી ફરાર, ઘડાયું હતું મોટું કાવતરું
પોલીસે કહ્યું કે, આ હિંસા પાછળનો માસ્ટર માઈન્ડ એક મૌલવી છે જે ઘટના બાદ ફરાર થઈ ગયો છે. આ આરોપી મૌલવી રજક પટેલ હોવાનું જણાવાયું છે. હિંસાની ઘટના માટે સ્લીપર સેલ મોડ્યુલ પણ સક્રિય કરવામાં આવ્યું હતું અને મોટા ષડયંત્ર હેઠળ હુમલાની તૈયારીઓ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે, ઘણી ટીમો તૈનાત કરવામાં આવી છે અને ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં આરોપીઓ જલ્દી પકડાઈ જશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર