મહેસાણા સહકારી બેન્કની ચૂંટણીનો મામલો, તત્કાળ ચૂંટણી યોજવા હાઇકોર્ટનો હુકમ

News18 Gujarati
Updated: September 14, 2019, 7:56 AM IST
મહેસાણા સહકારી બેન્કની ચૂંટણીનો મામલો, તત્કાળ ચૂંટણી યોજવા હાઇકોર્ટનો હુકમ
ગુજરાત હાઇકોર્ટની ફાઇલ તસવીર

મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકમાં 2015ની સાલમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થઈ એ ચૂંટણીની અંદર પરિણામ જાહેર ન કરવું એવી પિટિશન નટુ પીતાંબર અને તેમના સાગરીતોએ કરેલી.

  • Share this:
સંજય જોશી, અમદાવાદઃ મૂળભૂત રીતે કોઈપણ બેન્કની અંદર ખાસ કરીને મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકમાં (Mehsana district co. op. bank)જુદી જુદી મંડળીઓમાંથી ચૂંટણી (Election) થઇને ડાયરેક્ટરોની નિમણૂક થાય છે. જે ડાયરેક્ટરો કમિટી મેમ્બર તરીકે નિમણૂક થાય છે. એ ડાયરેક્ટરો કમિટીની અંદર કમિટીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે પ્રક્રિયા કરી અને ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરતા હોય છે. એ સંજોગોમાં મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકમાં 2015ની સાલમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થઈ એ ચૂંટણીની અંદર પરિણામ જાહેર ન કરવું એવી પિટિશન નટુ પીતાંબર અને તેમના સાગરીતોએ કરેલી.એ પિટિશનની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) જે તે સમયે સ્ટે આપેલો કે આ પરિણામ જાહેર કરવું નહીં.

આ મેટર જ્યારે પેન્ડિંગ હતી ત્યારે નટુ પીતાંબર અને દશરથ ભાઈ પટેલ બન્નેના પક્ષો એક થઈ ગયા હતા. નટુ પીતાંબરે જેમની ફેવરમાં સ્ટે હતો તે આ પિટિશન પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો. તથા દશરથ ભાઈ ચેરમેન તરીકે હોદ્દો ધરાવે તેવી તેમની આંતરિક સમજણના આધારે પિટિશન પાછી ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો. જે દરમિયાન ઈશ્વર ભાઈ પટેલ અને દશરથ ભાઈ પટેલ જે ઓરીજનલ પિટિશનર્સ હતા. તે લોકોએ નટુભાઈ પીતાંબરની વિરુદ્ધ નિર્ણય લઇ અને જે મૂળભૂત રીતે આ પિટિશનમાં દાદ માગી હતી.

એ દાદને વળગી રહેવા માટે અને પિટિશન ચાલું રાખવા માટે તથા તેમાં લડત આપવા માટેનો નિર્ણય લીધો હતો. ત્યારે નામદાર કોર્ટમાં નામદાર કોર્ટે હુકમ કર્યો કે નટુ પીતાંબર અને બીજા સાગરિતો આ પિટિશન પાછી ખેંચવા માગતા હતા. તે લોકોને આમાં કશું જ કહેવાનું રહેતું નથી. જો એ લોકોને કશું કહેવું હોય તો દશરથભાઈ અને ઈશ્વરભાઈના વકીલ થકી કહી શકે છે.

આ પણ વાંચોઃ-ઓઢવમાં બહેેને પ્રેમ લગ્ન કરતા ભાઇએ મિત્રો સાથે મળી બનેવીની હત્યા કરી

આ સંજોગોમાં નીચે આખી પિટિશનની સુનાવણી થઇ એમાં મૂળભૂત રીતે ત્રણ પિટિશન હતી. એક પિટિશનમાં એવી દાદ હતી કે જે તે પ્રોફેસર ડિરેક્ટર છે એની નિમણૂક રદ કરો એની સાથે સરકારે શેર ફાળો આપ્યો તેના આધાર ઉપર જે મામીની ડિરેક્ટર છે.

એની પણ નિમણૂક રદ કરો બીજી પીટીશન એવી હતી. કે જેમાં એમ કહેવામાં આવ્યું હતું કે હવે ચેરમેન અને વાઇસ ચેરમેન પરિણામ જાહેર નથી થયું. પણ ઓરીજનલ ટર્મ એ ર્લોકોની એક્સપાયર થઇ જાય છે. એટલે હવે નવી ચૂંટણી લાવવી જોઈએ અને પરિણામ જાહેર ન કરવું જોઈએ. એક દાદ એવી હતી કે આખી ચૂંટણી રદ કરવી.આ ત્રણેય દાદને ધ્યાને લઈ નામદાર ગુજરાત હાઇકોર્ટનો નિર્ણય આપ્યો છે કે બે પ્રોફેશનલ ડિરેક્ટરોને આ પિટિશનના પેન્ડનસી દરમિયાન સરકારે કાઢી મૂક્યા હતા જેથી કરીને નોમોની ડિરેક્ટર જે શેર ફાળાના આધારે એની સાચી છે. સાચી ઠેરવામાં આવે છે અને યથાવત રાખવામાં આવે છે. ઇલેક્શન રદ ગણાય છે. અને ચેરમેન અને વાઇસ ચેરમેન ની ચૂંટણી નવેસરથી કરવી. આ પ્રકાર નો નિર્ણય હાઇકોર્ટે આજે આપ્યો છે.
First published: September 13, 2019
વધુ વાંચો
अगली ख़बर