હાઈકોર્ટે એસ. જયશંકર અને જુગલજી ઠાકોરના વકિલને જવાબ રજૂ કરવા છેલ્લી તક આપી

News18 Gujarati
Updated: November 9, 2019, 9:18 PM IST
હાઈકોર્ટે એસ. જયશંકર અને જુગલજી ઠાકોરના વકિલને જવાબ રજૂ કરવા છેલ્લી તક આપી
જુગલજી ઠાકોર અને એસ. જયશંકર (ફાઈલ ફોટો)

ગુજરાતમાંથી ભાજપના રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયેલા વિદેશ પ્રધાન એસ. જયશંકર અને જુગલજી ઠાકોરની જીતને પડકારતી કુલ સાત પિટિશનની ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજદારના વકીલ તરફી રજુઆતો કરવામાં આવી હતી

  • Share this:
સંજય જોશી, અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાજ્ય સભા સાંસદ જુગલજી ઠાકોર ને સમન્સ ઇસ્યુ કર્યા હતા. જોકે તેમના વકીલે આજે ફરી સમય ની માંગ કરતા સુનાવણી ટળી હતી. હાઇકોર્ટ દ્વારા એસ. જયશંકર અને જુગલજી ઠાકોરનાં વકીલને 11 નવેમ્બરે જવાબ રજૂ કરવાની છેલ્લી તક આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાંથી ભાજપના રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયેલા વિદેશ પ્રધાન એસ. જયશંકર અને જુગલજી ઠાકોરની જીતને પડકારતી કુલ સાત પિટિશનની ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજદારના વકીલ તરફી રજુઆતો પુર્ણ થયા બાદ તમામ પીટીશનો હાઈકોર્ટમાં ટકવા પાત્ર છે કે કેમ તે અંગે હાઇકોર્ટે આદેશ કર્યો હતો. કુલ સાત માંથી ચાર પિટિશન હાઈકોર્ટે સ્વીકારી નથી જેમાં ગૌરવભાઈ પંડ્યા દ્વારા બંને કેન્ડીડેટ સામે કરેલી પિટિશન, ચંદ્રિકાબેને બંને કેન્ડીડેટ સામે કરેલી અને પરેશભાઈ એ સિંગલ સિંગલ પિટિશન બંને કેન્ડીડેટ સામે કરી છે. જ્યારે અન્ય ૩ પિટિશન માં નોટિસ ઈશ્યુ કરી હતી.

આપ ને જણાવી દઈએ કે ગુજરાતમાંથી ભાજપના રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયેલા વિદેશ પ્રધાન એસ. જયશંકર અને જુગલજી ઠાકોરની જીતને પડકારતી કુલ સાત પિટિશનની ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજદારના વકીલ તરફી રજુઆતો કરવા માં આવી હતી. આ તમામ પીટીશનો હાઈકોર્ટમાં ટકવા પાત્ર છે કે કેમ તે અંગે હાઇકોર્ટે આજે નિર્ણય લીધો હતો.

આ ચૂંટણીમાં મતદાન અલગ અલગ યોજાયું હોવાથી કાયદાકીય ગૂંચવણો ટાળવા કોંગ્રેસે પરેશ ધાનાણી અને પરાજીત ઉમેદવારો ગૌરવ પંડયા અને ચંદ્રિકાબહેન ચુડાસમા મારફતે કુલ સાત પિટિશનો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરી હતી. પાંચમી જુલાઇના રોજ યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના ગૌરવ પંડયાનો ભાજપના એસ. જયશંકર સામે પરાજય થયો હતો અને કોંગ્રેસના ચંદ્રિકાબહેન ચુડાસમાનો ભાજપના જુગલજી ઠાકોર સામે પરાજય થયો હતો. ગૌરવ પંડયાએ એક પિટિશનમાં એસ જયશંકર તેમજ બીજી પિટિશનમાં એસ. જયશંકર અને જુગલજી ઠાકોરની જીતને પડકારી હતી. ચંદ્રિકાબહેન ચુડાસમાએ આવી જ રીતે એક પિટિશન જુગલજી ઠાકોર અને બીજી પિટિશન જુગલજી ઠાકોર અને એસ. જયશંકર સામે કરી હતી.

વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી આ ચૂંટણીમાં મતદાર હોવાથી તેમણે એક પિટિશનમાં તેણે એસ. જયશંકરની જીત પડકારી હતી, બીજીમાં જુગલજી ઠાકોરની જીત પડકારી હતી અને ત્રીજી પિટિશમાં બન્ને ઉમેદવારોની જીતને સંયુક્ત રીતે પડકારવામાં આવી હતી. આ પિટિશનો એક જ જજ સમક્ષ મૂકવાનો આદેશ કાર્યકારી ચીફ જસ્ટિસે આપતા આ સાતેય પિટિશનો જસ્ટિસ બેલાબહેન ત્રિવેદી સમક્ષ મૂકવામાં આવી અને અરજજદારો તરફે આજે રજુઆતો પુર્ણ હતી.

ગૌરવ પંડયાના વકીલે કોર્ટમાં રજુઆતો કરતા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જીત ને પડકારતી ઈલેકશન પીટીશનમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાઓ અને અવલોકનો નાં આધારે આ પીટશનો પર સુનાવણી કરવા રજુઆત કરી હતી. વકીલે કોર્ટમાં એવી પણ રજુઆતો કરી કે ઇલેક્શન પીટીશન માં અમુક મુદ્દાઓ અંગે આદેશ આપવાની હાઈકોર્ટને વધારાની સત્તા છે. તેથી 2 નોટીફીકેશન ઈસ્યુ કરવાના ચૂંટણી પંચના નિર્ણયને પડકારતી અરજી અને બંને નાં વિજય ને પડકારતી અરજી સાંભળવાની સત્તા હાઈકોર્ટને છે. આગામી સુનવણી 11 નવેમ્બરે કરાશે.
First published: November 9, 2019, 9:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading