કોરોના વાયરસ અને લોકડાઉનના મુદ્દે જાહેરહિતની અરજી પર હાઇકોર્ટમાં વીડિયો કોન્ફરન્સથી સુનાવણી થઇ


Updated: March 27, 2020, 10:26 PM IST
કોરોના વાયરસ અને લોકડાઉનના મુદ્દે જાહેરહિતની અરજી પર હાઇકોર્ટમાં વીડિયો કોન્ફરન્સથી સુનાવણી થઇ
કોરોનાં વાયરસ અને લોકડાઉનના મુદ્દે જાહેરહિતની અરજી પર હાઇકોર્ટમાં વીડિયો કોન્ફરન્સથી સુનાવણી થઇ

વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ પક્ષકારોએ પોતાના પક્ષ મુક્યા હતા તો બીજી તરફ સરકારે પોતાનો એકશન ટેકન રિપોર્ટ રજૂ કર્યો

  • Share this:
અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટમાં કોરોના વાયરસ અને લોકડાઉનના મુદ્દાને લઇને થયેલી જાહેરહિતની અરજી પર વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી હાથ ધરાઈ હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ પક્ષકારોએ પોતાના પક્ષ મુક્યા હતા.તો બીજી તરફ સરકારે પોતાનો એકશન ટેકન રિપોર્ટ રજૂ કર્યો હતો.

સરકારે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે તે તમામ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે સરકાર કામ કરવા કટિબદ્ધ છે. શ્રમિકોના સ્થળાંતરમાં સરકારે માનવતા ભર્યું વલણ અપનાવ્યું છે. આવશ્યક ચીજવસ્તુઓ આજે પણ ઉપલબ્ધ છે. જે ભિક્ષુક છે, સંગઠિત કે અસંગઠિત સેકટરના કામદારો વિગેરેને ખાવાનું શું? તે પહેલો પ્રશ્ન હતો તેનો જવાબ સરકારે એવો આવ્યો છે કે દરેક મહાનગરો અને મ્યુનિસિપાલિટીઓમા એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે કે તેઓએ સારા એવા એનજીઓને ભેગા કરેલા છે. શરૂઆતમાં ઓછી સંખ્યામાં છે. એ લોકો ખાવાનું બનાવીને એના ફૂડ પેકેટ બનાવશે અને એ મ્યુનિ.કોર્પોરેશન કે મ્યુનિસિપાલટી શહેરમાં જ્યાં પણ આ લોકો વસે છે જેમકે ઝુપડપટ્ટી છે, ભિક્ષુકો છે, આ સૌને આ પેકેટ વહેંચવામાં આવશે અને સરેરાશ દિવસના લગભગ 35,૦૦૦ પેકેટ માત્ર અમદાવાદમાં જ વહેંચવામાં આવે છે.

બીજી એક માંગણી એવી કરવામાં આવી હતી કે ઘણા બધા લોકોને આનો એક ભાગ બનવું છે, આમાં સામેલ થવું છે. તો તેનો જવાબ સરકારે એવો રજૂ કર્યો હતો જરૂર પડશે ત્યારે કહેવામાં આવશે કારણકે વધુ પ્રમાણમાં લોકોને ભેગા થવાથી આપણે જે સોશિયલ ડિસ્ટન્સિંગ નું સૂત્ર અપનાવ્યું છે તેનો આપણે ભંગ કરીશું. અને જ્યારે પણ જરૂર પડશે ત્યારે કહેવામાં આવશે. જે ઓર્ગેનાઇઝડ કામદારો રાજ્ય છોડીને બીજા રાજ્યમાં જઈ રહ્યા છે એનું સરકારે શું કર્યું ?સરકાર આ પ્રકારના કામદારોને કહે છે કે ઘરની બહાર નીકળો નહીં. બીજા રાજ્યોમાં જશો નહીં. આપને ખાવાનું મળશે, જીવન જરૂરિયાતની તમામ ચીજો મળશે. સરકારને લગભગ ચાર હજાર જેટલા લોકો 24- 25 તારીખની આસપાસ એવી જગ્યાએ મળ્યા હતા કે જે બોર્ડર પાસે હતા અને તે પાછા જઈ શકે તેમ પણ નહતા અને બીજા રાજ્યમાં જઈ શકે તેમ પણ ન હતા તેવા લોકો માટે બસો ની વ્યવસ્થા કરીને અને બોડર સુધી પહોંચાડી સ્ક્રીનીંગ કરાવડાવ્યુ, તેમને ખાવાનું ખવડાવ્યું ત્યારબાદ જે તે રાજ્યમાં જવા દેવામાં આવ્યા.

એક પ્રશ્ન એવો પણ ઊભો કરવામાં આવ્યો હતો કે જે ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ આ કપરી પરિસ્થિતિમાં મોટી સેવાઓ આપી રહ્યા છે, એમને કોરેન્ટાઈન કરવામાં આવે. એ લોકોને રસ્તામાં થતી મુશ્કેલીઓ પડે તેને હલ કરવામાં આવે. તો સામે સરકારની રજૂઆત હતી કે કોઈપણ ડોક્ટર કે મેડિકલ સ્ટાફને પોલીસ દ્વારા રોકવામાં નથી આવતો અને ફક્ત તેઓ પોતાનું આઈડેન્ટીટી કાર્ડ બતાવીને અને બેરોકટોક આવ-જા કરી શકે છે. એક રજૂઆત એવી પણ હતી કે આ પ્રકારના મેડિકલ સ્ટાફ અને ડોક્ટરો માટે પર્સનલ પ્રોટેક્ટિવ કીટ કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ હોવા જોઈએ. આના ઉત્તરમાં સરકારે જણાવ્યું હતું કે સરકાર પાસે વિપુલ માત્રામાં આ પ્રકારની કિટ અને એકવીપમેન્ટ છે અને અત્યાર સુધી ઓછામાં ઓછી 28000 કિટ્સ સરકાર પાસે છે અને દરેક ડોકટર તમે જે પણ મેડિકલ સ્ટાફ આ સેવાઓમાં જોડાયેલો છે તેમને પણ પૂરી પાડવામાં આવી છે. તે લોકો આનો ઉપયોગ કરે છે એટલે તેઓને કોરેન્ટાઈન કરવાની જરૂર નથી. પોલીસની કામગીરીની અત્યારે રસ્તા પર તેની જરૂરિયાત છે. જે કેસની તપાસ ચાલી રહી છે અને એન્ટીસીપેટરી બેલ ફાઇલ કરવામાં આવી છે તે મુદ્દો પણ કોર્ટ સમક્ષ આવ્યો હતો. જેમાં સરકારે જણાવ્યું હતું કે કયા પ્રકારની બેલ લેવા જઈ રહ્યા છે અને કયો ગુનો છે તેના ઉપર મોટો આધાર છે. કોઈને અગવડતા ન પડે તેના માટે સરકારે પૂરતો પ્રયત્ન કર્યો છે અને કોઈને પણ અગવડતા ન પડે તે માટે સરકાર કટિબદ્ધ છે.
First published: March 27, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading