Home /News /madhya-gujarat /

ભારતને ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ધમકી

ભારતને ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ધમકી

ભારતને ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવા માટેની ધમકી આપતો ઉર્દુ ભાષામાં લખાયેલ સંદેશવાળું બલૂન મંગળવારે હિમાચલમાંથી મળી આવ્યું છે. હિમાચલના કાંગડા જિલ્લાના ટિબ્બા ગામ નજીકથી આ બલૂન મળી આવ્યું છે જેમાં ભારત વિરોધી ધમકીના શબ્દો લખાયા છે.

ભારતને ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવા માટેની ધમકી આપતો ઉર્દુ ભાષામાં લખાયેલ સંદેશવાળું બલૂન મંગળવારે હિમાચલમાંથી મળી આવ્યું છે. હિમાચલના કાંગડા જિલ્લાના ટિબ્બા ગામ નજીકથી આ બલૂન મળી આવ્યું છે જેમાં ભારત વિરોધી ધમકીના શબ્દો લખાયા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ભારતને ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવા માટેની ધમકી આપતો ઉર્દુ ભાષામાં લખાયેલ સંદેશવાળું બલૂન મંગળવારે હિમાચલમાંથી મળી આવ્યું છે. હિમાચલના કાંગડા જિલ્લાના ટિબ્બા ગામ નજીકથી આ બલૂન મળી આવ્યું છે જેમાં ભારત વિરોધી ધમકીના શબ્દો લખાયા છે.

એએસઆઇ દેવાનંદે જણાવ્યું કે, રમેશકુમાર નામનો એક વ્યક્તિ સવારે જ્યારે પોતાના ખેતરમાં ગયો તો ત્યાં એક બલૂન પડેલું જોયું. જે અંગે તેણે પોલીસને જાણ કરી હતી.

તેણે કહ્યું કે, ઉર્દુમાં લખાણ છે. જેમાં લખ્યું છે કે, ભારતને ગંભીર પરિણામ ભોગવવા પડશે. આ સંદેશ એક કાપડના ટુકડા પર લખાયો છે જેને બલૂન સાથે બાંધવામાં આવ્યું છે. નૂરપુરના ડીએસપી નવદીપ સિંહે જણાવ્યું કે, ઉચ્ચ અધિકારીઓને પણ આ અંગે જાણકારી આપવામાં આવી છે અને તપાસ શરુ કરવામાં આવી છે.

સિંહે જણાવ્યું કે, બલૂન હિમાચલ પ્રદેશ પંજાબ સીમા પરથી આવ્યું હોવું જોઇએ. પંજાબર સરકારને પણ આ અંગે માહિતગાર કરવામાં આવી છે. એક ઓક્ટોબરે પંજાબના ઘેસાલ ગામમાં પણ બે બલૂન મળી આવ્યા હતા. જેની ઉપર પણ કથિત રીતે વડાપ્રધાનને સંબોધીને ઉર્દુમાં એક સંદેશ લખવામાં આવ્યો હતો.

2 ઓક્ટોબરે આવા જ એક સંદેશવાળું કબૂતર મળી આવ્યું હતું. જે સરહદ પારથી આવ્યું હોવાનું પ્રતીત થતું હતું. બીએસએફે એને પકડીને બમિયાલ સેક્ટરમાં પઠાણકોટની સિંબલ ચોકીમાં રાખ્યું છે.
First published:

Tags: આતંકવાદી હુમલો, આતંકી ધમકી, પાકિસ્તાન, ભારત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन