Home /News /madhya-gujarat /

સાબરમતીમાં થતા પ્રદુષણ મામલે હાઈકોર્ટનું કડક વલણ :  GPCBને ડ્રોન સર્વેલન્સ શરૂ કરવા આદેશ

સાબરમતીમાં થતા પ્રદુષણ મામલે હાઈકોર્ટનું કડક વલણ :  GPCBને ડ્રોન સર્વેલન્સ શરૂ કરવા આદેશ

સાબરમતી નદીમાં પ્રદૂષણ

Gujarat news:અમદાવાદના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (Sewage treatment plant) અને કોમન એફલયુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કાર્યક્ષમતા બાબતના રિપોર્ટ 8 એપ્રિલ સુધીમાં રજૂ કરવા કોર્ટએ હુકમ કર્યો છે.

અમદાવાદ: સાબરમતી નદીના પ્રદૂષણ (Pollution of Sabarmati river) મામલે વિવાદ વધુ વકરી રહ્યો છે. તેવામાં ગુજરાત હાઈકોર્ટ (Gujarat highcourt) દ્વારા પણ સાબરમતી નદીમાં થઈ રહેલા પ્રદુષણ મામલે કડક વલણ દાખવ્યું છે અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને (Gujarat Pollution Control Board) પ્રદુષણ ડામવા ડ્રોન સર્વેલન્સ શરૂ કરવા આદેશ કર્યો છે. અમદાવાદના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (Sewage treatment plant) અને કોમન એફલયુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કાર્યક્ષમતા બાબતના રિપોર્ટ 8 એપ્રિલ સુધીમાં રજૂ કરવા કોર્ટએ હુકમ કર્યો છે.

8 એપ્રિલના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટે ઔદ્યોગિક એકમોની અરજીને ફગાવી દીધી છે. ગુજરાત હાઇકોર્ટ પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કડકાઈ દાખવતા અમદાવાદ કોર્પોરેશનને તેમના કનેક્શન કાપી નાખવાનો હુકમ કર્યો હતો. જે બાદ આ એકમોએ ગુજરાત હાઇકોર્ટમાં એકવાર ફરી શરૂ કરવા તથા સુએઝ લાઇનમાં પાણી છોડવાની પરવાનગી માંગી હતી. જે માંગને ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે ફગાવી દીધી હતી.

જે બાદ ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને ઔધોગિક એકમોએ સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો. જે સંદર્ભે સુપ્રીમ કોર્ટે પણ ઔદ્યોગિક એકમોની અરજીને ફગાવી દીધી છે . ગુજરાત હાઇકોર્ટમાં પણ સાબરમતી પ્રદુષણ મામલે સુનાવણી હાથ ધરાઈ. આ કાર્યવાહી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વધુ ૨૦ ગેરકાયદે કનેક્શનો શોધ્યા અને ગેરકાયદેસર કનેક્શનસ કાપી નખાયા હોવાની AMCએ કોર્ટને જાણ કરી છે.

આ પણ વાંચોઃ-સુરતઃ માથાભારે સંજુ કોઠારી, કાદર કોથમીર સહિત ચારના કારણે વેપારી કમ જમીન દલાલની આત્મહત્યાની કોશિશ, video viral

આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકાની હદમાં થી પણ સાબરમતીમાં પ્રદૂષિત પાણી છોડાતું હોવાની વિગતો સામે આવી છે. હાઈકોર્ટે ગાંધીનગર મહાનગરપાલિકા ને આ કેસમાં પક્ષકાર તરીકે જોડાવા હુકમ કર્યો છે. ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરને હાઇકોર્ટે  નોટિસ આપી છે. હાંસોલ પાસે બનેલા નવા મકાનો ગટર લાઇનોમાંથી ગેરકાયદેસર રીતે નદી માં પ્રદૂષિત પાણી છોડાતું હોવાની પણ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ હોટેલિયર સંજય કુંભાણીની હવસનો શિકાર બનેલી નેપાળી યુવતીની આત્મહત્યા, સ્યૂસાઇડ નોટમાં છલકાયું દર્દ

હાઈકોર્ટે આવા યુનિટ સામે કાર્યવાહી ના નિર્દેશ આપ્યા છે. સાબરમતી નદી માં ફેલાતું પ્રદૂષણ ડામવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ડ્રોન સર્વેલન્સ શરૂ કરશે. ડ્રોન સર્વેલન્સની કાર્યવાહી ઝડપથી શરૂ કરવા હાઇકોર્ટએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આદેશ કર્યો છે. અમદાવાદના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને કોમન એફલયુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કાર્યક્ષમતા બાબતના રિપોર્ટ 8 એપ્રિલ સુધીમાં રજૂ કરવા કોર્ટે હુકમ કર્યો છે. અને 8 એપ્રિલના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Gujarati news, ગુજરાત હાઇકોર્ટ

આગામી સમાચાર