સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં PIL, હાઈકોર્ટે ઈસ્યૂ કરી નોટિસ


Updated: January 23, 2020, 10:08 PM IST
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં PIL, હાઈકોર્ટે ઈસ્યૂ કરી નોટિસ
ફરિયાદ કરવામાં આવી છે કે એક જ પરિવારના સભ્યો એસોસિએશનના મેમ્બર બને અને ખરેખર ક્રિકેટર્સને સભ્ય બનવાની તક ન મળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

ફરિયાદ કરવામાં આવી છે કે એક જ પરિવારના સભ્યો એસોસિએશનના મેમ્બર બને અને ખરેખર ક્રિકેટર્સને સભ્ય બનવાની તક ન મળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

  • Share this:
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે (Gujarat high court) બીસીસીઆઈ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (Saurashtra Cricket Association) તેમજ ચેરીટી કમિશનરને નોટિસ ઇસ્યૂ કરી છે. અને આામી સુનાવણીએ પોતાનો જવાબ રજુ કરવા આદેશ કર્યો છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામા આવી છે. જેમાં એવી ફરિયાદ કરવામાં આવી છે કે એક જ પરિવારના સભ્યો એસોસિએશનના મેમ્બર બને અને ખરેખર ક્રિકેટર્સને સભ્ય બનવાની તક ન મળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

આ પણ વાંચોઃ-ભારત WhatsAppની જેવી જ પોતાની મેસેજિંગ એપ બનાવશે, સરકાર કરી રહી છે તૈયારી

ઉપરાંત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ ચાલતી હોવાની ફરિયાદ પણ કરવામા આવી છે. તો સુપ્રીમ કોર્ટ અને જસ્ટીસ લોઢા સમિતિએ કરેલી ભલામણો બાદ પણ ખરા ક્રિકેટર્સ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં કોઈ કાર્યવાહી ન થતી હોવાની પણ ફરિયાદ હાઈકોર્ટમાં કરાઈ છે.

આ પણ વાંચોઃ-યુવકે શરીર ઉપર બનાવડાવ્યા બધા રાજ્યોના 'ટેટૂ નકશા', કારણ છે જોરદાર

અરજદારનું કહેવું છે કે ભારતમાં ક્રિકેટ એ એક ધર્મ બની ગયો હોય તેવામાં ક્રિકેટર્સને થતા અન્યાયનો મુદ્દો આ અરજીમાં ઉઠાવાયો છે. રણજી પ્લેયર તેમજ જુનિયર વર્લ્ડ કપ રમેલા ક્રિકેટર નિખિલ રાઠોડ દ્વારા હાઈકોર્ટમાં કરવામા આવી છે.આ પણ વાંચોઃ-ભગવાન શિવને શંખથી નથી ચઢાવાતનું જળ, આ કહાનીનો છે શિવપુરાણમાં ઉલ્લેખ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના બંધારણમા સુધારો કરવામાં આવે તેમજ ક્રિકેટર્સ તેમજ ક્રિકેટના ફેન્સ માટે એસોસીએશનની મેમ્બરશીપ ખુલ્લી કરવામાં આવે તેવી અરજીમાં  માંગણી કરાઈ છે. હાઈકોર્ટે બીસીસીઆઈ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તેમજ ચેરીટી કમિશનરને નોટિસ ઇસ્યુ કરી જવાબ માંગ્યો છે. આ કેસમાં હવે વધુ સુનાવણી 3 અઠવાડીયા બાદ હાથ ધરાશે.
First published: January 23, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading