કૉંગ્રેસ શાસિત પાલિકામાં રાજ્ય સરકારે ભાજપની કમિટી નિમતા હાઇકોર્ટે સ્ટે આપી નોટિસ ફટકારી

News18 Gujarati
Updated: November 5, 2019, 10:31 PM IST

આ મામલાને કૉંગ્રેસના નગરસેવક અને મહેસાણા નગરપાલિકાના વાઇસ પ્રેસિડેન્ટ જયદીપસિંહ ડાભીએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો

  • Share this:
સંજય જોશી, અમદાવાદ : કૉંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકામાં ભાજપની રાજ્ય સરકાર દ્વારા ભાજપની ટાઉન પ્લાનિંગ કમિટીની નિમણુંક કરી દેવામાં આવી હતી. જેને કૉંગ્રેસના નગરસેવક અને મહેસાણા નગરપાલિકાના વાઇસ પ્રેસિડેન્ટ જયદીપસિંહ ડાભીએ હાઇકોર્ટમાં પડકારી હતી.પિટિશનમાં અને જયદીપ સિંહ ડાભીનાં જણાવ્યા અનુસાર બે વાર ટાઉન પ્લાનિંગ કમિટીની નિમણુંક કરવા બોર્ડની મિટિંગ બોલાવવામાં આવી હતી પણ એક યા બીજા કારણોસર આ બન્ને વખતે બોર્ડની મિટિંગ મુલતવી રાખવી પડી હતી.
 

આ બાદ ફરી ટાઉન પ્લાનિંગ કમિટીની નિમણુંક કરવા બોર્ડ મિટિંગ બોલાવાય તે પહેલા જ ભાજપની રાજ્ય સરકારે ભાજપની ટાઉન પ્લાનિંગ કમિટીની નિમણુંક કરી નાંખી હતી. જે સંપૂર્ણપણે ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે. આથી જયદીપસિંહ ડાભીએ કૉંગ્રેસ શાસિત નગરપાલિકામાં રાજ્ય સરકારે ભાજપની ટાઉન પ્લાનિંગ કમિટીની કરેલ નિમણુંક ને હાઇકોર્ટમાં પડકારી હતી.

આ પણ વાંચો - થાનના નવાગામ, સારસણા ગામમાં માલધારી હિજરતીઓને પ્રવેશ આપવા હાઈકોર્ટનો હુકમ

હાઇકોર્ટે અરજદાર કૉંગ્રેસના નગરસેવક અને મહેસાણા નગરપાલિકાના વાઇસ પ્રેસિડેન્ટ જયદીપસિંહ ડાભીનો પક્ષ સાંભળી રાજ્ય સરકારે નિમેલી ભાજપની ટાઉન પ્લાનિંગ કમિટીની કામગીરી ઉપર સ્ટે આપ્યો છે અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. હવે ભાજપ દ્વારા નિમાયેલી ટાઉન પ્લાનિંગ કમિટી કોઈપણ કામગીરી કરી શકશે નહીં. હાઇકોર્ટમાં આ મામલે વધુ સુનાવણી 13 નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

First published: November 5, 2019
વધુ વાંચો
अगली ख़बर