થાનના નવાગામ, સારસણા ગામમાં માલધારી હિજરતીઓને પ્રવેશ આપવા હાઈકોર્ટનો હુકમ

News18 Gujarati
Updated: November 5, 2019, 7:48 PM IST
થાનના નવાગામ, સારસણા ગામમાં માલધારી હિજરતીઓને પ્રવેશ આપવા હાઈકોર્ટનો હુકમ
ગુજરાત હાઇકોર્ટની પ્રતિકાત્મક તસવીર

વડી અદાલતના આદેશને પગલે 500 પોલીસમેન, 100 એસઆરપી જવાન, 20 ફોજદાર, 7 પીઆઈ, 3 ડીવાયએસપી, જીલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં સરકાર દ્વારા ગામમાં હિજરતીઓને પુન: પ્રવેશ અપાવવા કાર્યવાહી

  • Share this:
સંજય જોષી, અમદાવાદ : થાનના (Than) નવાગામ, સારસણા ગામમાં હિજરતીઓને (Refugees) પ્રવેશ (Entry) આપવા હાઈકોર્ટનો (Highcourt) હુકમ કર્યો છે. હાઈકોર્ટનો આદેશને પગલે નવાગામ-સારસરા ગામના હિજરતી પરિવારજનોને આજે સરકાર દ્વારા જ પુન: વસવાટ (Rehabilitaion) સાથે પ્રવેશ કરાવવામાં આવા. ગામમાં 500 પોલીસ જવાન, 100 એસઆરપી જવાન, 20 પીએસઆઈ, 7 પીઆઈ, 3 ડીવાયએસપી અને એસ.પી. સહિતનો કાફલો ઉપસ્થિત રખાયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના નવાગામ અને સારસણા ગામમાં કોળી અને ભરવાડ પરિવારજનો વચ્ચે વેરઝેરના અને ગામમાં અશાંતિના કારણે આ બન્ને ગામોમાં માલધારી પરિવારજનો આ બન્ને ગામોમાંથી મોટાપાયે હિજરત કરી ગયા હતા. આ અંગે તાજેતરમાં હાઈકોર્ટ દ્વારા હિજરતી પરિવારોને પુન: વસવાટ કરાવવા માટેના આદેશો જારી કરવામાં આવ્યા હતા ત્યારે આજે આ તમામ હિજરત પરિવારજનોને નવાગામ સારસણા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તેમના ઘરોમાં ફરીવાર પુન: વસવાટ કરાવવામાં આવ્યો છે.

થાનના નવાગામ અને સારસણા ગામમાં 2010 થી બે જ્ઞાતિઓ વચ્ચે થયેલ માથાકુટના કારરે બન્ને ગામોમાં અવારનવાર આ બન્ને પક્ષોમાં ઝઘડા થતા અને બન્ને પક્ષના લોકોમાં મોટુ નુકશાન પણસહન કરવાનું થતું હતું. નવાગામ અને સારસણના અમુક ભરવાડ પરિવારજનો સાથે આ ગામો છોડી અને હળવદ-મોરબી-ધ્રાંગધ્રા પંથકમાં હિજરત કરી રહેવા માટે ચાલ્યા ગયા હતા. આ બન્ને ગામોના માલધારી પરિવાર જે હિજરત કરી ગયા હતા જે પરિવારજનોના પુન: વસવાટ કરવા માટે સ્થાનિક વહીવટીતંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા પ્રયાસો-પ્રવેશ અપાવવા માટે કરાયા હતા.

આ પણ વાંચો :  'મહા' મુસીબત : રાજકોટમાં હેમ રેડિયો સ્ટેશન શરૂ કરાયું, કોસ્ટગાર્ડ સજ્જ

તાજેતરમાં હાઈકોર્ટ દ્વારા આદેશ કરીને તમામ પરિવારજનોને એજે નવાગામ અને સારસણ ગામમાં તેમના મૂળ નિવાસસ્થાને પુન: વસવાટ કરાવવા માટેના આદેશ કરવામાં આવતા આજે પ્રવેશ કરાવવામાં આવ્યો છે.નવાગામમાં પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. એસ.આર.પી ટીમો પણ આ ગામમાં ગોઠવી દેવામાં આવેલ છે તેમજ સુરેન્દ્રનગર જીલ્લા ડીવાયએસપી અને ખુદ જીલ્લા પોલીસ વડા પણ આ ગામમાં ઉપસ્થિત રહ્યા છે. આજે હિજરતી પરિવારજનોને આ ગામના પ્રવેશ કરાવી પોતપોતાના ઘરમાં પ્રવેશ કરાવવામાં આવનાર છે.

આ પણ વાંચો : 11 હજાર વોલ્ટના કરન્ટ બાદ કિશોરનું હ્રદય ખુલ્લું પડી ગયું હતું, 3 સર્જરી બાદ નવજીવન મળ્યું

ગુનેગારો ગામમાં પ્રવેશ કરી શકશે નહી: પ્રતિબંધ લગાવ્યોથાનના નવાગામ અને સારસણ ગામના 2010થી લઈને 2019 સુધીના 63 જેટલા ગુનાઓ પોલીસ મથકમાં નોંધાયા છે. જેમાં નવાગામ અને સારસાણા બન્ને ગામના બન્ને જ્ઞાતિના જે જે લોકોના ગુનામાં નામો ખુલ્યા છે તેમજ આવા આ ગુનાઓમાં પોલીસ દ્વારા તડીપાર કાર્યવાહી કરવામાં આવેલ છે ત્યારે આ ગામોની સ્થિતિ જયાં સુધી થાળે ના પડે તે માટે ગામના પ્રવેશ ઉપર આવા લોકોને હાલમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
First published: November 5, 2019
વધુ વાંચો
अगली ख़बर