કૂતરાએ નવજાત શિશુને ફાડી ખાવાના બનાવને અકસ્માતમાં ખપાવી કેસ બંધ કરવા મામલે હાઈકોર્ટની લાલ આંખ


Updated: May 7, 2020, 8:53 PM IST
કૂતરાએ નવજાત શિશુને ફાડી ખાવાના બનાવને અકસ્માતમાં ખપાવી કેસ બંધ કરવા મામલે હાઈકોર્ટની લાલ આંખ
પ્રતિકાત્મક તસવીર

કલમ ૧૩૩ ની જોગવાઈઓ અને સુપ્રીમ કોર્ટના માણસ ખાવું વાઘના કિસ્સામાં કરેલ હુકમ મુજબ જે તે પ્રાણીને પકડવાનો અથવા તે પ્રાણીનો નાશ કરવાનો હુકમ કરી શકે છે.

  • Share this:
અમદાવાદ : કૂતરાએ એક નવજાત બાળકને ફાડી ખાવાની ઘટનામાં તારીખ 2 એપ્રિલે પોલીસે માત્ર જાણવાજોગીન ફરિયાદ નોંધી કેસ બંધ કરી દીધો હતો, આ મામલે હાઈકોર્ટે અરજદારની અરજીની સુનાવણી હાથ ધરી સરકારને પોતાનો પક્ષ રજૂ કરવા માટે એક અઠવાડીયાનો સમય આપ્યો.

પોલીસે આ બનાવને અકસ્માતે મૃત્યુ ગણીને તારીખ 2 એપ્રિલે જાણવાજોગ ફરિયાદ નોંધીને કેસ બંધ કરી દીધો હતો. ત્યારબાદ તારીખ 5 એપ્રિલના રોજ હોસ્પિટલના નીચલી કક્ષાના કર્મચારીઓ સામે બેદરકારીથી મૃત્યુ પહોંચાડવાનો કેસ નોંધ્યો હતો.

ફોજદારી કાર્યરીતિ અધિનિયમ કલમ ૧૭૪ ની જોગવાઈ અનુસાર પ્રાણી દ્વારા માણસને મારી નાખવાની તપાસ કરીને જિલ્લા મેજિસ્ટ્રેટને રીપોર્ટ કરવાનો હોય છે. જે જોગવાઈને પોલીસે ગેરકાયદેસર રીતે અવગણી છે. આવા રીપોર્ટને આધારે જિલ્લા મેજીસ્ટ્રેટ કલમ ૧૩૩ ની જોગવાઈઓ અને સુપ્રીમ કોર્ટના માણસ ખાવું વાઘના કિસ્સામાં કરેલ હુકમ મુજબ જે તે પ્રાણીને પકડવાનો અથવા તે પ્રાણીનો નાશ કરવાનો હુકમ કરી શકે છે.

પોલીસની નિષ્ક્રિયતાને કારણે આવા માણસખાઉ પ્રાણી અન્ય બાળકોને પણ પોતાનો શિકાર બનાવી શકે છે. બાળકના અપમૃત્યુના કેસમાં તપાસ વગર બંધ કરવાના પોલીસના પગલાને અરજદાર કીર્તિ ભટ્ટે બાળકોના હક્કો અંગેની આંતરરાષ્ટ્રીય સંધિ નો પણ ભંગ ગણાવેલ છે.

ભારતે યુનાઇટેડ નેશન્સની આ સંધિને માન્યતા આપી છે. હાઈકોર્ટે અરજદારની અરજીની સુનાવણી કરી સરકારને પોતાનો પક્ષ રજૂ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે. કેસની વધુ સુનાવણી 14 તારીખે હાથ ધરવામાં આવશે.
First published: May 7, 2020, 8:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading